Breaking News

એક સાથે 3 કિંગ કોબ્રા ફેણ માંડીને ઉભા થયા, લડાઈ કરવાના મુડમાં દેખાતા 3 સાપનો આ વિડીયો જોતા જ રહી જશો..!

ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર અવારનવાર ઘણા વિડિયો અને ફોટાઓ વાયરલ થતા હોય છે. એવામાં કેટલાક વિડીયો જોઈને વિડિયો જોનાર આશ્ચર્યચકિત થઈ જાય છે. આજના સમયમાં લોકો સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ પર ખૂબ જ સક્રિય હોય છે. લોકો આવા વીડિયો મળતા પોતાના મિત્રો તેમજ સગાસંબંધી ઓ સાથે share કરે છે…

સાપને જોઇને ભલ ભલાની ચડ્ડી પલળી જતી હોય છે. સાપ એક વિચિત્ર પ્રાણી છે. જે ક્યારે ડંખ મારી લે તેનું નક્કી હોતું નથી. તેથી તેની નજીક જવામાં પણ ખૂબ મોટું રિસ્ક રહેલું છે. છતાં પણ અમુક લોકો સાથે એવી મશ્કરી મજાક કરતા હોય છે જેની ન પૂછો વાત.. હમણાં થોડા દિવસ પહેલાં જ સાથે એક યુવક ડાન્સ કરતો નજરે ચડયો હતો…

વિડીયોમાં લાગી રહ્યું હતું કે સાપ તે વ્યક્તિનો પાળેલો હશે. પરંતુ ચાલુ ડાન્સ માં જ સાપે તે વ્યક્તિને એવો ડંખ મારી લીધો કે તે વ્યક્તિનો જીવ ચાલ્યો ગયો હતો. હાલ સોસીયલ મીડિયામાં 3 કિંગ કોબ્રા સાપ એકબીજા સાથે મસ્તી મજાક કરતા દેખાઈ છે. આવો નજારો કદાચ તમે પહેલા ક્યારેય નહિ જોયો હોય.

જો કે એક કિંગ કોબ્રાને જોતા જ ભલભલાના પરસેવા છુટી જાય છે, પરંતુ જો ત્રણ કિંગ કોબ્રા એક સાથે જોવા મળે તો? મોટાભાગે સાપ એકલા જ રખડતા હોઈ છે. તેને કોઈના સાથની જરૂર હોતી નથી. જો ક્યારેય એક સાથે બે સાપ દેખાઈ તો પણ તે લડવા લાગે છે.. તો અહી તો એક સાથે 3 સાપ લડાઈ કરવાના મૂડમાં દેખાઈ આવ્યા હતા.

વાઈરલ થઈ રહેલા વીડિયોમાં એક, બે નહીં પરંતુ ત્રણ ખતરનાક કિંગ કોબ્રા સામસામે જોઈ રહેલા જોવા મળે છે. આ ક્લિપ જોઈને એવું લાગે છે કે આ કોઈ ફિલ્મી સીન છે, જે રીતે ત્રણેય સામ સામે જોઈ રહ્યા છે અને પોતપોતાની ફેણ ફેલાવી રહ્યા છે તે જોઈને લાગે છે કે જાણે ત્રણેય એકબીજા પર હુમલો કરવા જઈ રહ્યા છે.

ત્રણેય વચ્ચે શું થાય છે તે આ વીડિયોમાં બતાવવામાં આવ્યું નથી. પરંતુ, શું તમે કલ્પના કરી શકો છો કે દશ્ય કેવું રહ્યું હશે? આ આશ્ચર્યજનક વીડિયો જોઈને યુઝર્સે તેના પર પોત-પોતાની પ્રતિક્રિયા આપી છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘આ નજારો જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો છું.’

વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપતા અન્ય એક યુઝરે લખ્યું, ‘બે સાપ વચ્ચે લડાઈ ચાલી રહી છે અને રેફરી પણ વિજેતા જાહેર કરવા તૈયાર છે.’ અન્ય એક યુઝરે વીડિયો પર કોમેન્ટ કરી અને લખ્યું, ‘નાગલોકના વિકાસને લઈને મહત્વપૂર્ણ મીટિંગ ચાલી રહી છે.’ આ સિવાય અન્ય ઘણા યુઝર્સે તેના પર ફની કમેન્ટ્સ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી છે.

ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયોને helicopter_yatra_નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. જેને સમાચાર લખાય છે ત્યાં સુધીમાં હજારો વ્યુઝ અને લાઈક્સ મળી ચૂક્યા છે. આપની જાણકારી માટે જણાવી દઈએ કે આ પહેલા સોશિયલ મીડિયા પર ત્રણ કોબ્રાની એક તસવીર વાયરલ થઈ હતી.

આ તસવીરમાં ત્રણ કોબ્રા એકસાથે જોવા મળે છે. તસવીરમાં તેઓ ક્યારેક એકબીજા સાથે ચોંટેલા જોવા મળે છે તો ક્યારેક તેઓ ફેણ ફેલાવે છે. ત્રણ કોબ્રાને એકસાથે જોવા એ એકદમ દુર્લભ છે.

 

View this post on Instagram

 

A post shared by SACHIN AWASTHI (@helicopter_yatra_)

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *