Breaking News

બનાવો અનોખી સ્પાઈસી ચણાની ચાટ , એક વાર ખાશો તો ખાતા જ રહી જશો..

આજે અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ એક નવી રેસીપી જે અજમાવતાની સાથે જ તમારા કિચનની શોભા વધી જશે. ચારેય બાજુ નવી રેસીપીથી બનાવેલા સ્વાદિષ્ટ ખાણાની સુગંધ પ્રસરી જશે. તો ચાલો જાણીએ આ નવી અને સરળ રેસીપી વિશે…

સામગ્રી : 100 ગ્રામ ચણા, 25 ગ્રામ વટાણાના દાણા, 1 મધ્યમ આકારની ડુંગળી, 2 લીલા મરચાં, 1 ચપટી અડદની દાળ, લીમડો, 1 ચમચી લીંબૂનો રસ, 2 ચમચી તેલ, 1 ચપટી સરસવનુ તેલ સ્વાદ મુજબ મીઠું, સેંવ પા વાટકી

વિધિ : સ્પાઈસી કાબુલી ચાટ બનાવવા સૌથી પહેલા ચણાને 5-6 કલાક માટે પલાડીને રાખો. થોડું મીઠું અને ચપટી સોડાની સાથે ચણાને રાંધવું. હવે વટાણીના દાણાને ગરમ પાણીમાં એક -બે સીટી લઈ તાપ બંદ કરીને પાણી નિથારી લો. ડુંગળી અને લીલા મરચાં સમારી લો.

હવે તેલ ગરમ કરો અને તેમાં અડદની દાળ અને સરસવ નાખો અને શેકવું. તેમાં મરચા મીઠા લીમડા નાખી ફ્રાય કરો. હવે તેમાં ડુંગળી નાખો અને નરમ થતા સુધી શેકવું અને પછી તેમાં ચણા નાખો. મીઠું નાખી હલાવો. લીંબૂનો રસ નાખો. કોથમીર, સેંવ નાખી અને તૈયાર સ્પાઈસી ચણા ચાટનો પરિવારવાળાની સાથે આનંદ લો.

અમે આશા રાખીએ છીએ કે તમને આ રેસીપી ખુબ જ રસપ્રદ લાગી હશે . તમે એકવાર જરૂર ને જરૂર ટ્રાય કરજો આ રેસીપી અને ત્યાર બાદ સ્વાદ કેવો લાગ્યો એ બાબત કોમેન્ટ કરીને જરૂર બતાવજો જેથી કરીને અમારા અન્ય વાચક મિત્રોને તમારો રીવ્યુ સરળતાથી મળી રહે અને સૌ કોઈ સુધી આ સ્વાદિષ્ઠ રેસીપી પહોચી રહે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

જાણી લો અનોખી કચુંબરની રેસીપી : ડુંગળી કાચી કેરી, કોથમીર અને મરચાનો કંચુબર…

આજે અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ એક નવી રેસીપી જે અજમાવતાની સાથે જ તમારા કિચનની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *