Breaking News

ચૂંટણીમાં જમાઈની જીત થઈ તો સાસુ ખભે બેસાડીને નચાવ્યા, સાસુ સધ્ધર તો જમાઈ અધ્ધર… જુવો વિડીયો.!

વર્ષોથી ચુંટણીની તૈયારી કરતા હોઈ અને એ ચુંટણીમાં જીતી જઈએ ત્યારે આનંદનો કોઈ પાર જ રેહતો નથી. દરેક કદમ પર સાથે ઉભા રહેતા કાર્યકર્તાઓ પર ખુબ હર્સોલાસથી ઉજવણી કરતા હોઇ છે. હમણા થોડા સમય પહેલા જ ગ્રામપંચાયતની ચુંટણીની જાહેરતો થઈ હતી…

એ બાદ ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ કેટલીક આશ્ચર્ય જનક ઉજવણીઓ સામે આવી છે. રાજ્યમાં દરેક ગામડાઓમાં ચુંટણીની ઉજવણીઓ જુદી જુદી રીતે થતી હોઈ છે. ત્યારે ખુબ જ અલગ રીતે ઉજવણી કરતો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે..

આ વિડીયો ખૂબ જ રસપ્રદ અને મજાક મસ્તી ભર્યો છે. આ વીડિયો તમામ સોશિયલ મીડિયા યુઝર્સનું ધ્યાન ખેંચવામા સફળ રહ્યો છે. લોકો વિડીયો જોઈને જુદી જુદી કોમેન્ટ્સ કરી રહ્યા છે. વિડીયોમાં સાસુ તેના જમાઈને પોતાના ખભા પર બેસારીને નાચી રહ્યા છે. પોતાન એકનો એક જમાઈ ચુંટણીમાં વિજય પામતા તેની સાસુની ખુશીનો કોઈ પાર રહ્યો નોહ્તો.

જેમાં એક સાસુ પોતાના જમાઈને ખભા પર બેસી નાચ્યા હતા. સાસુ જમાઈને લઈને ખાલી નાચ્યા જ નહોતા, આખા ગામમાં વિજય સરઘસ કાઢ્યું હતું. પરંતુ આ વીડિયો વિશે કોઈ ચોક્કસ માહિતી મળી રહી નથી. એટલે કે આ વીડિયો કયા ગામનો છે, સાસુ જમાઈના નામ શું છે? કઈ ગ્રામ પંચાયતમાં જમાઈની જીત થઈ છે. આ તમામ સવાલોનો જવાબ હજુ શોધવાના બાકી છે.

ગુજરાતી ગામઠી ભાષામાં એક કહેવત છે કે સાસુ સધ્ધર છે તો જમાઈ અધ્ધર છે… આ કહેવત આ વિડીયો જોયા બાદ સત્ય પૂરવાર થઈ છે.  જુદા જુદા ગામોમાં જુદા જુદા બનાવો બન્યા હતા, જેમ કે દાહોદના એક ગામમાં લોકોએ બેલેટ પેપેર ઉપર સિક્કા મારવાને બદલે ટેબલ પર સિક્કા મારીને બેલેટ પેપેર કોરા રાખ્યા હતા…

તો બીજી બાજુ પોતાનો પતિ ચુંટણીમાં માત્ર 1 મત થી જ હારી જતા તેની પત્નીને મત ગણતરીની જગ્યા પર જ ચક્કર આવી ગયા અને બેહોશ થઈને ઢળી પડી હતી. તેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો અન્ય એક જગ્યાએ ભારે અફર તફરીનો માહોલ સર્જાઈ ગયો હતો..

કારણકે જે જગ્યા પર મત ગણતરી કરવાની હતી તે જગ્યા પર અચાનક જ કાળો કિંગ કોબ્રા સાપ નીકળતા લોકોમાં ભારે ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ સાપએ ભારે હનાગામો મચાવતા મતગણતરીની કામગીરીને થોડોક સમય ઉભી રાખવી પડી હતી. અંતે તેને વન વિભાગની મદદ લઈને પકડીને સુરક્ષિત જગ્યાએ છોડી મુકવામાં આવ્ય હતો..

પરંતુ આ સાસુ અને જમાઈના ડાન્સનો વિડિયો સૌથી વધુ રોમાંચક હતો. લોકો આ વિડીયો જોઈને ભારે મજાક મશ્કરી કરી રહ્યા છે. ચુંટણીમાં દેરાણી જેઠાની અને ભત્રીજાની વહુ એમ ટોટલ 3 જના એક જ ઘરમાંથી ઉમેદવારી કરી રહ્યા હતા. એક જ ઘરના સભ્યોને ચુંટણીમાં ઉભા રાખીને ઘરના મોભીએ ભારે મગજ વાપર્યું હતું.

દેરાણી અને જેઠાની વચ્ચે ચુંટણીનો જંગ ભારે જામ્યો હતો. પરંતુ ચુંટણીની રીઝલ્ટ આવતા જ કૈક અનોખું બન્યું હતું. કારણ કે સૌ લોકોને એવી આશા હતી કે આ ચુંટણીમાં દેરાણી અથવાતો જેઠાણી જીતશે. પરંતુ આ ચુંટણીમાં તેની ભત્રીજા વહુ જીતીને આખી બાજી પલટી મારી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *