Breaking News

“હમેશા સારા માણસો સાથે ખરાબ અને ખરાબ માણસો સાથે થાય છે સારું”, જાણો આ પ્રશ્નનો યોગ્ય જવાબ

મિત્રો , તમે ઘણી વખત જોયુપણ હશે તથા અનુભવ્યુ હશે કે ઘણા સારા લોકો સાથે ખુબ જ ખરાબ થઈ રહ્યુ હોય છે જ્યારે અમુક ખરાબ લોકો આરામ ની તથા સુખમયી જીવન ગાળી રહ્યા હોય છે. તો આપણ ને ઘણી વખત એવો વિચાર આવે કે નાનપણ મા આપણ ને એવુ શિખવવા મા આવ્યુ છે કે જે સારુ કરશે તેની સાથે હંમેશા સારુ જ થશે તથા જે ખરાબ કરશે તેનુ હંમેશા ખરાબ જ થશે તો પછી આ વિપરીત પરિસ્થિતિ કેમ ?

આ મૂંઝવણ નો ઉત્તર અહી આપેલા આ પ્રસંગ ના વર્ણવવા મા આવેલો છે. એક વાર અર્જુન શ્રી વાસુદેવ ને પ્રશ્ન પૂછે છે કે , હે ગિરિધર હંમેશા સારા તથા સાચા લોકો ની સાથે જ અહિત કેમ થાય છે ? તથા ખરાબ અને જૂઠા લોકો સાથે હિત કેમ થાય છે ? આ પ્રશ્ન નો ઉત્તર આપવા વાસુદેવ અર્જુન ને એક કથા સંભળાવે છે.

આ વાત છે પૌરાણીક કાળ ની. જ્યારે એક નગરી મા બે પુરુષો વસવાટ કરતા હતા. પ્રથમ પુરુષ વેપારી હતો જે સજ્જન અને સારુ વ્યક્તિત્વ ધરાવતો હતો તથા નિત્ય ધર્મ અને નીતિ નુ પાલન કરતો અને પ્રભુ ભક્તિ મા લીન રહેતો હતો અને દુષ્કર્મ તથા અધર્મ ના કાર્યો થી દુર રહેતો જ્યારે બીજો પુરુષ તેના થી અલગ વ્યક્તિત્વ ધરાવતો. તે દુષ્ટ તથા અધર્મ નુ આચરણ કરતો તથા તે ચોરી-લૂંટફાટ જેવા પાપ કરતો.

એક દિવસ આ નગરી મા ભારે વર્ષા થાય છે તે સમયે સૌ કોઈ પોતાના ઘર મા હતા અને મંદિર મા ફક્ત પૂજારી હતા. પેલા દુષ્ટ વ્યક્તિ એ આ અવસર નો લાભ લઈ મંદિર ના બધા જ કિંમતી આભૂષણો તથા ધન ચોરી ને ફરાર થઈ ગયો. આ જ વેળા એ વેપારી આ મંદિર ના દર્શન હેતુ આવે છે ને ચોરી નો આરોપ તેના પર લાગી જાય છે.

મંદિર ની બહાર ટોળુ જમા થયુ ને બધા આ વિશે ચર્ચા કરવા લાગ્યા. આ વેપારી જેવો મંદિર ની બહાર નિકળ્યો કે તેનુ એક્સિડન્ટ થાય છે અને તે ઈજાગ્રસ્ત થાય છે. આ એક્સિડન્ટ થી ઈજાગ્રસ્ત વેપારી જ્યારે માર્ગ પર ચાલી રહ્યો હોય છે ત્યારે તે આ દુષ્ટ વ્યક્તિ ને જુએ છે કે તે હર્ષોલ્લાસ થી નાચી રહ્યો હોય છે ને કહે છે કે આજે તો ભાગ્ય ચમકી ગયુ એક સાથે આટલુ બધુ ધન.

આ સાંભળી વેપારી નો ભગવાન પર થી ભરોસો ઊઠી જાય છે અને ઘર મા રહેલી ભગવાન ની બધી જ છબીઓ નો ઘર ની બહાર ઘા કરી દે છે. થોડા સમય પશ્ચાત બંને પુરુષો મૃત્યુ પામે છે અને જયારે બંને ને યમરાજ ની સમક્ષ પ્રસ્તુત કરવા મા આવે છે ત્યારે વેપારી ક્રોધિત સ્વર મા યમરાજ ને પૂછે છે કે હુ હંમેશા થી સારા કર્મ કરતો હતો. તેમ છતા મને દુઃખ જ પ્રાપ્ત થયુ ને આ હંમેશા અધર્મ ના રસ્તે ચાલતો હતો તેમ છતા તેને સુખ પ્રાપ્ત થયુ આવુ કેમ ?

વેપારી ને પ્રત્યુત્તર આપતા યમરાજ જણાવે છે કે જયારે તારુ એક્સિડન્ટ થયુ ત્યારે જ તારા મૃત્યુ નો યોગ સર્જાયો હતો. પરંતુ , તારા સારા કર્મો ને લીધે તે એક સામાન્ય એક્સિડન્ટ મા પરિવર્તિત થઈ ગયુ અને આ દુષ્ટ ના યોગ મા રાજયોગ હતો પરંતુ , તેના ખરાબ કર્મો ના લીધે તે એક ધન ની પોટલી પુરતો સીમીત થઈ ગયો.

વાર્તા ના અંતે વસુદેવ અર્જુન ને જણાવે છે કે ભગવાન આપણ ને આપણા કર્મો નુ ફળ કોઈ ને કોઈ સ્વરૂપ મા આપતા જ હોય છે. પછી તે કર્મ સારા હોય કે ખરાબ. પરંતુ , તેને આપણે પારખી શકતા નથી. માટે મિત્રો સારા કર્મો નો માર્ગ ક્યારેય પણ છોડવો નહી. હંમેશા સારા કર્મો કરતા રહો તમને શુભ ફળ અવશ્ય મળશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) : તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

About Gujarat Posts Team

Check Also

મોગલધામ કાબરાઉ ખાતે માનતા પૂરી કરવા આવેલા પરિવારને મણીધર બાપુએ આપ્યો આ ઉપદેશ, કહ્યું તારા પરિવારને માં મોગલ હમેશા… વાંચો..!

ગુજરાતમાં કબરાઉં ખાતે માં મોગલધામ આવેલું છે. માં મોગલધામમાં દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ પધારતા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *