Breaking News

ઘરે કઈ રીતે બનાવવી બટાટા કચોરી ? જાણો એકદમ સરળ અને ઝડપી રીત..

આજે અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ એક નવી રેસીપી જે અજમાવતાની સાથે જ તમારા કિચનની શોભા વધી જશે. ચારેય બાજુ નવી રેસીપીથી બનાવેલા સ્વાદિષ્ટ ખાણાની સુગંધ પ્રસરી જશે. તો ચાલો જાણીએ આ નવી અને સરળ રેસીપી વિશે…

બટાકાની કચોરી સવારે નાસ્તા કે પછી સ્નેકના રૂપમાં ખાઈ શકો છો. જે દિવસ તમારા બાળકોને રજા હોય કે પછી તમે જાતે ઓફિસમાંથી રજા પર છો તો બટાકાની કચોરી બનાવવાનુ ન ભૂલો. તમે તેને સાંજે ચા સાથે પણ ખાઈ શકો છો. તો આવો આજે અમે તમને આ બનાવવાની રીતે વિશે બતાવી રહ્યા છે.

  • લોટ માટે સામગ્રી :  – મેદો કે ઘઉંનો લોટ – 300 ગ્રામ
  • – રવો 200 ગ્રામ
  • – મીઠુ – સ્વાદમુજબ
  • – બેકિંગ સોડા – 1/4 ચમચી
  • – તેલ – 2 ચમચી

ભરાવનની સામગ્રી –  બટાકા 300, તેલ 1 ચમચી, જીરુ 1/2 ચમચી, ધાણા પાવડર 1 ½ ચમચી, લીલા મરચા – 2 આદુનો ટુકડો – 1 ½ ઈંચ, તળવા માટે તેલ

બનાવવાની રીત – સૌ પહેલા કચોડી માટે લોટ બાંધી લો. જેને માટે તમારે સામાન્ય ગરમ પાણીનો ઉપયોગ કરવો પડશે.
લોટ બાંધીને તેને અડધો કલાક માટે ઢાંકીને મુકી દો. હવે બટાકાને બાફી લો પછી તેને છોલીને નાના ટુકડા કરી લો.

હવે કઢાઈમાં તેલ ગરમ કરો તેમા જીરુ નાખો. પછી ધાણા પાવડર, લીલા મરચા, મીઠુ અને છીણેલો આદુ નાખીને 2-3 મિનિટ ફ્રાઈ કરો. હવે લોટની લીંબૂના આકારના લૂવા બનાવી લો. પછી તેણે હળવો દબાવીને વણી લો અને વચ્ચે એક કે દોઢ ચમચી ભરાવણ સામગ્રી ભરો.

કચોરીના કિનારાને વાળીને બંધ કરીને હલકા હાથે વણી લો. હવે આ રીતે બધી કચોરીઓ તૈયાર કરી લો અને ગરમ તેલમાં બ્રાઉન થતા સુધી તળી લો. તાપને મધ્યમ જ રાખો અને વચ્ચે પલટતા રહો. પછી કચોરીને નેપકિનમાં મુકીને પ્લેટમાં સર્વ કરો.

અમે આશા રાખીએ છીએ કે તમને આ રેસીપી ખુબ જ રસપ્રદ લાગી હશે . તમે એકવાર જરૂર ને જરૂર ટ્રાય કરજો આ રેસીપી અને ત્યાર બાદ સ્વાદ કેવો લાગ્યો એ બાબત કોમેન્ટ કરીને જરૂર બતાવજો જેથી કરીને અમારા અન્ય વાચક મિત્રોને તમારો રીવ્યુ સરળતાથી મળી રહે અને સૌ કોઈ સુધી આ સ્વાદિષ્ઠ રેસીપી પહોચી રહે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

જાણી લો અનોખી કચુંબરની રેસીપી : ડુંગળી કાચી કેરી, કોથમીર અને મરચાનો કંચુબર…

આજે અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ એક નવી રેસીપી જે અજમાવતાની સાથે જ તમારા કિચનની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *