Breaking News

ઘરેથી ચોરી થઇ ગયું દુનિયાનું સૌથી મોટું સસલું…પરત લાવનારને મળશે ઇનામ…

દુનિયાનું સૌથી મોટું સસલુ પોતાના માલિકના ઘરથી ચોરી થઇ ગયું છે. આ સસલાને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં દુનિયાનું સૌથી મોટું સસલાના ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યું છે. સસલાની ચોરી થવાની ફરિયાદ મળવા પર પોલીસ તેની શોધમાં લાગી ગઇ છે. સસલાની માલકિને સસલાની જાણકારી આપનારને ઇનામ આપવાનું એલાન કર્યું છે.

વેસ્ટ મર્સિયા પોલીસનું કહેવું છે કે 129cm લાંબુ વિશાળકાય સસલું ઘરથી ચોરી થઇ ગયું છે. આ દુનિયાનું સૌથી મોટું સસલું છે. જેનું નામ ડેરિયસ છે. શનિવાર રાતે ચોરીઓ તેને ચોરી લીધું છે.

2010માં આ સસલાને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું હતું. સસલાના માલિક એનેટ એડવર્ડસે ચોરની જાણકારી આપનાર અને તેને પરત લાવનારને એક લાખથી વધારે રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. તેનું કહેવું છે કે જે દિવસે સસલાની ચોરી થઇ તે તેની જીંદગીનો સૌથી દુખદ દિવસ હતો.

એડવર્ડસે ટ્વિટર પર લોકોને અપીલ કરતા લખ્યું કે જેને પણ ડેરિયસને લીધું છે, મહેરબાની કરીને તેને પરત આપી દો. તે હવે બ્રીડિંગ માટે ખુબ મોટું થઇ ગયું છે. જ્યારે વેસ્ટ મર્સિયાની પોલીસે સસલાની ચોરીની પુષ્ટી કરતા કહ્યું કે સસલાની કોઇપણ જાણકારી મળવા પર સૂચના આપવાની અપીલ કરી છે. તેના માટે પોલીસે નંબર પણ જાહેર કર્યો છે.

જાણકારી અનુસાર, મહાદ્વીપનું સૌથી મોટું આ સસલું શનિવાર 10 એપ્રિલથી 11 એપ્રિલની રાતે ચોરી થયું છે. એ સમયે સસલું પોતાના માલિકના બગીચામાં પોતાના બાડેમાં હતું.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) : [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *