Breaking News

દુબઈ શેખના 7મી પત્ની સાથે થયા છુટાછેડા, આખો દેશ ખરીદી શકાય એટલી રકમ આપીને થયા બંને છુટા… વાંચો..!

છુટા છેડાના બનાવો માત્ર સામાન્ય લોકો સાથે જ નહી પરંતુ દુનિયાના સૌથી વધારે વેલ્યુ વાળી જગ્યા એટલે કે દુબઈના રાજા સાથે પણ બને છે. દુબઈના રાજા હાલ પોતાની 7મી પત્ની સાથે છુટા છેડા લઈને સમગ્ર દુનિયામાં ચર્ચાનો વિષય બન્યા છે. આ સમાચાર આવતા જ સમગ્ર દુનિયાની ન્યુઝ એજન્સીઓ માટે બ્રેકીંગ ન્યુઝ બની ગઈ હતી…

આ ઘટનાને બ્રેકીંગ ન્યુઝ બનાવવા પાછળ કેટલાય કારણો જોડાયેલા છે. કારણ કે દુબઈના પ્રીન્સ સાથે છુટા છેડા લઈને ભરણપોષણ માટે 10 કે 20 લાખ નહિ પરંતુ 5,560 કરોડ રૂપિયા લેવા તે કોઈ નાની વાત નથી. આ મહિલા કેટલી પાવરફૂલ હશે કે તેણે દુબઈના પ્રિન્સ સાથે છુટાછેડા લઈને આટલી મોટી રકમ પોતાના નામે કરી લીધી…

આ બાબત પર વિચારવા માટે લોકો મજબુર બન્યા છે. દુબઇના શાસક શેખ મોહંમદ બિન રાશિદ અલ-મખ્તુમે તેમની છઠ્ઠી પત્ની પ્રિન્સેસ હયા બિન્ત અલ હુસૈન સાથે છૂટ્ટા થવુ ખૂબ મોંઘુ પડ્યુ છે. બ્રિટનની કોર્ટે દુબઇના શાસકને તેની પત્નીને છુટ્ટાછેડા આપવા બદલ 55.50 કરોડ પાઉન્ડ એટલેકે રૂપિયા 5,560 કરોડનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો.

લંડન સ્થિત આલિશાન મકાનની જાળવણી માટે અને પ્રિસેન્સે હયાની આજીવન ખાધા-ખોરાકી પેટે આગામી ત્રણ મહિનામાં એક જ હપ્તામાં 2,525 કરોડ ચૂકવી દેવાના રહેશે. દુબઈના શેખ મોહંદ બિન રાશિદે પત્ની ઉપરાંત બાળકોના ભરણપોષણ માટે પણ મોટી રકમની ચૂકવણી કરવાની રહેશે.

કોર્ટે પ્રેન્સેસ હયાની 14 વર્ષની પુત્રી અને 9 વર્ષિય પુત્ર ઝાયદના શિક્ષણ તેમજ ભરણપોષણ માટે અંદાજે 2900 કરોડની મસમોટી રકમ ચૂકવવી પડશે. આ ઉપરાંત સંતાનો વયસ્ક થાય ત્યાં સુધી તેઓના શિક્ષણ અને ભરણપોષણ માટે શેખે વાર્ષિક રૂપિયા 112 કરોડ પણ ચૂકવવાના પડશે.

દુબઇના શેખની છઠ્ઠીવારની પત્નિ હયા બિન્ત 2019માં ચૂપચાપ દુબઇથી ભાગી લંડન પહોંચી ગઇ હતી અને બ્રિટન જતાની સાથે જે તેણે પ્રિન્સેસે દુબઇના શાસક ઉપર પોતાની હત્યા કરવાનો પ્રયાસ કરાયો હોવાનો પણ આરોપ મૂક્યો હતો તેમજ કોર્ટમાં છૂટાછેડાનો દિવાની અને પોતાની હત્યાનો પ્રયાસ કરવા બદલ ફોજદારી કેસ કર્યો હતો અને બ્રિટનની કોર્ટે છૂટ્ટાછેડા બદલ ભરણપોષણ માટે શેખને 5,560 કરોડ વળતર ચૂકવવા કહેતા. આ બ્રિટનના સૌથી ખર્ચાળ છૂટ્ટાછેડા છે. જે સૌમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *