જે ખેડૂતોએ પોતાના ખેતરમાં કપાસનો પાક વાવ્યો હતો. તેવા મોટાભાગના ખેડૂતોએ પોતાના ખેતરમાંથી ઉત્પાદન થયેલા તમામ પાકને આ વર્ષે કપાસના સારા ભાવ મળવાને કારણે વેચી દીધો હતો. પરંતુ જે ખેડૂતોએ કપાસનો પાક સાચવી રાખ્યો છે. તેઓ હાલ ખૂબ વધારે ભાવ મેળવી શકવાના અંદર બની ગયા છે.
આ વર્ષે કપાસનું સૌથી વધુ ઉત્પાદન થયું છે. તેમજ કપાસ ની માંગ ખૂબ વધારે હોવાને કારણે કપાસના ભાવ આ વર્ષે ખૂબ જ સારા રહ્યા છે. ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડમાં કપાસની ખૂબ સારી આવક નોંધાઇ હતી. તેમજ દરેક ખેડૂતોને ભાવ પણ ખૂબ જ સારા મળ્યા હતા .એટલા માટે મોટાભાગના ખેડૂતોને કપાસના પાકને વેચીને રોકડ રકમ સાથે લઈ લીધી હતી..
પરંતુ અમુક ખેડૂતો એ હજુ પણ કપાસનો પાક વેચયો નથી. એવામાં અમેરિકા,ચીન જેવા મોટા મોટા દેશોની નજર ભારત પર રહેલી છે. કપાસના પાકને લઈને અમેરિકા અને ચીન ભારત પર ખૂબ જ વધારે નિર્ભર થવા લાગ્યું છે. એટલા માટે કપાસના પાકમાં એકાએક જ ઉછાળો આવ્યો છે..
અને કપાસનો હાલ 2800 રૂપિયાની બહાર થઈ ગયો છે. અને અમુક માર્કેટયાર્ડમાં તો ત્રણ હજાર રૂપિયાને પાર પણ કપાસનો ભાવ બોલી રહ્યો છે. સારી ક્વોલિટીના કપાસના ભાવ 3000 રૂપિયા આસપાસ વેચાય છે. જ્યારે હલકી ગુણવત્તાવાળા કપાસનો ભાવ 2200 થી 2500 રૂપિયા અને મધ્યમ કપાસનો ભાવ 2400 થી 2700 રુપિયા આસપાસ જોવા મળ્યો છે..
આ ઉપરાંત જુદા જુદા માર્કેટિંગ યાર્ડ દીઠ સૌથી વધુ ભાવ રાજકોટ માર્કેટીંગ યાર્ડમાંથી મળ્યા છે. ગોંડલમાં 2200 રૂપિયાથી 2800 રૂપિયા, બાબરામાં 2600 થી 3000 રૂપિયા, તળાજામાં 2000 થી 2700 રૂપિયા, ગઢડામાં 2100 થી 2900 રૂપિયાની સાથે સાથે દરેક જિલ્લાઓના માર્કેટિંગ યાર્ડમાં સારી ક્વોલિટીના કપાસના ભાવ બોલાયા છે.
હાલ સારી ક્વોલિટીની કપાસની માંગ વધારે છે.. કારણકે કપાસના પાકને આ વર્ષે ખૂબ સારું વાતાવરણ મળ્યું નથી. અને ગુલાબી ઇયળનો પણ ખૂબ ખતરો જોવા મળ્યો હતો. એટલા માટે સારી ગુણવત્તાવાળા કપાસ ખૂબ ઓછા દેખાયા છે. જેના પગલે ભાવમાં મોટો વધારો થયો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]