હાલ શિયાળુ પાકની સીઝન હવે પૂરી થવા આવી છે. એવામાં શાકભાજી અને ફળફળાદીના ભાવ આસમાનની ઉંચાઈઓને અડકી રહ્યા છે. મોટાભાગના માર્કેટયાર્ડમાં શાકભાજી અને ફળફળાદીના ભાવો એટલા બધા ઊંચા રહ્યા છે. કે જેની ન પૂછો વાત ઉનાળાની શરૂઆત થતાની સાથે જ લીંબુ નું વેચાણ ખૂબ જ વધી જતું હોય છે…
કારણ કે ઉનાળા ની અંદર લોકો લીંબુ શરબત અને લીંબુ સોડા ખૂબ જ પીવે છે. આ સાથે સાથે લીંબુની બનાવટો પણ વધારે પ્રમાણમાં બનતી હોય છે. એટલા માટે ઉનાળામાં સૌથી વધારે વપરાશ લીંબુનો થાય છે. ગુજરાતના સુરેન્દ્રનગર અને વડોદરા પંથકમાં લીંબુના ભાવમાં એકા એક વધારો નોંધાયો છે..
એક સાથે જ 150 થી 170 રૂપિયા ભાવ વધી જતા કિલો લીંબુના નવા ભાવ 200 રૂપિયાને પાર પહોચી ગયા છે. ગુજરાતમાં લીંબુનું ઉત્પાદન ખૂબ જ ઓછું થાય છે. જ્યારે મોટાભાગના લીંબુ અન્ય રાજ્યોમાંથી આવતા હોય છે. અત્યાર સુધી દેશી લીંબુના ભાવ ૮૦ થી ૧૦૦ રૂપિયા કિલો વેચાઈ રહ્યા હતા.
પરંતુ લીંબુની આવક ધીમે-ધીમે ઓછી થઈ જવાથી લીંબુને દક્ષિણ ભારતમાંથી લાવવામાં આવે છે. ઊનાળાની સિઝન શરૂ થતાની સાથે જ લીંબુના ભાવ આસમાને પહોચવા લાગ્યા છે. દક્ષિણ ભારતથી ગુજરાત સુધી લીંબુને પહોંચાડવા માટે નો ખર્ચ પેટ્રોલ-ડીઝલ પર આધારિત છે. અને પેટ્રોલ ડીઝલના ભાવ વધવાને કારણે લીંબુ ખૂબ જ મોંઘા થયા છે.
છૂટક શાકમાર્કેટ ની વાત કરીએ તો વડોદરાના શાકમાર્કેટમાં કિલો લીંબુ નો ભાવ 170 રૂપિયા પહોંચ્યો છે. જ્યારે જુદા જુદા જિલ્લાઓમાં આવેલા શાકમાર્કેટમાં લીંબુનો સરેરાશ ભાવ ૨૦૦ રૂપિયાથી લઈને 250 રૂપિયા સુધી પહોંચ્યો છે. જયારે 10 કિલોના ભાવ 2000ને પાર અને 20 કિલોના ભાવ 4000 ને પાર પહોચી ગયો છે.
હકીકતમાં આ ભાવ વધવાનું કારણ લીંબુનું ઓછું ઉત્પાદન અને લીંબુના પાકમાં આવતી સુકવણીના બનાવોને કારણે થયું છે. મોટાભાગના વેપારીઓનું કહેવું છે કે અત્યારે બજારમાં જે લીંબુ વેચાય છે તે બહારના રાજયોમાંથી લાવેલા લીંબુ છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ અતિશય માત્રામાં વધી જવાથી આ લીંબુ ખૂબ જ મોંઘા પડે છે..
પરંતુ બજારમાં માંગ વધારે છે તેમજ ભાવ પણ વધારે છે એટલા માટે અને હાલ કોઈ મુશ્કેલી પડતી નથી. પરંતુ લીંબુ ખરીદનાર ગૃહિણીઓને લીંબુના ભાવ જોતાની સાથે જ આંખો લાલઘૂમ થવા લાગે છે. કારણ કે લીંબૂના આટલા બધા માં તેઓએ આજ પહેલા ક્યારેય પણ જોયા નથી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]