Breaking News

મરેલા ગધેડાની સમાધિ કહીને આ પાખંડી સાધુએ કઈ રીતે જમાવ્યું પોતાનું કરોડોનું સામ્રાજ્ય, આ સત્ય વાંચો અને બીજાને વાંચવો

આ વાત ઘણા વર્ષો પૂર્વે ની છે. એક ગામ મા એક નાની એવી સમાધિ હતી. જયા એક સંત પોતાનુ જીવન વ્યતીત કરી રહ્યા હતા. આ સમાધિ પાસે રોજ એક મજૂર આવતો અને આ સમાધિ ની બાજુ મા માર્કેટ હતુ ત્યા મજૂરી કાર્ય કરી પોતાનુ જીવન વ્યતીત કરતો. તે નિયમિત આવી આ સમાધિ ની સફાઇ કરતો અને ત્યાર બાદ માર્કેટ મા મજુરી માટે ચાલ્યો જતો. પેલા સંત રોજ આ મજૂર ને સમાધિ ની સાફ-સફાઇ કરતા નિહાળતા.

આ સંત એક દિવસ મજૂર પાસે જાય છે અને કહે છે , ‘ વત્સ તુ નિત્ય આ સમાધિ પાસે આવે છો ને આ સમાધિ ની સેવા કરો છો તારી સેવા થી હુ અત્યંત પ્રસન્ન થયો. તારી આ સેવા બદલ આ ગધેડો હુ તને ભેંટ મા આપુ છુ. આ ગધેડા ની મદદ થી તુ સરળતા થી કાર્ય કરી શકીશ અને વધુ મજૂરી મેળવી શકીશ.

હકીકત મા એવુ જ બન્યુ ગધેડો આવ્યા પછી મજૂર ને વધુ મજૂરીકામ મળવા લાગ્યુ અને તે વધુ પૈસા કમાવવા લાગ્યો. એક દિવસ અચાનક જ ગધેડા નુ મૃત્યુ થઇ ગયુ. મજૂર આ આઘાત સહન ના કરી શકયો. તે આ વાત થી ખૂબ જ નિરાશ થયો ફરી તે મજૂરી કરવા લાગ્યો પરંતુ ગધેડા ના મૃત્યુ તથા વૃધ્ધ વય ના લીધે તે હવે પેલા જેટલુ કાર્ય ના કરી શકતો. તેણે ગધેડા ની યાદ મા એક ભવ્ય સમાધિ બનાવવા નો નિશ્ચય કર્યો.

ગધેડા ની અંતિમવિધિ કરી તેણે એક સમાધિ બનાવી અને વૃધ્ધાવસ્થા ને લીધે હવે તેને ક્યાંય પણ મજૂરીકામ નહોતુ મળતુ માટે તે આખો દિવસ સમાધિ પાસે બેસી ને રડયા કરતો. એક દિવસ જ્યારે તે આ સમાધિ પાસે બેસી ને રડી રહ્યો હતો ત્યારે એ સમય દરમિયાન એ માર્ગ પર થી એક યુવક પસાર થાય છે તે આ સમાધિ સામે જુએ છે.

આ મજૂર ને જોઇ ને તેને એવુ લાગે છે કે તે કોઇ સંત છે તથા તે સમાધિ કોઇ મહાપુરુષ ની છે. તે યુવક નોકરી ના ઇન્ટરવ્યુ માટે જઇ રહ્યો છે. તે અહી આવી ને પ્રાર્થના કરવા લાગે છે જો મને આ નોકરી મળી જશે તો હુ મારો પહેલો પગાર આપના ચરણે ધરીશ આટલી પ્રાર્થના કરી તે અહી થી ચાલ્યો જાય છે.

પેલો મજૂર પોતાના જ વિરહ મા ડૂબેલો હોય છે એવા મા એક દિવસ આ યુવક ફરી આ સમાધિ પાસે આવે છે અને તેના મુખ પર ઉત્સાહ હોય છે. તે આ મજૂર પાસે આવે છે અને બોલે છે , ‘ બાબા મને તમારા આર્શીવાદ થી નોકરી મળી ગઇ. આ લો આ પૈસા આ સમાધિ ને હજુ પણ વિશાળ અને ભવ્ય બનાવજો’ આટલુ કહી તે ત્યા થી ચાલ્યો જાય છે.

મજૂર આ સમગ્ર દ્રશ્ય જોઇ ને આશ્ચર્ય મા મુકાઇ જાય છે પરંતુ તે પૈસા જોઇ ને મૌન થઇ જાય છે. તે આ સમાધિ ને વિશાળ બનાવે છે અને બચેલા પૈસા પોતાની પાસે રાખે છે. આ યુવાન ચારેય તરફ એવી ચર્ચા ફેલાવે છે કે , આ સ્થાને જઇ ને તમારી બધી જ મનોકામના પૂર્ણ થઇ જાય છે. આ વાત થી આકર્ષાઇ ને પુષ્કળ પ્રમાણ મા લોકો પોતાની મનોકામના પુર્ણ કરવા માટે અહી આવવા લાગ્યા જાણે કે આ જગ્યા એક યાત્રાધામ હોય.

કોઇ ને પણ આ વાત ની જાણ ના હતી કે આ એક સામાન્ય ગધેડા ની સમાધિ હતી અને પેલો કોઇ સંત નહી પરંતુ એક મજૂર હતો. આ દાન મા આવેલા નાણા થી એક ભવ્ય આશ્રમ નુ નિર્માણ કરવા મા આવ્યુ અને આ સમાધિ ની સેવા માટે માણસો રાખવા મા આવ્યા અને આ ચમત્કારિક સમાધિ ની ચર્ચા ગામોગામ થવા લાગી. આ સમાધિ નુ તથ્ય મજૂર સિવાય કોઇ જ નહોતુ જાણતુ. શુ ખરેખર આ તથ્ય મજૂર જ જાણતો હતો? હવે આવ્યો કથા મા નવો ટ્વીસ્ટ.

આ તથ્ય એક અન્ય વ્યક્તિ પણ જાણતુ હતુ અને તે વ્યક્તિ છે મજૂર ને ગધેડો આપનાર સંત. આ સમાધિ ની વાત તેમના સુધી પણ પહોંચી અને એક દિવસ તે પણ અહી પધાર્યા. આ સંત ને જોઇ ને તે મજૂર ગભરાઇ જાય છે કે આ સમાધિ નુ તથ્ય બધા ની સામે આવી જશે. આ સંત આ મજૂર ને ઓળખી જાય છે પરંતુ તે મૌન રહે છે અને આશ્રમ ના પ્રાર્થનાખંડ મા પ્રસ્થાન કરે છે.

આ ખંડ મા જઇ તે આ સંત ની ચરણો મા પડી જાય છે અને આજીજી કરવા લાગે છે કે પોતાનુ સત્ય કોઇ ને ના જણાવે. સંત તેની સમક્ષ એક હળવુ સ્મિત કરે છે ને જણાવે છે કે ચિંતા ના કરીશ, હુ કોઇ ને પણ આ તથ્ય નહી જણાવુ. પરંતુ સંત ના આટલી સરળતા થી માની જવા થી મજૂર ના મન મા શંકા ઉભી થાય છે.

સંત આ શંકા ને પારખી જાય છે અને તેનુ નિરાકરણ કરતા જણાવે છે કે, તુ જે સમાધિ ની સાફ-સફાઇ કરતો હતો તે આ ગધેડા ની માતા ની હતી. મે તને કોઇ પ્રસન્ન થઇ ને ગધેડો ભેટ મા નહોતો આપ્યો પરંતુ , હુ તેની જવાબદારી લેવા નહોતો માંગતો. આ ગધેડા ની મા એ જેમ મારી મદદ કરી તેમ આ ગધેડા એ તારી મદદ કરી. આપણે બંને એક જ નાવ ના મુસાફિર છીએ.

આ બધી વાતો સાંભળવામા કેટલી રમૂજી લાગે કે ગધેડા ની સમાધિઓ એ બે વ્યક્તિ ના જીવન પરિવર્તિત કરી નાખ્યા અને બે વ્યક્તિઓ ને લખપતિ બનાવ્યા. આ કથા નો હેતુ ફક્ત વિશ્વ મા વ્યાપેલી અંધશ્રધ્ધા ને દૂર કરવા નો છે. હાલ લોકો ના પવિત્ર વિશ્વાસ તથા ભક્તિભાવ નો આવા લોકો એ ધંધો બનાવી નાખ્યો છે.

આ લેખ નો હેતુ કોઇ ની પ્રભુ પ્રત્યે ની લાગણી મા ઠેસ પહોચાડવા નો જરાય પણ નથી પરંતુ ભગવાન ના નામ પર જે લૂંટ ચલાવવા મા આવી રહી છે તે હકીકત થી સચેત કરવા નો છે. આ બધા પાખંડ વધવા ની પાછળ જવાબદાર આપણે જ છીએ. આપણે કહેતા હોય છીએ કે પેલો દેશ લૂંટી ને ચાલ્યો ગયો , આ દેશ લૂંટી ને ચાલ્યો ગયો પરંતુ તેને નોતરુ આપણા દ્વારા અપાયુ છે કે આવ ભાઇ લૂંટી લે ‌અમને.

મિત્રો , સાચા સંત તો શ્રીકૃષ્ણ ને કહેવાય જેણે લાગણીવિભોર થયેલા અર્જુન ને ગીતા નુ જ્ઞાન આપી કુરુક્ષેત્ર ના મેદાન મા તેનુ મનોબળ મજબૂત બનાવ્યુ અને સાચો માર્ગ બતાવ્યો. તો મિત્રો કોઇ પાંખડી પાસે જઇ ને પૈસા નુ પાણી કરવા કરતા પ્રાચીન શાસ્ત્રો વાંચો તેમા બધા ની બધી જ સમસ્યા નુ સમાધાન છુપાયેલુ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

મોગલધામ કાબરાઉ ખાતે માનતા પૂરી કરવા આવેલા પરિવારને મણીધર બાપુએ આપ્યો આ ઉપદેશ, કહ્યું તારા પરિવારને માં મોગલ હમેશા… વાંચો..!

ગુજરાતમાં કબરાઉં ખાતે માં મોગલધામ આવેલું છે. માં મોગલધામમાં દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ પધારતા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *