Breaking News

ગીરના જંગલમાં એક નાનકડા કાચબાએ 3 સિંહને હંફાવી દીધા, જંગલના રાજાનો અદ્ભુત વિડીયો થયો વાયરલ, જુવો..!

હાલ સોશિયલ મીડિયા પર જંગલના રાજાનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. સાસણ ગીરના જંગલમાં આવુ દ્રશ્ય તો તમે ભાગ્યે જ જોયું હશે, કે શિંહ શિકાર કરવા માટે તત્પર હતો પરંતુ અથાક મહેનત કર્યા બાદ પણ તે શિકાર કરી શક્યો નહોતો… આ ઘટનાનો વીડિયો સાસણગીર વનવિભાગે જાહેર કર્યો છે. ( વિડીયો જુવા માટે લેખને અંત સુધી વાંચો )

ગીરના જંગલમાં એક અદ્ભુત ઘટના સામે આવી છે. જેમાં ત્રણ સિંહોએ મળીને એક કાચબાનો શિકાર કરવાનો ઇરાદો બનાવ્યો હતો. તેઓએ ઘણી મથામણ કરી પરંતુ કાચબો તેમના મોઢે લાગ્યો ન હતો. આ વીડિયોને વનવિભાગના ડોક્ટર મોહન રામે જાહેર કર્યો છે. વિડિયો ના દ્રશ્યો સાસણ ગીર જંગલમાં આવેલા કમલેશ્વર ડેમ પાસેના છે…

ડેમના કિનારે કાચબાનો શિકાર કરતા ત્રણ સિંહ કેમેરામાં કેદ થયા છે. કાચબા અને ત્રણ સિંહની આ કહાનીમાં કાચબાએ જંગલના રાજાને હંફાવી દીધા છે. સામે ત્રણ ત્રણ ડાલામથ્થા સિંહ હોવા છતાં પણ એક કાચબાનો શિકાર કરી શક્યા ન હતા. કમલેશ્વર ડેમ પાસે 3 સિંહો ઘૂમી રહ્યા હતા…

એ સમયે એક સિંહની નજર ડેમના કિનારે ચાલી રહેલા કાચબા ઉપર પડી હતી. તેને પગ મારીને કાચબાને ઊભો રાખીને તેને કબજે કરવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ કાચબો લપાઈને બેસી ગયો હતો તેણે પોતાનું મોઢું ઢાલમાં છુપાવી દીધું હતું. કાચબાની ઢાલ એટલી બધી મજબૂત હોય છે કે, તેના ઉપર થી કોઈ મોટું વાહન પણ પસાર થઈ જાય છતાં પણ તેને કશું થતું નથી…

આ કારણે જ કાચબાનું આયુષ્ય પણ ખૂબ વધારે હોય છે. એક કાચબો ૨૦૦ થી ૩૦૦ વર્ષ સુધી જીવી શકે છે. તેનું એકમાત્ર કારણ તેની ઢાલ છે. સિંહ વારંવાર કાચબા ને મોઢામાં પકડીને તેને ખાવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ તેના દાંત કાચબાની ઢાલને અડી ને આગળ વધી શકતા નથી..

એટલા માટે ફરીવાર તે કાચબાને નીચે મૂકી દે છે. અને ફરી પાછો તેને મોઢામાં લેવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ જંગલનો રાજા વારંવાર કાચબાને ખાઈ જવાની પ્રક્રિયા માં નિષ્ફળ થાય છે .અંતે જંગલના રાજા કંટાળીને કાચબાને મૂકી દે છે. અને કાચબો ધીમે ધીમે ચાલીને કમલેશ્વર ડેમમાં પરત ફરે છે.

આ દ્રશ્ય કેમેરામાં કેદ કરતા ડોક્ટર મોહન રામે જણાવ્યું છે કે, ગીરના સિંહને કોઈપણ અન્ય રીતે શિકાર કરતા જુવો ખૂબ જ લક્કી માનવામાં આવે છે. આ પ્રકારની ઘટના ભાગ્યે જ જોવા મળે છે. અને તેઓ પોતાને નસીબદાર માને છે. કારણ કે આ ઘટનાના સાક્ષી તેઓ પોતે હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *