નાદાન જીવો ઘણી વાર પોતાના જીવ બચાવવા માટે પૂરતા પ્રયત્નો કરી નાખતા હોઈ છે. તેઓને મનુષ્ય જેવી સમજ હોતી નથી તેથી તેઓ જીવના જોખમ વાળા સ્તઃલો પર પણ પ્રવેશ કરી લેતા હોઈ છે. પછી જીવને જોખમ જણાતા જ તેઓ પાસે દોટ મુકવા સિવાય કોઈ વિકલ્પ બાકી બચતો નથી…
આવા જનાવરોના જીવ બચાવવા એ આપડું કર્તવ્ય છે. કઈક આ પ્રકારનો જ એક કિસ્સો હાલ સોસીયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. આ વિડીયો જોઈને લોકો ડ્રાઈવરનું ખુબ વાહવાહી કરી રહ્યા છે. આ વિડીયો જોઈને તમે પણ ડ્રાઈવરને સલામ કરશો કે વાહ શું કામ કરી બતાવ્યું છે… ( વિડીયો જુવ માટે લેખને અન સુધી વાંચો )
તમે એ કહેવત તો સાંભળી જ હશે કે જ્યારે કોઈના જીવની વાત આવે ત્યારે ઉંદર પણ સિંહ બની જાય છે અને તે પરિસ્થિતિનો મક્કમતાથી સામનો કરે છે. આવું જ કંઈક આ દિવસોમાં પણ જોવા મળ્યું, જ્યાં એક સસલુ જે રીતે જીવ બચાવવા માટે દોડે છે, તે જોઈને તમે પણ દંગ રહી જશો.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક સુંદર અને પ્રેમાળ સસલું ટ્રેનની સામે રેલ્વે ટ્રેક પર દોડતું જોઈ શકાય છે. નાનકડા જીવનેઆ રીતે પોતાના જીવ માટે લડતા જોઈને ટ્રેનના ડ્રાઈવરનું પણ હૈયું ભરાઈ આવ્યું હતું. તેથી તેને પણ ગાડી ધીમી કરી. મોટાભાગે ટ્રેનની ઝડપને ધીમી કરવામાં મોટું રિસ્ક રહેલું હોઈ છે..
કારણ કે ટ્રેન માટે સમયનું મેનેજમેન્ટ ખબ મહત્વ નું હોઈ છે. ટ્રેનની ગતિ ધીમી પડે તો આકસ્મિત બનાવો બનવાની સંભાવનાઓ રહે છે. છતાં પણ ડ્રાઈવરે ટ્રેનને ધીમી પાડી હતી.. માત્ર ને માત્ર એક નાનકડા જીવનું જીવન બચાવવા માટે..
ડ્રાઈવરે હોર્ન દ્વારા પણ સસલાને ચેતવણી આપતા જોવા મળે છે અને આખરે સસલુ પોતાનો જીવ બચાવવામાં સફળ થાય છે. આ ચોંકાવનારો વીડિયો ફેસબુક પર Viral hog નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 10 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.
આ વીડિયો યુઝર્સ પસંદ કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરેલખ્યું ‘આ બિલકુલ ખોટું છે, ટ્રેન ડ્રાઈવરે સસલાની આ સ્થિતિની મજાક ન કરવી જોઈએ.’જ્યારે અન્ય એક યુઝરે ટ્રેનના ડ્રાઈવરની પ્રશંસા કરી કહ્યું કે જો તે ઈચ્છતો તો સસલાને સરળતાથી કચડીને આગળ વધી શકતો હતો, પરંતુ તેણે આ પસંદ કર્યું ન હતું, પરંતુ તેના બહાર જવાની રાહ જોઈ હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]