Breaking News

જાણો સતાધારના “પાડાપીર” ની આ રસપ્રદ વાત, ત્યાં ના મહંત દ્વારા કહેલી આ સત્ય ઘટના, જાણો તમે પણ

મિત્રો, જયારે પણ કોઈ વ્યક્તિના મુખથી સતાધાર એટલુ બોલાય એટલે તેની સાથે બે દિવ્યત્માના નામ અવશ્ય આવે છે, એક ગીગા આપા અને બીજા સામજી બાપુ. એવુ કહેવામા આવ્યુ છે કે વર્ષ ૧૮૦૯મા ચલાળાના દાનબાપુ પાસેથી પ્રેરણા લઈને તેમણે અહી એક દિવ્ય ધામની સ્થાપના કરવાનુ નક્કી કર્યુ.

અહી તે રોગીષ્ઠ લોકોની સેવા, મફતમા જમવાનુ અને જે ગાયો પાસે આશ્રય નથી હોતો તેમની સાર-સંભાળ માટે અખંડ ધૂની ધખાવી હતી જે આજે પણ ચાલુ છે. અમુક લોકવાયકા મુજબ આ ગાદી પર આવેલા છઠ્ઠા મહંત સામજી બાપુએ આ પરંપરાને વધુ વેગવંતી અને વધુ કીર્તિમાન બનાવી છે. અહી આ ધામમા પાડાને ખૂબ જ વિશેષ મહત્વ આપવામા આવે છે.

આ સ્થળે અવારનવાર લોકોનુ ટોળુ જોવા મળી રહે છે. આ ઉપરાંત અહી સામજી બાપુના જીવન સાથે સંકળાયેલ પાડાનો એક રસપ્રદ અને દિવ્ય પ્રસંગ આજે પણ સૌરાષ્ટ્રના એક-એક વ્યક્તિને યાદ છે તેમજ આ પ્રસંગ ખરેખર અનન્ય જેવો બન્યો હતો અને આ પ્રસંગને લઈને લોકો તેમને ખૂબ માને છે અને તેમની મોટા પ્રમાણમા ચર્ચા જોવા મળી છે અને તેથી જ લોકોની આ ધામ પ્રત્યેની શ્રધ્ધામા અનેક ગણો વધારો થયેલો તેવું પણ અહીઁયા જણાવવામાં આવ્યું છે.

પાડાને ક્યારેય પણ સ્લેટરહાઉસ ના મોકલતા : ત્યારબાદ આગળ વાત કરતા તેમણે એવુ જણાવ્યુ છે કે, આ મહંત પૂજ્ય સામજી બાપુએ આ દિવ્ય ધામનો એક પાડો અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકામાં આવેલા નેસડી ગ્રામ્ય વિસ્તારના એક ધણીને આપ્યો હતો. આ પાડો અદ્ભુત હતો અને જે જોવાલાયક પણ હતો, જાણે દૈવત્વનો અવતાર હોય તેવી તેની તાસીર હતી અને તેથી જ અહીના લોકો આ પાડાને ખૂબ જ માનતા હતાં અને એવુ કહેતા કે આ તેનામા સત રહેલું છે.

આ સાથે જ વાત કરવામા આવે સામજીબાપુની તો તેમણે ગામવાળાને પાડો આપતી વખતે એવું પણ કહેલુ હતુ કે, ” જે દિ આ પાડો તમને સાચવવો મોંઘો પડે તે દિવસ પાછો મારી પાસે એને મૂકી જજો, મહેરબાની કરી કદી રેઢો ના રઝળાવતા અને તેની સાથે જ આ પાડો નેસડી પહોંચી ગયો તેવુ અહીંયા કહેવામાં આવ્યું છે.

ત્યારબાદ આ વાતને તો હાલ ઘણા વર્ષો વીતી ગયાં છે અને તેની સાથે જ નેસડીની નવી પેઢીને જૂની વાતો યાદ ના રહી અથવા તો એમ કહો કે સમય જતા જ ગામલોકોએ પાડાનું ગોત્ર વિસારે પાડ્યું છે અને ત્યારબાદ આ ભોજવંશી ભેંસનો આ પાડો રઝળી પડ્યો હતો જ્યારે આ રઝળતો પાડો રાજકોટ પહોંચ્યો હતો અને ત્યારબાદ તે ત્યાંથી સુરત અને છેવટે મુંબઈના એક સ્લેટર હાઉસમા પહોંચ્યો હતો તેવું જણાવાયું છે.

બટલરની બ્લેડો ભાંગવા માંડી : એવુ પણ કહેવામા આવે છે કે, જ્યારે આ સ્લેટર હાઉસમા બટલરે પાડાની ગરદન કાપવા માટે થઈને છરો ચલાવ્યો હતો પરંતુ, નવાઈની વાત એ છે કે, છરો ગરદનને અડી પણ ના શક્યો અને આ છરો તૂટી પણ ગયો હતો. આ કસાઈને નવાઈ લાગી હતી કે, એ પછી તેણે વધારે બીજો છરો નાખ્યો હતો અને ત્યારે પણ એવું થયું હતું અને એની પણ એ જ દશા થઈ હતી અને એમ કરતા-કરતા ઘણા છરાઓ ભાંગી ગયા હતા પરંતુ, પાડાની ગરદન પર લિસોટો પણ પડ્યો ન હતો અને આ પાડો સહી સલામત હતો.

હવે બટલરને અંદાજ આવી ગયો કે, આ પાડો કોઈ અગમ ચેતનાનો ધણી લાગ્યો હતો અને તેથી તે પણ ખુબ જ ભયભીત થઇ ગયો હતો પરંતુ, જ્યારે તેણે પૂછપરછ કરી હતી તો ખબર પડી કે, આ પાડો તો સતાધારની દિવ્ય ભૂમિનો છે તેમજ આ પાડો સામજી બાપુનો છે. ત્યારબાદ આ કસાઈ પાડાને લઈને સતાધારની જગ્યામાં આવ્યો હતો અને ત્યારબાદ તેણે સામજી બાપુને બનેલી આખી ઘટના સંભળાવી હતી અને ત્યારબાદ તેણે માફી માંગી વિનંતી કરી કે આ પાડાને તમે જ રાખો.

પાડાની આંખમા દિવ્ય તેજ છલકાઈ રહ્યુ હતુ : જ્યારે જતી વેળાએ કસાઈની નજર આ પાડાની આંખોમા પડી હતી ત્યારે તેને આ આંખો અબૂધ પશુની ના હોય પરંતુ, કોઈ અલગારી મહાત્માની આંખોમા હોય તેવુ અદ્ભુત તેજ આ પાડાની આંખોમાં ઝગારા મારતું હતું તેવું પણ જણાવ્યું છે અને તેની સાથે જ આ કસાઈને વધુ એકવાર વિશ્વાસ બેસી ગયો હતી કે આ પાડામાં ખરેખર કંઈક અસામાન્ય તો છે જ પણ ત્યારબાદ એ ફરીથી બાપુના ચરણોમાં જઈ વંદન કરી આવ્યો હતો અને માફી માંગી હતી.

તેની સાથે-સાથે જ આ વાત ગામોગામ પ્રસરી ગઈ હતી અને લોકોમા આ વાત પ્રગટ થઈ ગઈ હતી અને લોકો સામજી બાપુને સાક્ષાત્ દેવ સમાન માનવા લાગ્યા હતા અને તેમજ આ બાપુ સામાન્ય માણસની જેમ જીવતા. એમને આજના અમુક બની બેઠેલા સંતની જેમ આવી ખ્યાતિમા જરાપણ રસ નહોતો. એ બધુ ઈશ્વરીય કૃપાનુ જ પરિણામ છે એવું જણાવ્યું છે અને એમ એમણે કહ્યું હતું કે આ પાડો પછી તો સતાધારમાં રહ્યો અને લોકો માટે વંદનીય બની રહ્યો હતો.

ત્યારબાદ તેના મૃત્યુપર્યંત સમાધિ બની અને આજે પણ એની સમાધિ સતાધારમા આવેલી છે. એવુ પણ કહેવામાં આવ્યું છે કે જીવદયા અને પ્રેમનો આનાથી મોટો દાખલો બીજો શો હોઈ શકે છે? પૂજ્ય સામજી બાપુ બાદ સતાધારની ગાદી પૂજ્ય શ્રીજીવરાજ બાપુએ સંભાળેલી. ભારતીય ભોમની વંદું તનયા વડી તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) : તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

About Gujarat Posts Team

Check Also

જાણો સમુદ્રની વચ્ચે બિરાજતા દાંડીવાળા હનુમાનજીનો ઈતિહાસ, દરેક ભક્તોની મનોકામના થાય છે પૂરી..!

ભારતના પશ્ચિમ ભાગમાં અરબ સાગરના કિનારે બેટ દ્વારકા પાસેથી કુલ 5 કીલી મીટર જેટલું દુર …

Leave a Reply

Your email address will not be published.