Breaking News

એક ૬૦૦ વર્ષ જૂનું મંદિર કે જેમાં સંગ્રહિત છે ૬૫૦ ઘી ભરેલા ઘડા, પણ હજુ સુધી આ ઘી બગડ્યું નથી, જાણો કારણ

તમને જાણીને નવાઈ લાગશે. અમદાવાદ થી ૫૦ કિમી ના અંતરે આવેલા ખેડુ તાલુકાનાં રઢું ગામમાં એક એવું શિવ મંદિર છે, જ્યાં ઘીના ભંડાર ઉભરાય છે. આ કામનાથ મહાદેવના મંદિરમાં ૬૫૦ માટીના માટલા ઘી ના ભરેલા છે. એક માટલા માં ૬૦ કિલો ઘી ભરેલું હોય છે.

આ મંદીર ની અંદર છેલ્લા ૬૨૨ વર્ષથી અખંડ રીતે એક જ્યોત પ્રજવલીત છે. આ અખંડ જ્યોતને પ્રજવલિત રાખવા માટે ગામના લોકોએ અને શિવ ભક્તોએ યથાશક્તિ દાન આપવાનું શરૂ કર્યું હતું. આ શિવ મંદિર માં જે ઘી ભેગું થયું છે તે માત્ર દીવામાં અને હોમ હવન માટે જ વપરાશમાં લેવામાં આવે છે. આ ઘી વર્ષો જુનું હોવા છતાં તે બગડ્યું નથી. તેમજ તેને ખુલ્લામાં રાખવામા આવે છે તેમ છતાં તેમાં કીડી, મકોડા કે અન્ય જીવજંતુઓ પડતા નથી. આટલું જૂનું હોવા છતાં તે ઘી માં વાસ પણ આવતી નથી.

આ ગામ માં એવો રિવાજ છે કે તેની આસપાસના ગામડાઓમાં કે રઢું ગામમાં કોઇ પણ ખેડૂતના ઘરે ભેંસ કે ગાયનું બચ્ચું જન્મે તો તેના પ્રથમ વલોણાનું ઘી બનાવીને મંદિરમાં અર્પણ કરવામાં આવે છે. આ મંદિરમાં વર્ષે ૩૫ ગોળીઓ ઘીથી ભરાય જાઈ છે. આ ઘીનો ઉપયોગ હવન કે અખંડ જ્યોત પ્રગટાવા માટે થાઈ છે.

દરેક શ્રાવણ માસ માં અહી હોમાત્મક હવન કરવામાં આવે છે. અને ગામ લોકો દ્વારા બારશને દિવસે ભગવાન શિવની ૬૨૨ વર્ષ પહેલા પ્રજવલિત થયેલી અખંડ જયોતનો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવે છે. આ મહાદેવ ના દર્શનથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાઇ છે, ભગવાન શીવની સોનાની મૂર્તિ આ દિવસે ભક્તજનોના દર્શનાર્થે બહાર કાઢવામાં આવે છે.

તેમજ તેનો ભવ્ય વરઘોડો આખા ગામમાં ફેરવવામાં આવે છે. આખું ગામ આ દિવસે ધામધૂમ થી ઉજાણી કરે છે. શિવજીની આ સોનાની મૂર્તિ વર્ષમાં માત્ર શ્રાવણના ચાર સોમવારે અને શ્રાવણ વદ બારસ શિવરાત્રીના દિવસે જ ભક્તજનોના દર્શનાથે બહાર કાઢવામાં આવે છે. આ દિવસોમાં ભગવાન શિવના દર્શન કરવા માટે અનેક લોકો ઉમટી પડે છે.

આ અખંડ જ્યોતના દર્શન કરવા માટે ગુજરાત, મહારાષ્ટ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન અને વિદેશથી શ્ર્ધાધાળુઓ આવે છે. પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે લોકો મહાદેવની બાધા રાખે છે. આ શિવ મંદિરમાં અખંડ જ્યોત માટે ભક્તો દ્વારા અપાયેલું ઘી વર્ષો બાદ પણ બગડતું નથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાઇ છે. આ શિવ જ્યોત જે મંદિરમાં રખાઈ છે તે મંદિરનું નામ કામનાથ મહાદેવ રાખવામા આવ્યું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) : તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

About Gujarat Posts Team

Check Also

મોગલધામ કાબરાઉ ખાતે માનતા પૂરી કરવા આવેલા પરિવારને મણીધર બાપુએ આપ્યો આ ઉપદેશ, કહ્યું તારા પરિવારને માં મોગલ હમેશા… વાંચો..!

ગુજરાતમાં કબરાઉં ખાતે માં મોગલધામ આવેલું છે. માં મોગલધામમાં દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ પધારતા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *