Breaking News

તારક મહેતાની નવી દયાભાભીની રંગીન તસ્વીરો આવી સામે, દિશા વાંકાણી નહી પરતું આ અભિનેત્રી બનશે નવી “દયાભાભી”.. જાણો..!

ટીવી જગતના સૌથી પ્રચલિત શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં છેલ્લા ઘણા સમયથી લોકો દયા ભાભીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કારણ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સૌથી મોટું પાત્ર દયા અને જેઠાલાલનું છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષથી દયા ભાભી આ સીરીયલની અંદર જોવા મળી નથી. લોકો તેમની એક્ટિંગ અને તેમને ખૂબ જ મિસ કરી રહ્યા છે..

છેલ્લા ઘણા સમયથી આ શો ના ડિરેક્ટર અને પ્રોડ્યૂસર આશિતકુમાર મોદી દયાબેન એટલે કે દિશા વાકાણી સાથે વાતચીત કરી રહ્યા હતા પરંતુ હવે આ તમામ વાતચિતોનો અંત આવી ગયો છે અને નક્કી થઈ ગયું છે કે, હવે દિશા વાકાણી ફરી ક્યારેય આ શોમાં પરત ફરવાના નથી. એટલા માટે શો ના પ્રોડ્યુસર આસિતકુમાર મોદી દયા ભાભીના પાત્ર માટે જુદી જુદી અભિનેત્રીઓના ઇન્ટરવ્યુ લઇ રહ્યા છે..

આ ઇન્ટરવ્યુ મુજબ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક પ્રોમો વિડિયો બતાવવામાં આવ્યો હતો. આ પ્રમાણે વીડિયોમાં દયા ભાભીની વાપસી થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. તેમજ દયાભાભીનો અવાજ પણ બદલાઈ ગયો હતો. હકીકતમાં અભિનેત્રી દિશા વાકાણી નહીં પરંતુ કુંડલી ભાગ્ય સિરિયલ માંથી પોતાનું નામ રોશન કરી ચુકેલી અભિનેત્રી શ્રદ્ધા આર્યા છે.

હજુ સુધી આ મહિતીને 100 ટકા કન્ફર્મ કરવામાં આવી નથી. પરતું અંગત માહિતી અનુસાર કુંડળી ભાગ્યની અભિનેત્રી શ્રદ્ધા આર્યા હવે દયાભાભીના રોલમાં નજરે ચડશે. શ્રદ્ધા આર્યા સોશિયલ મીડિયા પર ચાહકોનું મનોરંજન કરવાની કોઈ તક છોડતી નથી. તે ઈન્સ્ટાગ્રામ પર એકદમ એક્ટિવ છે. અને ઘણી વખત તેના કુંડળી ભાગ્યના સેટ પરથી સ્ટાર કાસ્ટ સાથે મસ્તી કરતા વીડિયો શેર કરે છે.

કુંડળી ભાગ્યમાં લાંબા સમય સુધી પ્રીતાનું પાત્ર ભજવનાર શ્રદ્ધા આર્ય હવે દયાબેન બનવા જઈ રહી છે. શ્રદ્ધા આર્યાએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેને તેના ફેન્સ દ્વારા ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. કુંડળી ભાગ્ય અભિનેત્રી શ્રદ્ધા આર્યાનો આ વિડિયો ખૂબ જ ફની છે. આ વીડિયોમાં તે તેની ગર્લ ગેંગ સાથે જોવા મળી રહી છે.

આ વીડિયોમાં શ્રદ્ધા આર્યા કપાળ પર બિંદી પહેરીને અને મેક્સી ડ્રેસ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે. આ વીડિયોમાં તે દયાબેનના ડાયલોગ ‘તો ક્યા ઈન્તના હૈ’ની નકલ કરતી જોવા મળે છે. એટલું જ નહીં, શ્રદ્ધા આર્યએ આ વીડિયોમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેન જેવા એક્સપ્રેશન પણ પકડ્યા છે. પ્રીતાના આ વિડીયો પર તેના ચાહકો ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે.

તેનો આ ફની વીડિયો જોયા બાદ ફેન્સ તેના ફની વીડિયો પર કોમેન્ટ કરવાથી પોતાને રોકી શકતા નથી. તેના વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘શ્રદ્ધા તું દિવસે ને દિવસે વધુ ફની થતી જાય છે’. અન્ય એક યુઝરે લખ્યું, ‘તું ખૂબ જ ક્યૂટ લાગી રહી છે શ્રદ્ધા’. અન્ય એક યુઝરે લખ્યું, ‘એક્સપ્રેશન કી દુકાન હો આપ’. શ્રદ્ધા આર્યના આ વીડિયોને અત્યાર સુધીમાં 65 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.

શ્રદ્ધા આર્યા છેલ્લા 5 વર્ષથી એકતા કપૂરના શો ‘કુંડલી ભાગ્ય’માં મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. આ શોમાં તેની સાથે ધીરજ ધૂપર લીડ રોલમાં છે. કરણ-પ્રીતા બંનેની જોડી દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. જો કે, હવે આ જોડી ટૂંક સમયમાં તૂટી જવાની છે, કારણ કે અહેવાલ છે કે ધીરજ ધૂપર ટૂંક સમયમાં શોને અલવિદા કહી દેશે અને તેની જગ્યાએ સિલસિલા અભિનેતા શક્તિ અરોરા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

જે બંગલાને લોકો ભૂત બંગલો સમજતા હતા, તે બંગલાના કારણે જ રાજેશ ખન્ના બન્યો સુપર સ્ટાર.. જાણો..!

બોલિવૂડના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્નાની આજે 78મી જન્મજયંતિ છે. તેમનો જન્મ 29 ડિસેમ્બર 1942ના રોજ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *