Breaking News

ઘરમા ઘુસવા માટે ચોરે અપનાવી એવી ટ્રીક, જે જોઈને પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ.. જુવો વિડીયો..!

ચોર ચોરી કરવા માટે નત નવીન કીમિયાઓ અપનાવતા હોઈ છે. જેમાં કેટલાકમાં તેઓ સફળ થતા હોઈ છે તો કેટલાકમાં તે નિષ્ફળ થઈને પકડાઈ જતા હોઈ છે. અત્યારે સોશિયલ મીડિયામાં એક ચોરીનો વિડીયો વાયરલ થયો છે. જેમાં ચોર એટલો શાતીર છે કે તેણે જે ભાગવા માટે અને ઘરમાં ઘુસવા માટે કીમિયો અપનાવ્યો છે…

તેની સમગ્ર સોશિયલ મીડિયામાં ચર્ચાઓ થાય છે. ચોરી કર્યા બાદ આ ચોર પકડાઈ જતા તેને પૂછવામા આવ્યું હતું કે તુ કયા રસ્તેથી ભાગીને ગયો હતો. પોલીસ જાણવા માટે ખુબ આતુર હતી કારણકે ચોરે ચોરી કરી લીધી છતા પણ ઘરનો દરવાજો કે બારી તૂટેલી નોહતી.. એટલા માટે સ્વભાવિક સવાલ થયો હતો કે આ ચોર…

ઘરમાં ઘુસ્યો છે પરતું કેવી રીતે ઘુસ્યો અને કેવી રીતે ઘરની બહાર પણ નીકળી ગયો એનો કોઈ ખ્યાલ આવતો નોહ્તો. તેથી પોલીસે ચોરની કડક પુચ્તાચ કરતા ચોરે જણાવ્યું હતું કે તે ઘરની બારીમાં આવેલા સળિયાની વચ્ચેથી ઘરમાં ઘુસ્યો છે. આ સાંભળતા જ પોલીસ પણ ચક્કર ખાઈને વિચારવા લાગી હતી કે આ કેવી રીતે શક્ય બને…

કારણ કે ઘરની બારીના સળિયા એકદમ નાના અને લોખંડના હતા.. તેમાંથી માત્ર નાનું બાળક જ પસાર થઈ શકે. આ ચોર તેમાંથી પસાર થાય જ નહી.. વાત ગળે ન ઉતરવાના કારણે પોલીસ તે ચોરને મકાનની બારી પાસે લઈ આવે છે અને તેને ખુદ ફરીવાર આ બારીમાંથી પસાર થવા અંગે જણાવે છે..

એ ઘરની બારી બહુ નાની છે. જેને જોઈને કોઈ પણ અંદાજો લગાવી શકે કે આ બારીમાંથી કોઈ માણસ પસાર થઈ શકે નહિ,પરંતુ જ્યારે પોલીસ તે ચોરને આ બારીમાંથી પસાર થવાનું કહે છે, તો તે આ કામ ખૂબ જ સરળતાથી કરે છે.આ જોઈને પોલીસ પણ વિચારમાં પડી જાય છે.

બારીમાં પ્રવેશવા માટે ચોર પહેલા તેના બંને પગ બારીની અંદર નાખે છે અને બાદમાં ધીમે ધીમે તે આ બારીમાંથી આસાનીથી નીકળી જાયછે. પ્રથમ નજરે જોતા કોઈ પણ કલ્પના ન કરી શકે, કે આ બારીમાંથી કોઈ પસાર થઈ શકે. આ ચોરનુ કારનામુ જોઈને પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ.

ચોરના આ કારનામાને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે અને કોમેન્ટ્સ દ્વારા તેમની પોતાની પ્રતિક્રિયાઓ આવી રહી છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘ભાઈ, ચોરો પાસે ખરેખર અદ્ભુત ટેક્નિક હોય છે.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે,આ ટેકનિક કોઈ એક્સપર્ટ જ કરી શકે. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, આ આશ્ચર્યજનક વિડિયો @DRGulati80 નામના એકાઉન્ટ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. જેની સાથે તેણે કેપ્શન લખ્યું, ‘પોલીસકર્મીઓને ખાતરી નહોતી કે આ ચોર નાનકડી બારીમાંથી કેવી રીતે પસાર થઈ શકે….! બાદમાં ચોરે ડેમો બતાવ્યો. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વ્યુઝ મળી ચૂક્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *