હનુમાનજયંતીના પવિત્ર પર્વ પર સાળંગપુર હનુમાનધામ જગ-જગારા મારી રહ્યું છે. આ પવિત્ર દિવસે તમને કષ્ટભંજનદાદાના સુવર્ણ અને હીરાજડિત વાઘાનાં દર્શન કરાવે છે. દાદાના આ વાઘા કેવી રીતે તૈયાર થયા , કેટલો સમય લાગ્યો , કઈ જગ્યા એ બન્યા એ તમામ વિગતો જાણો અમારા આ લેખના માધ્યમથી..
કષ્ટભંજન દેવના આ વાઘાની કુલ કિંમત રૂપિયા 6.50 કરોડ છે. આ વાઘામાં અંદાજે 8 કિલો સોનાનો ઉપયોગ થયો છે. આ વાઘા બનાવવા માટે 22 ડિઝાઇનર્સની ટીમને કાર્યરત કરવામાં આવી હતી. આ વાઘાનું મુખ્ય કામ અંજારના હિતેષભાઈ સોનીએ કર્યું છે.
તેમજ કેટલુંક કામ રાજકોટ અને જયપુરમાં પણ કરાવવામાં આવ્યું છે. આ વાઘા બનાવવા માટે ડિઝાઇનર્સ સહિત 100 જેટલા સોનીઓની મદદ લેવાઈ હતી. આ લોકોએ 1050 કલાકની મહેનત બાદ કષ્ઠભંજન દાદાના આ વાઘા તૈયાર કર્યા હતા. આ વાઘાને સંપૂર્ણ તૈયાર થવામાં એક વર્ષનો સમય લાગ્યો હતો.
દાદાના મુગટ અને કુંડળમાં અસલી ડાયમંડ લગાડવામાં આવ્યા છે, જેની કિંમત આશરે 1 કરોડ રૂપિયા છે. આ સુવર્ણ અને હીરાજડિત વાઘામાં અર્વાચીન અને પ્રાચીન સુવર્ણકળાનું કોમ્બિનેશ જોવા મળે છે.
જેમાં રિયલ ડાયમંડ અને એમરલ્ડ સ્ટોનની સાથે રિયલ રુબી પણ જડવામાં આવ્યું છે. આ ઉપરાંત થ્રીડી વર્ક, બિકાનેરી મીણો, પેઈન્ટિંગ મીણો, ફિલિગ્રી વર્ક અને સોરોસ્કી પણ જડેલું છે. આ મહામૂલા વાઘામાં એન્ટિક વર્કની સાથેસાથે રિયલ મોતી પણ લગાડવામાં આવ્યા છે.
આ વાઘા બનાવવાનું કામ વિવેકસાગર સ્વામીની દેખરેખમાં હેઠળ થયું છે. આ માટે ઘણીબધી ડિઝાઇન બનાવીને તપાસવામાં આવી હતી. સમયાંતરે સંતોના માર્ગદર્શનથી આ ફાઈનલ ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે દાદાના આ સુવર્ણજડિત વાઘા કેશપ્રસાદ સહિત મહંત વિષ્ણુપ્રકાશદાસજી તથા હરિપ્રકાશદાસજી સ્વામી દ્વારા અર્પણ કરવામાં આવ્યા છે.
સાળગપુર કષ્ટભંજન હનુમાનજીના સોનાના વસ્ત્રો સંતોને દાતાઓએ અપર્ણ કર્યા હતા. રૂપિયા 6.50 કરોડના ખર્ચે આઠ કિલો સોના તથા હીરા જડિત સોનાના વસ્ત્રો દાદાને અપર્ણ કરવામાં આવ્યા હતા. આ સમયે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, વડતાલ ગાદીપતિ રાકેશપ્રસાદ મહારાજ સહિતના અન્ય સંતો હાજર રહ્યા હતા.
આ વાઘામાં રિયલ ડાયમંડ, રૂબી, બિકાનેરી મીણા અને એન્ટીક વર્કનો પણ સમન્વય જોવા મળે છે. સંતોના માર્ગદર્શનથી મુગટ અને કુંડળમાં સાચા હીરા જડીત વર્ક કરવામાં આવ્યું હતું. આ માટે ભક્તોએ 250 રૂપિયાથી લઈને 1 કરોડ રૂપિયા સુધીનું દાન આપ્યું હતું.