જાણી લો અનોખી કચુંબરની રેસીપી : ડુંગળી કાચી કેરી, કોથમીર અને મરચાનો કંચુબર…

આજે અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ એક નવી રેસીપી જે અજમાવતાની સાથે જ તમારા કિચનની શોભા વધી જશે. ચારેય બાજુ નવી રેસીપીથી બનાવેલા સ્વાદિષ્ટ ખાણાની સુગંધ પ્રસરી જશે. તો ચાલો જાણીએ આ નવી અને સરળ રેસીપી વિશે…

અત્યારે કોરોના સંક્રમણ દરેક બાજુ ફેલાયેલો છે અને કોરોના તમારા પર પણ ભારે પડી શકે છે. જ્યારે તમારી ઈમ્યુનિટી નબળી હોય. તેથી ગરમીના દિવસોમાં ડુંગળી અને કાચી કેરીનો આ કંચુબર તમારી ઈમ્યુનિટી વધારવામાં મદદગાર સિદ્ધ થશે. આવો જાણીએ કચુંબરની સામગ્રી અને સરળ વિધિ

સામગ્રી- 1 મોટા આકારની કેરી, એક મોટી ડુંગળી, 1 લીલા મરચાં, 1/2 ચમચી લાલ મરચાં પાઉડર, 1/2 ચમચી સંચણ, 1/2 ચમચી જીરું પાઉડર, મીઠુ સ્વાદ પ્રમાણે, થોડો કોથમીર સમારેલું

વિધિ- કેરીને છીલીને નાના-નાના ટુકડામાં કાપી લો. હવે ડુંગળી, લીલા મરચાંને ઝીણું સમારી લો. હવે એક બાઉલમાં સમારેલી કેરી, ડુંગળી, લીલા મરચાં નાખી દો. ઉપરથી લાલ મરચાં પાઉડર, શેકેલું જીરું પાઉડર, સંચણ અને મીઠુ સ્વાદપ્રમાણે નાખી સારી રીતે મિક્સ કરી લો. હવે સમારેલું કોથમીર મિક્સ કરો. લો તૈયાર છે ઈમ્યુનિટી વધારતો સ્વાદિષ્ટ કચુંબર.

અમે આશા રાખીએ છીએ કે તમને આ રેસીપી ખુબ જ રસપ્રદ લાગી હશે . તમે એકવાર જરૂર ને જરૂર ટ્રાય કરજો આ રેસીપી અને ત્યાર બાદ સ્વાદ કેવો લાગ્યો એ બાબત કોમેન્ટ કરીને જરૂર બતાવજો જેથી કરીને અમારા અન્ય વાચક મિત્રોને તમારો રીવ્યુ સરળતાથી મળી રહે અને સૌ કોઈ સુધી આ સ્વાદિષ્ઠ રેસીપી પહોચી રહે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment