Breaking News

ભારતના આ ગામમા દરેક ઘરમા છે જુડવા બાળકો, જાણો શું છે કારણ…

ભારતનુ આ ગામ એવુ છે કે જ્યા અંદાજીત ૩૫૦ થી પણ વધારે બાળકો જુડવા છે. મોટી સંખ્યામા જુડવા બાળકો હોવાના લીધે આ ગામને ‘જુડવા બાળકોનુ ગામ’ પણ કહેવામા આવે છે. અહી નવાઈની વાત તો એ છે કે અહી નવજાત બાળકોથી લઈને ૬૫ વર્ષના વૃધ્ધોનો પણ સમાવેશ થાય છે. આ ગામની બીજી કેટલી રસપ્રદ વાતો પણ છે કેમ આ ગામમા છેલ્લા ઘણા વર્ષોથી જુડવા બાળકો જ જન્મે છે?

  • જો એક બાળક બીમાર થાય છે તો ત્યારે બીજુ બાળક પણ બીમાર થાય છે
  • જુડવા બાળકોની સંખ્યામા આ ગામ સમગ્ર એશિયમા છે પહેલા નંબરે
  • છેલ્લા ૧૨ વર્ષોથી જુડવા બાળકોની સંખ્યા ખુબ ઝડપથી થઈ રહ્યો છે વધારો

જુડવાની બાળકોની સંખ્યામા સમગ્ર એશિયામા પહેલા નંબરે છે આ ગામ : આ ગામ ભારતના કેરળ રાજ્યના મલપ્પુરમ જિલ્લામા આવેલુ છે. આ ગામનુ નામ છે કોડિન્હી ગામ. હેવ દુનિયાની વાત કરીએ તો સર્વે મુજબ દર ૧૦૦૦ બાળકોએ ૪ બાળકો જુડવા જન્મે છે. જ્યારે આ ગામમા દર ૧૦૦૦ બાળકોએ ૪૫ બાળકો જન્મે છે જુડવા. અહી મહત્વની વાત તો એ છે કે આ સંખ્યા સમગ્ર દુનિયાના બીજા નંબરની છે પરંતુ આ ગામ સમગ્ર એશિયામા પહેલા નંબર પર આવે છે.

છેલ્લા ૧૨ વર્ષોથી જુડવા બાળકોના જન્મનુ પ્રમાણ ખુબ વધ્યુ છે : વર્ષ ૨૦૦૮ મા આ ગામમા ૩૦૦ બાળકો પર ૧૫ જુડવા બાળકો જન્મ્યા હતા. આ આંકડો વર્ષમા જન્મેલા જુડવા બાળકોમા સૌથી મોટો છે. અહી નવાઈની વાત તો એ છે કે આ ગામમા શાળા હોય, માર્કેટ હોય કે અન્ય કોઈ પણ જગ્યા હોય દરેક જગ્યાએ જુડવા બાળકો જ નજરે જોવા મળે છે. છેલ્લા ૧૨ વર્ષોમા આ સંખ્યામા ખુબ ઝડપથી વધારો થઈ રહ્યો છે.

છેલ્લા ૭૦ વર્ષોથી જન્મે છે જુડવા બાળકો : આ ગામના લોકોનુ માનવુ છે કે આ ગામમા જુડવા બાળકોના જન્મ થવાની શરુઆત લગભગ ૭૦ વર્ષ પહેલા શરુ થઈ હતી. આ ગામમા સૌથી ઉંમરલાયક જુડવા અબ્દુલ હમીદ અને તેમની જુડવા બહેન કુન્હી કદિયા છે. આ ગ્રામજનોનુ માનવુ છે કે આ પછી જ ગામમા જુડવા બાળકોના જન્મ થવાનુ શરુ થયુ હતુ. ગ્રામજનોનુ માનવુ એવુ પણ છે કે પહેલા ગામમા આટલી સંખ્યામા જુડવા બાળકોનો જન્મ થતો ન હતો. છેલ્લા ૧૨ વર્ષોથી જુડવા બાળકોના જન્મના પ્રમાણમા ખુબ ઝડપથી વધારો થયો છે.

જુડવા બાળકો જન્મવાનુ કારણે શું છે? :  આ ગામમા આટલા જુડવા બાળકોના જન્મનુ કારણ હજુ સુશી ડોક્ટરો પણ સમજી શક્યા નથી . ડોક્ટરોએ પહેલા એવો તર્ક લગાવ્યો હતો કે ગ્રામજનોની ખાણી-પીણી અલગ હોવાને કારણે આ ગામમા જુડવા બાળકો જન્મી રહ્યા છે. જો કે બાદમા આ તથ્યને તેમણે નકારી દીધી હતી કારણ કે ગામના લોકોની ખાણી-પીણી બાકીના ગામ લોકો જેવી જ હતી અને તેમા કંઈ જ અલગ ન હતુ. પરંતુ હજુ સુધી ડોક્ટરો જુડવા બાળકો જન્મવાનુ કારણ શોધી શક્યા નથી.

ગ્રામજનોને કઈ છે બીજી સમસ્યા? : આ ગામના લોકો જુડવા બાળકોની સંખ્યા વધારે હોવાના કારણે ખુ જ હેરાન થાય છે. સૌથી વધારે મુશ્કેલી તો શાળામા થાય છે. અહી શિક્ષક બાળકોને ઓળખી જ નથી શકતા. આ ઉપરાંત સૌથી મોટી સમસ્યાએ એ પણ છે કે જો એક બાળક બીમાર થાય તો બીજુ બાળક પણ બીમાર થાય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) :તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *