વિશ્વના દરેક મનુષ્ય માટે પોતાનું ઘર ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આથી જ કહેવાય છે કે ધરતીનો છેડો એટલે ઘર. માણસ પોતાના સપનાનું ઘર બનાવવા માટે આખી જિંદગી બચત કરતો હોય છે. પરંતુ કેટલાક લોકોની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તેને પોતાનું ઘર વેચવુ પડે છે.
આવા સમય દરમ્યાન તે વ્યક્તિ ખૂબ જ દુઃખ અનુભવે છે. પરંતુ જો પોતે મહેનત કરીને બનાવેલું ઘર એક જ ઝટકા ચોરી થઈ જાય તો??? જો તમે તમારી આખી જિંદગી પોતાનું સપનાનું ઘર લેવા માટે મહેનત કરી હોય અને અચાનક તે ઘર તમારું ના રહેતો??? આવી પરિસ્થિતિમાં આનાથી મોટો આઘાત કોઇ હોઇ શકે નહીં.
આવા જ એક પ્રકારનો કિસ્સો ઇંગ્લેન્ડ દેશ ના લ્યુટેન શહેરમાં સામે આવ્યો છે. અહી માઈક નામનો વ્યક્તિ રહે છે. જે ત્યાં નજીકના ચર્ચમાં પાદરી તરીકે કાર્ય કરે છે. પરંતુ તે કોઈ કારણોસર થોડા દિવસો માટે નોર્થ વેલ્સ ગયા હતા. ત્યાં તેઓ થોડા દિવસ માટે રોકાયા હતા. પરંતુ જ્યારે તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે તેમને જોયું એવું કે…..
સૌપ્રથમ જ્યારે માઈકે પોતાની ચાવીથી જ્યારે ઘરનો દરવાજો ખોલ્યો ત્યારે દરવાજો ખૂલ્યો નહીં માઇક ના ઘણા પ્રયત્નો બાદ પણ તે દરવાજો ખોલી શક્યો નહીં. પરંતુ જ્યારે તેમણે ઘરનો બેલ વગાડ્યો ત્યારે અન્ય કોઈ બીજા વ્યક્તિ એ દરવાજો ખોલ્યો ત્યારે માઇકને ખબર પડી કે એનું ઘર ચોરી થઈ ગયું છે.
નોર્થ વેલ્સ થી પાછા ફરેલા માઈકે તેના ઘરની ચોરીનો ગુનો નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધવ્યો. તેણે ગુનો નોંધાવતા કહ્યું કે મારુ ઘર હવે મારું રહ્યું નથી માલિકના ઘરમાં રહેતા અન્ય વ્યક્તિએ તેની ઘરની બધી જ વસ્તુઓ બદલી નાખી હતી. દરેક સામાન નવો જોવા મળતો હતો.
પોલીસની તપાસ પરથી જાણવા મળ્યું કે આ ઘર બીજા કોઈ વ્યક્તિએ 13.5 મિલિયન માં ખરીદી લીધું હતું અને હવે તે જ આ ઘરનો માલિક હતો. આ વાત સાંભળ્યા પછી માઇક ના પગ નીચેથી જમીન ખસી ગઈ. પોલીસ દ્વારા આ કેસની વધુ તપાસ કરવામાં આવી ત્યારે તેમને જાણવા મળ્યું કે આ ઘર કાયદેસર રીતે વેચાઈ ગયું છે અને હવે માઇક એ તે ઘરનો માલિક નથી.
ખરેખર માઈકએ છેતરપિંડીનો ભોગ બન્યો હતો. આ ઘર કાનૂની રીતે છેતરપિંડી દ્વારા અન્ય વ્યક્તિને વેચવામાં આવ્યું હતું. જેના માટે ની દરેક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત ઘરના દરેક એગ્રીમેન્ટ પણ તૈયાર થઈ ચૂક્યા હતા. આ ઘર હવે તેના નવા માલિકના નામે મંજૂર થઈ ગયું હતું.
તેમજ ઘર ના નવા માલિકે પોતાના ખાતા મારફતે રોકડ પૈસા પણ જમા કરાવ્યા ની જાણ કરવામાં આવી હતી. આ કિસ્સાને પોલીસે જણાવ્યું કે અન્ય કોઈ ફ્રોડ દ્વારા આ ઘર વેચવામાં આવ્યું છે. પરંતુ તે કાયદેસર રીતે વેચવામાં આવ્યું છે. આ ઘર કાયદેસર રીતે વેચવામાં આવી હોવાથી માઇક હવે આ ઘરનો માલિક થયો નથી.
પરંતુ ફ્રોડ દ્વારા રચાયેલા કાગળની તપાસ પોલીસ દ્વારા ચાલી રહી છે. તેમજ માઇક એ પોતાના અધિકારો માટે લડી રહ્યો છે. પરંતુ આ કેસમાં હજુ પણ કોઈ અપરાધીની ધરપકડ કરવામાં આવી નથી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]