હાલમાં જ સ્પેનમાં રમાયેલ સ્પેનિશ પૈરા આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ટુર્નામેન્ટ 2022માં ગુજરાતની માનસી જોશીએ શાનદાર પ્રદર્શન કરતા એક ગોલ્ડ અને બે સિલ્વર મેડલ પોતાના નામે કર્યા છે. આ ટુર્નામેન્ટમાં સિગલ્સ કેટેગરીમાં ગોલ્ડ, મહિલા ડબલ્સ અને મિક્સ ડબલ્સ કેટેગરીમાં બે સિલ્વર મેડલ જીત્યા હતા.
8 માર્ચના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે આ દિવસે ગુજરાતની સ્ટાર પેરા એથલિટ માનસી જોશીને સુંદર ભેટ મળી હતી. પેરા એથલેટીક્સમાં બેડમિન્ટન ક્ષેત્રે ગુજરાત સહિત ભારતમાં નામનો ડંકો આંતરરાષ્ટ્રીય કક્ષાએ વગાડનાર માનસી જોશી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મહિલા કેટેગરીમાં વર્લ્ડ નંબર 1 પર પહોંચી ગઇ છે.
આ સ્થાન પર પહોંચવા માટે દરેક ખેલાડી તનતોડ મહેનત કરતા હોય છે. ત્યારે માનસી જોશીની મહેનત રંગ લાવી છે. માનસી જોશી હાલ પેરા બેડમિન્ટનમાં વર્લ્ડ ચેમ્પિયન પણ છે. માનસીએ નવ વર્ષની ઉંમરે આ રમત રમવાનું શરૂ કરી દીધું હતું. તેના પિતા ગિરીશ જોશી વૈજ્ઞાનિક તરીકે કામ કરતા હતા. તેમને બે પુત્રી અને એક પુત્ર છે.
ત્રણેય બાળકો પોતાના પિતાને આદર્શ માને છે. તેઓ પણ એક ટેનિસ ખેલાડી રહી ચૂક્યા છે. મૂળ રાજકોટની વતની માનસીએ શરૂઆતના દિવસોમાં શાળા અને જિલ્લા સ્તર પર ઘણી ટૂર્નામેન્ટોમાં સફળતા હાંસલ કરી હતી. પરંતુ 2011માં માનસીની જિંદગીમાં એક મોટી દુર્ઘટના ઘટી. માનસી સ્કૂટર પર જઈ રહી હતી ત્યારે પાછળથી એક ટ્રકે તેને ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં તેનો ડાબો પગ કાપવો પડ્યો હતો. માનસી 50 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રહી હતી. પરંતુ તેણે હિંમત ન હારી અને બીજીવાર રમવાનું શરૂ કર્યું. માનસીએ નક્કી કર્યું કે તે પોતાના સપનાને મરવા દેશે તેણે હૈદરાબાદમાં પુલેલા ગોપીચંદની એકેડમીમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. માનસી ઇલેક્ટ્રોનિક એન્જિનિયર
તમને જણાવી દઇએ કે હાલમાં જ સ્પેનમાં રમાયેલ સ્પેનિશ પૈરા આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ટુર્નામેન્ટ 2022 માં ગુજરાતની માનસી જોશીએ શાનદાર પ્રદર્શન કરતા એક ગોલ્ડ અને બે સિલ્વર મેડલ પોતાના નામે કર્યા છે. આ ટુર્નામેન્ટમાં સિગલ્સ કેટેગરીમાં ગોલ્ડ, મહિલા ડબલ્સ અને મિક્સ ડબલ્સ કેટેગરીમાં બે સિલ્વર મેડલ જીત્યા હતા.
મહત્વનું છે કે માનસી જોશીએ રેન્કિંગમાં ગુજરાતની જ પારૂલ પરમારને પછાડીને પહેલું સ્થાન મળવ્યું છે. તો માનસી જોશીની સિદ્ધિની વાત કરીએ તો તેને વર્ષ 2020 માં TIME મેગેઝીનના એશિયા એડિશનના કવર પેજમાં સ્થાન મળ્યું છે. આવી સિદ્ધિ મેળવનાર માનસી જોશી વિશ્વની પહેલી પેરા એથલીટ અને ભારતની અને ગુજરાતની પહેલી ખેલાડી બની છે.
માનસી જોશીની કારકિર્દીની વાત કરીએ તો તેણે વર્ષ 2015 માં પેરા એથલિટ તરીકે બેડમિન્ટન રમવાનું શરૂ કર્યું હતું. 4.5 વર્ષની અથાગ મહેનત બાદ તે વર્લ્ડ ચેમ્પિયન બની હતી. તેને મહિલા કેટેગરીમાં વર્લ્ડ નંબર 1 સુધી પહોંચતા 6.5 વર્ષ લાગ્યા હતા
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]