Breaking News

જંગલી વાંદરાએ યુવક ઉપર હુમલો કરીને ઉભી પુંછડીયે દોડાવ્યો, વિડીયો જોઇને હસી નહી રોકી શકો તમે..! જુવો વિડીયો..

જંગલી જનાવરો ખુબ જ ખૂંખાર હોઈ છે. તેનાથી જેટલા દુર રહીએ તેમાં જ આપડું ભલું છે. તેમાં પણ વાંદરા જેવા કપટીબાજ જાનવરોથી તો આપડે ઘણું દુર રેહવું જોઈએ. વાંદરા માણસને ખુબ જ હેરાનગતી પહોચાડે છે. કારણ કે તેના સ્વભાવમાં જ એકબીજાની હેરાનગતી કરવાના ગુણો રહેલા હોઈ છે.

યુટ્યુબર લોગન પૉલ અત્યારે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર છે. એ દરમિયાન વાંદરાઓનું એક ટોળાએ તેને લુંટી લીધો હતો. તેમજ તેનું ઘણું નુકસાન પણ કરાવ્યું હતું.તેનો એક વીડિયો ઑનલાઇન સામે આવ્યો છે.  લોગન તેની ચેનલો માટે કન્ટેન્ટનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે કેપ ટાઉનના પાર્કિંગમાં બે વાંદરાઓએ તેના પર અચાનક હુમલો કર્યો હતો.

લોગને વાંદરાઓ સાથેની તેની મુલાકાતનું શૂટિંગ કર્યું અને તેને તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું, જેણે અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ મેળવ્યા છે. વીડિયોમાં એક મોટો વાંદરો મોંઘો કેમેરો ઉપાડીને બેગમાંથી કેટલીક વસ્તુઓ કાઢતો જોઈ શકાય છે, જ્યારે બીજો વાંદરો પાર્કિંગની આસપાસના વાહનો પર કૂદકો મારીને માણસનો પીછો કરી રહ્યો હતો.

અન્ય વાંદરાઓ યુટ્યુબરના બેકપેકને ખોલી નાખે છે તેમ વિડિયોમાં વાંદરો એક કારથી બીજી કારમાં કૂદતો દેખાય છે. વીડિયોમાં લોગન પૉલ તેના કેમેરામેનને પૂછતા સાંભળી શકાય છે, ‘ઓહ, હું શું કરું? હે ભગવાન’. વાંદરો બેગમાંથી કેમેરા ઉપાડતો જોઈ શકાય છે, પરંતુ તે બેગમાંથી એનર્જી ડ્રિંકની બોટલ કાઢીને ભાગી ગયો હતો.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયો લાખો વખત જોવામાં આવ્યો છે. એક યુઝરે અનુમાન લગાવ્યું કે આ વિડિયો બળપૂર્વક શૂટ કરવામાં આવ્યો હતો અને તે તેમના એનર્જી ડ્રિંક પ્રાઇમ હાઇડ્રેશનનો પ્રમોશનલ વીડિયો હતો.

વાનર એવો જીવ છે જે ભલભલાને હંફાવી દે છે. કારણ કે ટ ગમે તેમ ઊછળ કુદ કરી શકે છે. વાંદરાના હાથમાં કોઈક નવીન વસ્તુ પકડાવી દો તો એ વસ્તુને ફાડીને તેની અંદર શું છે એ જોવાનો તે હમેશા પ્રયાસ કરતા હોઈ છે. વાંદરાએ કરેલા હુમલા બાદ યુટુબર ખુબ જ મુંજાઈ ગયો હતો. તેણે શું નિર્ણય લેવો તેની પણ ખબર રહી નોહતી..

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુ જરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો! 

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *