Breaking News

જો વ્યક્તિ ના મૃત્યુ બાદ કરવામા આવે આ પાંચ વસ્તુઓ તો જીવનમા કરેલા તમામ પાપોમાથી મળે છે મુક્તિ

મિત્રો , હાલ આજે આ લેખ મા આપણે એવી ચાર વસ્તુઓ વિશે જણાવીશુ કે કોઈપણ વ્યક્તિ ના તમામ પાપ નો નાશ કરી નાખશે અને આ વ્યક્તિ પવિત્ર બની ને મોક્ષ પામી ને સ્વર્ગલોક ને પ્રાપ્ત થવા યોગ્ય બનશે. તો કઈ છે આ ચાર વસ્તુઓ તેના વિશે જાણીએ.

આપણે સૌ એ વાત જાણીએ છીએ કે જે જન્મે છે તેનુ મૃત્યુ નિશ્ચિત છે. આ વાત શાશ્વત છે જેને કોઈપણ પરિવર્તિત કરી શકતુ નથી. પરંતુ , આપણ ને ઘણીવાર મન મા એવા પ્રશ્નો ઉદ્દભવતા હોય છે કે મૃત્યુ બાદ શુ થતુ હશે ? તો મિત્રો , આપણા પૌરાણિક શાસ્ત્રો અને પુરાણો મુજબ મૃત્યુ બાદ જીવ ની બે સ્વરૂપ થી ગતિ થાય છે.

એક કાંતો તેના સત્કર્મો ના કારણે તેને સ્વર્ગ ની પ્રાપ્તિ થાય અને કાંતો દુષ્કર્મો ના કારણે નરક ની પીડા નો સામનો કરવો પડે છે. આપણા શાસ્ત્રો મુજબ નરક એ પીડાઓ તથા યાતનાઓ નુ ઘર છે. શરીર મા રહેલો આપણો આત્મા નરક નુ નામ સાંભળી ને જ થરથરી ઊઠે છે.

પરંતુ , જ્યારે સ્વર્ગ અને મોક્ષ ની વાત આવે છે તો આત્મા ને એક અલગ જ પ્રકાર ની તૃપ્તિ મળે છે. માટે આ નરક મા જવા થી બચવા માટે આપણા પૌરાણિક શાસ્ત્રો મા અનેક પ્રકારના ઉપચારો જણાવવા મા આવ્યા છે. જેના દ્વારા વ્યક્તિ સ્વર્ગ તથા મોક્ષની પ્રાપ્તિ કરી શકે.

હાલ આ સ્વર્ગ તથા મોક્ષ ની પ્રાપ્તિ માટે જે ચાર ઉપચારો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેને કોઈપણ વ્યક્તિ અત્યંત સરળતા થી કરી શકે છે. આપણા પૌરાણિક શાસ્ત્રો મા કહેવા મા આવ્યુ છે કે જો મૃત્યુ ના સમયે વ્યક્તિ ની આસપાસ આ ચાર મા થી કોઈ એક વસ્તુ પણ હોય તો તેને નરક મા જવા થી મુક્તિ મળી જાય છે તથા મૃત્યુ સમયે જ્યારે શરીર મા થી પ્રાણ નીકળતા હોય અને જે પીડા થતી હોય તેમા થી પણ મુક્તિ મળે તથા આપણ ને મોક્ષ ની પ્રાપ્તિ કરાવે છે.

આ વસ્તુઓ મા ની સૌથી પહેલી વસ્તુ છે તુલસી નો રોપ અથવા તો તુલસી ના પર્ણો. જો મૃત્યુ ના સમયે આપણા માથા ની આજુબાજુ તુલસી ના પર્ણો રાખી દેવા મા આવે તો યમદૂત નો ભય રહેતો નથી. આ પાછળ નુ કારણ એવુ છે કે , આપણા પુરાણો મા તુલસી ને પ્રિયા તરીકે ઓળખવા મા આવે છે. જે પ્રભુ શ્રી નારાયણ ના મસ્તક પર શોભે છે. માટે મૃત્યુ ના સમયે જ વ્યક્તિ ની પાસે તુલસી મૂકવા મા આવે તેને મોક્ષ ની તુરંત જ પ્રાપ્તિ થઈ જાય છે.

બીજી વસ્તુ છે ગંગાજળ. જે મૃત્યુ સમયે વ્યક્તિ ના મુખ મા ગંગાજળ રેડવા મા આવે અથવા તો તેમના માથા પાસે ગંગાજળ રાખવા મા આવે તો તેમને નરક મા જઈ ને યમદંડ ભોગવવા મા થી મુક્તિ મળે છે. કારણ કે મૃત્યુ સમયે ગંગાજળનુ સેવન કરવા થી વ્યક્તિ નુ શરીર શુધ્ધ અને પવિત્ર બની જાય છે. આથી જો મૃત્યુ પામેલ વ્યક્તિ પાસે ગંગાજળ રાખવા મા આવે તો તે સદ્દગતિ ને પામે છે અને તુરંત જતેને મોક્ષ ની પ્રાપ્તિ થાય છે.

ત્રીજી વસ્તુ છે શ્રીમદ્ ભગવદ્ગીતા નુ પઠન. જો મૃત્યુ સમયે વ્યક્તિ ના કાન મા ગીતાજી મા શ્લોક નુ ઉચ્ચારણ કરવા મા આવે તો આત્મા નો શરીર પ્રત્યે નો મોહ દૂર થાય છે અને તે શરીર ને કોઈપણ પીડા આપ્યા વગર શરીર નો ત્યાગ કરી દે છે અને મોક્ષ ની પ્રાપ્તિ ના માર્ગ પર આગળ વધે છે.

ચોથી વસ્તુ છે રામાયણ નુ પઠન કરવુ. જો મૃત્યુ પામેલા વ્યક્તિ પાસે રામાયણ ની કથા નુ પઠન કરવા મા આવે તો તેમના માટે અત્યંત લાભદાયી છે. કારણ કે , રામાયણ એ પ્રભુ નારાયણ ના મનુષ્ય અવતાર શ્રી રામ ની કથા છે જેનુ પઠન કરવા થી વ્યક્તિ ના મન ને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે અને મૃત્યુ સમયે થનારી તમામ પીડાઓ મા થી મુક્તિ મળે છે અને સરળતા થી મોક્ષ ની પ્રાપ્તિ થાય છે.

શ્રીમદ્ભાગવત તથા રામાયણ ઉપરાંત અન્ય અનેક પુરાણો છે જેમા પ્રભુ નિ લીલાઓ નુ વર્ણન કરવા મા આવ્યુ છે અને જો મૃત્યુ બાદ તે વ્યક્તિ ને આ પ્રકાર ની આ કથાઓ તથા શ્લોકો સંભળાવવા મા આવે તો તેની આત્મા ને શાંતિ મળે છે તથા આ લોકો ને નરક ની પીડા ભોગવવી પડતી નથી અને તેમને ઈશ્વર ની પ્રાપ્તિ થાય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) : તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

About Gujarat Posts Team

Check Also

મોગલધામ કાબરાઉ ખાતે માનતા પૂરી કરવા આવેલા પરિવારને મણીધર બાપુએ આપ્યો આ ઉપદેશ, કહ્યું તારા પરિવારને માં મોગલ હમેશા… વાંચો..!

ગુજરાતમાં કબરાઉં ખાતે માં મોગલધામ આવેલું છે. માં મોગલધામમાં દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ પધારતા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *