Breaking News

ફરી એકવખત કલયુગ બાદ આરંભ થશે સતયુગ નો, જાણો કેવો હશે આ યુગ?

હિન્દુ શાસ્ત્ર પ્રમાણે કાળ એટલેકે સમયને ચાર યુગમાં વહેંચવામાં આવે છે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર અને કળિયુગ. અત્યારે કળિયુગ ચાલી રહ્યો છે. આ યુગમાં મનુષ્યનું મન અસંતોષથી ભરેલું રહે છે. આ યુગમાં બધા માનસિક રીતે ખુશ નથી. ધર્મનો ચ્થો ભાગ બાકી છે. આ સમયમાં બધી જગ્યાએ અહંકાર, વેર, લોભ અને આંતક વધારે મચી રહ્યો છે. પુરાણોમાં દર્શાવ્યું છે કે કળિયુગ મનુષ્ય માટે એક શાપ છે. આ યુગ ક્યારે શરૂ થયો અને ક્યારે તેનો અંત આવશે.

આ યુગ પછી ક્યો યુગ આવશે. તેના વિષે જાણીએ. ધાર્મિક ગ્રંથ પ્રમાણે યુગમાં પરીવર્તન લાવવા માટે આ વીસ ચક્ર ચાલી રહ્યું છે. ગીતામાં પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમ એ આત્મા એક શરીર છોડીને બીજા શરીરમાં પ્રવેશે છે અને દિવસ પછી રાત છે, જેવી રીતે તેના ચોક્કસ સમયે બદલાય છે. તેવી રીતે કોઈ ચોક્કસ સમય પછી સૃષ્ટિમાં યુગનો પરીવર્તન આવે છે.

ભગવાન વિષ્ણુ ના જણાવ્યા અનુસાર કલયુગ ગ્રંથો મા જણાવ્યા મુજબ એક દિવસે કોઈએ ભગવાન વિષ્ણુ ને પુછ્યું કે ભગવાન દ્વાપર યુગ ચાલે છે અને તે પછી કળિયુગ આવશે ત્યારે મનુષ્ય કાળના આ ચક્રને કેવી રીતે માન્યતા આપશે. ત્યારે ભગવાને કહ્યું કે જ્યારે દુનિયામાં પાપ વધવા લાગશે ત્યારે કળિયુગની શરૂઆત થઈ જશે. તે સ્ત્રીના વાળથી શરૂ થશે. વાળને સ્ત્રીનું આભૂષણ ગણાય છે. જ્યારે સ્ત્રીઓ વાળને કાપવા માંડશે ત્યારે કળિયુગમાં વાળ લાંબા અને કળા દેખાશે નહીં.

જે દિવસે એક પુત્ર તેના પિતા પર હાથ ઊંચો કરશે ત્યારે કળિયુગની શરૂઆત થશે. ત્યારે બધા ઘરમાં ઝઘડો થશે. કોઈ પરિવાર સાથે રહેવા માંગશે નહીં. જ્યાર લોકો તેના પ્રિયવ્યક્તિને તેના ઘરમાં મારવાનું શરૂ કરશે ત્યારે કળિયુગ ચરમસીમાએ પહોંચી જશે. ત્યાર બાદ ભગવાન શિવ અને બ્રમ્હા એક થઈ જશે ત્યારે કળિયુગ આપના પર પ્રભુત્વ મેળવશે. ત્યારે આપણે આ યુગને સમાપ્ત કરીશુ અને ફરીથે નવો યુગનો આરંભ થશે અને ફરીથી બધુ સાચું થશે.

કળિયુગનો સમય ગાળો ૪,૩૨,૦૦૦ વર્ષ લાંબો હશે. અત્યારે કળિયુગનો પહેલો તબક્કો ચાલે છે. કળિયુગના ૫૧૨૧ વર્ષ વીતી ગયા છે. બ્રહ્મપુરાણ મુજબ, કળિયુગ બ્રહ્મપુરાણ પ્રમાણે જ્યારે કળિયુગનો આંટ આવશે ત્યારે વ્યક્તિની ઉમર ૧૨ વર્ષની હશે. ત્યારે સમયમાં દુષિતતા ખૂબ વધશે. ત્યારે બધી નદીઓ સુકાવા લાગશે. ખોટી રીતે પૈસા કમાતા લોકો વધારે રહેશે. પૈસાની લાલચમાં મનુષ્ય કોઈને પણ મારવા માટે તૈયાર થઈ જશે.

ત્યારે વ્યક્તિ પુજા, ઉપવાસ અને બધા ધાર્મિક કામ કરવાનું બંધ કરશે. ત્યારે ગાય દૂધ આપતી બંધ થશે. માનવતા મૃત્યુ પામશે. સ્ત્રી સુરક્ષીત નહીં રહે. ભાઈ ભાઈ દુશ્મન બની જશે. લગ્ન જેવા પવિત્ર સબંધ પણ અશુદ્ધ રહેશે. વિવાહિત જીવન ફાંસ સારું નહીં રહે. સમાજમાં હિંસા વધશે. ત્યારે આતંક પણ વધશે. ત્યારે ભગવાન કાળી દુનિયા પર બધા અધર્મનો નાશ કરશે.

શિવપુરાણમાં કળિયુગવાહીનીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અંધકારમય યુગમાં વ્યક્તિ દુષ્કર્મમાં ફસાયેલો રહેશે. ત્યારે કોઈ સત્ય તરફ નહીં રહે અને બધાની નિદા કરવામાં પ્રથમ રહેશે. ત્યારે બીજાની સંપત્તિ મેળવવામાં બધાની નજર રહેશે. વ્યક્તિ વિદેશી મનુષ્ય સાથે પ્રેમાળ બનશે અને તે વધારે હિંસક બનશે. સંતાન તેના માતપિતાને ધિક્કારશે.

બધા ફક્ત પૈસા કમાવવા માટે શિક્ષણ આપશે. તે બીજા લોકોની છેતરપીડી કરી શકે છે. ત્રણ કાળની વિધીઓથી દૂર રહેશે. બધા ક્ષત્રિય તેનો ધર્મ ત્યાગ કરશે. બહાદુરીમાં અભાવ આવશે. ત્યારે મનુષ્ય તેના કર્મને અને ધર્મને છોડીને તે તેજસ્વી પોશાકોથી તેને સજાવશે. ત્યારે ચાર વર્ણોથી લગ્નજીવન સ્થાપિત કરશે. કળિયુગમાં સ્ત્રી સદ્ગુણથી ભ્રષ્ટ થઈને તે તેના જ પતિનું અપમાન કરતી જોવા મળશે. તે તેની સાસુનું પણ અપમાન કરશે.

ત્યારે સ્ત્રીની નમ્રતા ખરાબ થશે. ત્યારે તે તેના પતિની સેવાથી વિચલિત રહેશે. અત્યારે શિવપુરાણમાં દર્શાવેલી બાબતો સાચી થતી જણાશે. અત્યારે કળિયુગના ૫૦૦૦ વર્ષ જ વિત્યા છે અને જ્યારે તે ચરમસીમાએ આવશે ત્યારે આ સૃષ્ટિનો કેવો હાલ થશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ યુગનો અંત કેવી રીતે આવશે. તેનો ઉલ્લેખ તેને મહાભારતમાં કર્યો છે. ત્યારે ભયંકર યુદ્ધ, ભારે વરસાદ, ખૂબ તીવ્ર વાવાઝોડા, ખૂબ વધારે ગરમી થશે. ત્યારે લોકોના પાપ ખૂબ વધી જશે.

ત્યારે મનુષ્યની ઉમર ૧૨ વર્ષની રહેશે. ત્યારે લોકો લોભ ક્રોધ અને વૃદ્ધવસ્થાથી પીડાતા હશે. ત્યારે પાપ ખૂબ વધી જશે. સૃષ્ટિ માથી ધર્મનો અંત આવશે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કલ્કિ રૂપે અવતાર લેશે. અને આ પૃથ્વીને પાપ માથી મુક્ત કરશે. તે પછી ફરી સતયુગ આવશે. ત્યારે વીસમો ચક્ર પૂરો થશે અને તેવીસમો ચક્ર શરૂ થશે ત્યારે ફરી નવો યુગ શરૂ થશે તેને સતયુગ કહેવાશે.

સતયુગનો સમયગાળો ૧૭,૨૮,૦૦૦ વર્ષ રહેશે. આ યુગમા મનુષ્યની ઉમર ૪૦૦૦ વર્ષથી ૧૦૦૦૦ વર્ષ રહેશે. ત્યારે ફરી પૃથ્વી પર ધર્મ રહેશે. ત્યારે મનુષ્ય એકબીજા સાથે નફરત નહીં રહે. ચારે તરફ પ્રેમ રહશે. ત્યારે માનવાનો પરમ જ્ઞાન મળશે. લોકો પુજા વિધિમાં વિશ્વાસ કરશે. ત્યારે લોકો ભગવાન સાથે પણ વાત કરી શકે છે.

ત્યારે વ્યક્તિ ભગવાની આત્માથી જોડાઈને ખૂબ ખુશ થશે. તેથી આ યુગને સુવર્ણ યુગ કહેવાશે. હજી સુવર્ણ યુગમાં લાંબો સમય બાકી છે. ગ્રંથોમાં દર્શાવ્યું છે કે જે લોકો સતયુગની જેમાં કામ કરશે તેને કળિયુગમાં પણ સતયુગનું સુખ મળશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

મોગલધામ કાબરાઉ ખાતે માનતા પૂરી કરવા આવેલા પરિવારને મણીધર બાપુએ આપ્યો આ ઉપદેશ, કહ્યું તારા પરિવારને માં મોગલ હમેશા… વાંચો..!

ગુજરાતમાં કબરાઉં ખાતે માં મોગલધામ આવેલું છે. માં મોગલધામમાં દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ પધારતા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *