એરંડાના ભાવ માં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. મોટા મોટા વેપારીઓએ જણાવ્યું છે કે, એરંડાના ભાવ ક્યારેય પણ આટલી મોટી સપાટી ઉપર પહોંચ્યા નથી. હાલ એરંડાના ભાવ ગુજરાતના દરેક માર્કેટયાર્ડોમાં રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી ગયા છે. જેમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, હિંમતનગર, પાલનપુરમાં તો એરંડાનું ઉત્પાદન ખૂબ જ વધી ગયું છે…
જેના કારણે એરંડા ના ભાવ માં રોજ તેજી જોવા મળી રહી છે. દરેક માર્કેટયાર્ડમાં એરંડાની આવક રોજની ૩૦૦ બોરી કરતાં પણ વધારે થઈ રહી છે. એરંડાનું વાવેતર કરનાર ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ રહ્યો છે. કારણકે એરંડાના ભાવ દિનપ્રતિદિન વધતા જ જાય છે. અને હજુ પણ આવનારા સમયમાં આસમાનની ઉંચાઈઓ પ્રાપ્ત કરે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે..
હાલ એક મણના એરંડાના ભાવ 1400 રૂપિયાને પાર થઇ ગયા છે. જ્યારે આગામી દિવસોમાં તે 1500-1600 થી લઈને 1700 સુધી પણ થઈ શકે છે. એરંડાના ભાગમાં વધારે પડતો ભાવ મળતાં ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા છે. થોડા દિવસ પહેલા એરંડાનો ભાવ 1000 થી લઇને 1200 રૂપિયા આસપાસ હતો.
પરંતુ રોજ ૩૦ થી ૫૦ રૂપિયાનો ઉછાળો આવતા ભાવ મહતમ સપાટીએ પહોંચી ગયો છે. પરંતુ એરંડાના ભાવ માં દિવસેને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે. જ્યારે જીરાના ભાવ સ્થિર થઈ ગયા છે. આ સાથે સાથે કપાસ મગફળી અને ચણાના ભાવમાં પણ ખૂબ મોટો ઉછાળો નોંધાયો છે. વિસાવદર, બોટાદ, ગઢડા, ભાવનગર, ઉના, મોરબી, કોડીનાર, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, ગોંડલ, પોરબંદર…
લીમડી, પાટણ, થરાદ, ડીસા, કડી, મહેસાણા, બનાસકાંઠા તેમજ કલોલ ખેતીવાડી ઉત્પન્ન બજાર માં ચણા, કપાસ, ડુંગળી, એરંડા, ગુવાર મગફળી તેમજ જીરાના ભાવમાં નોંધપાત્ર ઉછાળો થતાં ખેડૂતો પોતાની ખેતપેદાશો વેચવા માટે તત્પર થયા છે. આ ઉપરાંત ખેતીવાડી ઉત્પન્ન બજાર ના મુખ્ય વેપારીઓએ જણાવ્યું છે કે…
આ વર્ષે સીઝનના અંત સુધી દરેક પાક ની માંગ ખુબ વધારે રહેવાની છે. જેના પગલે દરેક પાકના ભાવોમાં પણ ખૂબ વધારે તેજી દેખાશે એટલા માટે ખેડૂતો કોઇપણ પાકનો સંગ્રહ કરે અને સમયસર યોગ્ય ભાવ મેળવીને દરેક પાકોને વહેંચી દે તેવી અપીલ પણ કરી છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]