સોશિયલ મીડિયા એક એવુ પ્લેટફોર્મ છે કે, જેમાં દેશ વિદેશના લોકોનું ટેલેન્ટ દુનિયાના તમામ લોકો સમક્ષ રજુ થાય છે. કેટલાક લોકોનું ટેલેન્ટ એટલું બધું જોરદાર હોય છે કે, તેના વિડીયોને વાયરલ થતા વાર લાગતી નથી. હાલ સોશિયલ મીડિયામાં એવા ઘણા બધા વિડીયો વાયરલ થાય છે કે જે જોતાની સાથે જ કેટલાય લોકોના હોશ ઉડી હતા હોય છે..
તેમજ કેટલાય લોકોની આંખો પણ પહોળી થઈ જતી હોય છે. મોટાભાગે સોશિયલ મીડિયામાં નાની ઉંમરના દીકરા દીકરીઓ તેમજ ખૂબ જ મોટી ઉંમરના દાદા દાદીઓની અવનવી તરતીબ ખૂબ જ વાયરલ થાય છે. આ સાથે જ પશુઓ અને પ્રાણીઓની સાથે સાથે રમુજી વિડીયો પણ ખૂબ જ વાયરલ થતા હોય છે..
હાલ સોશિયલ મીડિયામાં એક 75 વર્ષના ઘરડા દાદાનો ડાન્સ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ડાન્સને જોઈને તમે પણ કહી દેશો કે ૭૫ વર્ષની ઉંમરે આ ડાન્સના સ્ટેપ કરવા ખૂબ જ મુશ્કેલ ભર્યું કામ છે. છતાં પણ આ દાદા ખૂબ જ સારી રીતે ડાન્સ પરફોર્મ કરી રહ્યા છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, સ્ટેજ ઉપર ચડીને મુરઘા ડાન્સ કરવા લાગ્યા છે.
અને તેની આસપાસ તેને જોવા માટે ઘણા બધા લોકોની ભીડ ઉમટી પડી છે. આ દાદા 75 વર્ષની ઉંમરે ડાન્સને એવા સ્ટેપ પરફોર્મ કરી રહ્યા છે કે, તેને જોઈને આસપાસ ઉભેલા તમામ લોકો ખૂબ જ આનંદની લાગણીઓ માણી રહ્યા છે. એક બાજુ ધીમો ધીમો મ્યુઝીક વાગે છે. તો એક બાજુ દાદા મ્યુઝિકના લય ઉપર મુર્ગા ડાન્સ કરી રહ્યા છે.
ક્યારેક ગોઠણ ભરે બેસીને મુર્ગા ડાન્સ કરે છે. તો ક્યારેક વાંકા વળીને મુર્ગા ડાન્સ કરવા લાગે છે. ક્યારેક ક્યારેક તો અસલ મુર્ગાની જેમ એવી રીતે થનગને છે કે તેને જોઈને જ ભલભના લોકોની હસી છૂટી જાય છે. આ દાદા રૂઢિ રિવાજને પગલે સફેદ ધોતી અને સફેદ પહેરણ પહેરીને માથે પાઘડી પણ બાંધેલી છે. આ વિડીયો કયા જિલ્લાનો અને ક્યાંથી સામે આવ્યો છે તેની હજી કોઈ માહિતી મળી નથી..
પરંતુ હાલ આ વાયરલ વિડીયો યુ ટ્યુબમાં એક ચેનલ પરથી પ્રસારિત કરવામાં આવ્યો છે. આ વીડિયોને લઈને કોઈ સ્પષ્ટ માહિતીઓ મળી નથી. પરંતુ દાદા ના મુર્ગા ડાન્સને જોઈને સૌ કોઈ લોકો આનંદ માણી રહ્યા છે અને મન ભરીને આ વીડિયોને શેર કરી રહ્યા છે. તેમજ પોતાની પ્રોફાઇલ પર પણ અપલોડ કરી રહ્યા છે.
આ વીડિયોને ગણતરીની મિનિટોમાં જ લાખોની સંખ્યામાં વ્યુ મળી ગયા હતા. જેમાંથી કેટલાય લોકોએ ટીપણી કરી છે અને જણાવ્યું છે કે હકીકતમાં 75 વર્ષની ઉંમરે આ ડાન્સ કરવો ખૂબ જ અઘરો છે. તો કોઈ કહી રહ્યું છે કે, આ કોના પિતાજી છે. આ પિતાજીને ઘરમાં સાચવણી કરવી જોઈએ. આવા ડાન્સ અને ઠુમકાઓ લગાવીને તમે વડીલોનું અપમાન કરો છો…
તો વળી કોઈ કહી રહ્યું છે કે, આ દાદા નું ટેલેન્ટ ખૂબ જ જોરદાર છે. આટલી મોટી ઉંમરે પોતાના આ ટેલેન્ટથી તે ખૂબ જ ફેમસ થઈ ગયા છે. હકીકતમાં આ વિડીયોને લઈને લોકો પોતપોતાના મંતવ્યો રજુ કરી રહ્યા છે. કેટલાક લોકોને દાદાનો આ ડાન્સ પસંદ પડ્યો છે તો કેટલાક લોકો આ દાદાના બાળકોને સાચવણી કરવાની સલાહ આપે છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]