Breaking News

હનુમાનજીના આ ૮ ગુણો કે જેને જીવનમા અનુસરવાથી બદલાઈ જશે તમારું જીવન, બળ અને બુધ્ધિ થશે સંતુલિત

હનુમાનજી ને વર્તમાન યુગ મા એક વિશેષ દેવગણ તરીકે પૂજવા મા આવે છે. રામભક્ત હનુમાન ક્યારેય પણ તેમના ભક્તો પર સમસ્યાઓ નથી આવવા દેતા. રામાયણ ના સુંદરકાંડ તથા તુલસીદાસ ની હનુમાન ચાલીસા મા પ્રભુ શ્રી હનુમાનજી ના સંપૂર્ણ જીવન અંગે વિસ્તારપૂર્વક વર્ણન કરવા મા આવ્યુ છે. હનુમાનજી એ અનેક લોકો માટે પ્રેરણાદાયી છે. હનુમાનજી ના વિશે તુલસીદાસ એવો ઉલ્લેખ કરે છે કે , ‘ સંકટ કટે મિટે સબ પીડા, જો સુમરે હનુમંત બક બીરા’.

આ સાખી નો અર્થ એવો થાય છે કે , હનુમાનજી દરેક પ્રકાર ની સમસ્યા ને દૂર કરવા ની ક્ષમતા ધરાવે છે. તુલસીદાસ દ્વારા રામાયણ ના સુંદરકાંડ મા એ વાત નો પણ ઉલ્લેખ કર્યો છે કે કેવી રીતે બળ અને બુધ્ધિ નો યોગ્ય ઉપયોગ કરી ને હનુમાનજી એ સીતા માતા ને શોધી કાઢયા હતા. હાલ , આપણે હનુમાનજી મા રહેલા અમુક ગુણતત્વો વિશે ચર્ચા કરીશુ જેને જીવન મા અપનાવવા થી તમારા જીવન મા આવેલી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે.

લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે અમુક સમયે ઝૂકી જવુ : સીતા માતા ની શોધ કરતા સમયે જ્યારે હનુમાનજી સમુદ્ર પર થી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમનો માર્ગ ‘સુરસા’નામ ના નાગે રોકી લીધો અને તેમણે તેમને ગળી જવા ની હઠ પકડી. ત્યારે હનુમાનજીએ તેમને જણાવ્યુ કે સૌપ્રથમ તે પોતાના પ્રભુ શ્રી રામ નુ કાર્ય પૂર્ણ કરી લે ત્યારબાદ તે તેમનો આહાર બની જશે.

પરંતુ , સુરસા ના માન્યા ત્યારે હનુમાનજી સમજી ગયા કે તેમનો અહંકાર દૂર કરવો જોશે. માટે તેમણે પોતાનુ કદ નાનુ કર્યુ અને તેમના મુખ મા જઈ ને બહાર નીકળી ગયા. તેમના થી સુરસા પ્રસન્ન થયા અને લંકા જવા માટે નો માર્ગ ખોલી નાખ્યો. હનુમાનજી ની આ વાત પર થી શીખ મળે છે કે , જ્યારે વાત અહંકાર ની આવે ત્યારે બળ નહી પરંતુ બુધ્ધિ નો પ્રયોગ કરવો અને લક્ષ્ય પ્રાપ્તિ માટે અમુક સમયે ઝુકવુ પણ શ્રેષ્ઠ ગણાય છે.

સમસ્યા નહી પરંતુ સમાધાન બનો : જે સમયે લક્ષ્મણ રણભૂમી મા મૂર્છીત થઈ ને પડી ગયા ત્યારે તેમના પ્રાણ બચાવવા માટે હનુમાનજી સંપૂર્ણ પર્વત ઉપાડી ને લઈ આવ્યા હતા. કારણ કે , તે સંજીવની બુટ્ટી લઈ આવી ને લક્ષ્મણ ના પ્રાણ બચાવવા ઈચ્છતા હતા. હનુમાનજી ની આ વાત શીખવે છે કે , મનુષ્ય એ ક્યારેય પણ સમસ્યા નહી પરંતુ , સમાધાન બનવા નો પ્રયાસ કરવો.

નેતૃત્વ ની ક્ષમતા : સમુદ્ર મા પુલ બનાવવા માટે ઓછા સમય મા વાનરસેના પાસે થી વધુ કાર્ય કઈ રીતે કરાવવુ. આ વિશિષ્ટ આવડત હનુમાનજી મા રહેલી હતી, આ ઉપરાંત યુધ્ધ સમયે પણ તેમણે વાનરસેના નુ યોગ્ય રીતે સંચાલન કર્યુ હતુ.

આદર્શો મા કોઈપણ પ્રકાર ની બાંધછોડ નહી : લંકા મા રાવણ ના ઉપવન મા જ્યારે હનુમાનજી અને મેઘનાથ વચ્ચે ભીષણ યુધ્ધ થયુ હતુ ત્યારે યુધ્ધ મા મેઘનાથ દ્વારા બ્રહ્માસ્ત્ર નો ઉપયોગ કરવા મા આવ્યો હતો, હનુમાનજી ધારત તો તેને તોડી શકતા હતા. પરંતુ , આમ કરી ને તે આ અસ્ત્ર ના મહત્વ ને ઓછુ કરવા ના ઈચ્છતા હતા. માટે તેમણે આ તીવ્ર અસ્ત્ર ના ઘા ને સહન કરી લીધો. આ વિષય પર તુલસીદાસજી હનુમાનજી વિશે એક અત્યંત સુંદર શ્લોક લખે છે.

“બ્રહ્મા અસ્ત્ર તંહી સાધા , કવિ મન કિન્હ વિચાર. જો ન બ્રહાસત માનઉ મહિમા મિદાર્દ અપાર.”

સમય અનુસાર કાર્ય કરવુ આવશ્યક : જ્યારે હનુમાનજી લંકા ના દ્વારે પહોચ્યા ત્યારે લંકીની નામ ની રાક્ષસી આ દ્વાર પાસે ઊભી હતી. આ સમયે હનુમાનજી એ જરાપણ સમય બગાડયા વિના તેના પર હુમલો કરી દીધો અને લંકા મા પ્રવેશી ગયા. આ પર થી એ શીખ પ્રાપ્ત થાય છે કે જ્યારે લક્ષ્ય સાવ નજીક હોય અને તેને મેળવવા માટે સમય ખૂબ ઓછો હોય ત્યારે પરિસ્થિતિ ની માંગ પ્રમાણે બળ નો ઉપયોગ કરવો અયોગ્ય નથી.

બહુમુખી ભૂમિકા મા બજરંગબલી : આપણે હંમેશા જીવન મા પોતાના જ્ઞાન અને શક્તિ દ્વારા અન્ય લોકો ને નીચા દેખાડતા હોઈએ છીએ. પરંતુ , આ વાત જરા પણ યોગ્ય નથી. હનુમાનચાલીસા અનુસાર જ્યારે બજરંગબલી સીતા માતા પાસે જાય છે ત્યારે તે પોતાને સુક્ષ્મ રૂપ મા રાખે છે. કારણ કે , અહી તે પુત્ર ની ભૂમીકા ભજવતા હતા. ત્યારે તે પોતાની અસીમ શક્તિ દ્વારા તેમનો સંહાર કરી નાખે છે. આમ , તેમણે એક જ સમયે પરિસ્થિતિ અનુસાર પોતાની શક્તિ નો પ્રયોગ કરવા ની શીખ આપે છે.

સમર્પણ : હનુમાનજી એક શ્રેષ્ઠ બ્રહ્મચારી હતા. તેમના બ્રહ્મચર્ય સામે કામદેવ પણ નતમસ્તક હતા. એ વાત સત્ય છે કે હનુમાનજી વિવાહિત હતા. પરંતુ , આ વિવાહ તેમણે ગુરૂ સૂર્યદેવ ના આદેશ પર કર્યા હતા. આ વાત પ્રભુ શ્રી હનુમાનજી નુ જ્ઞાન પ્રત્યે નુ સમર્પણ દર્શાવે છે અને આ કારણોસર જ તેમને અષ્ટ સિધ્ધિઓ અને નવ નિધિઓ ની પ્રાપ્તિ થઈ છે.

લક્ષ્ય પ્રાપ્ત ના થાય ત્યા સુધી ના જંપવુ : હનુમાનજી જ્યારે સીતા માતા ની શોધ માટે સમુદ્ર પાર કરી ને ઉડી રહ્યા હોય છે ત્યારે સમુદ્ર ને એવો અહેસાસ થાય છે કે તે થાકી ગયા હશે એટલે તે મૈનાક પર્વત ને જણાવે છે કે , તેમને વિશ્રામ આપે ત્યારે મૈનાક પર્વત હનુમાનજી વિશ્રામ કરવા માટે આમંત્રીત કરે છે.

હનુમાનજી આ નિમંત્રણ નુ માન રાખી તેમનો સ્પર્શ કરી અને જણાવે છે કે જ્યા સુધી મારા પ્રભુ નુ સોંપેલુ કાર્ય પૂર્ણ ના થાય ત્યા સુધી વિશ્રામ ના કરી શકુ. આ વાત પર થી એ શીખ મળે છે કે જ્યા સુધી આપણ ને આપણુ લક્ષ્ય પ્રાપ્ત ના થાય ત્યા સુધી વિશ્રામ ના કરવો અને નિરંતર પરિશ્રમ કરતુ રહેવુ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) : તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

About Gujarat Posts Team

Check Also

મોગલધામ કાબરાઉ ખાતે માનતા પૂરી કરવા આવેલા પરિવારને મણીધર બાપુએ આપ્યો આ ઉપદેશ, કહ્યું તારા પરિવારને માં મોગલ હમેશા… વાંચો..!

ગુજરાતમાં કબરાઉં ખાતે માં મોગલધામ આવેલું છે. માં મોગલધામમાં દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ પધારતા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *