Breaking News

કરોડોની કારથી લઇને આલીશાન ઘરો સુધી, આ લક્ઝરી ચીજોના માલિક છે સાઉથ સિતારા…

વિજય દેવરાકોંડા, પ્રભાસ અને અલ્લુ અર્જુન સાઉથ ઇન્ડિયન સિનેમાના કેટલાક સૌથી પોપ્યુલર સિતારામાંથી છે. અને તેમને કરોડો લોકો પ્રેમ કરે છે. આ પ્રકારે મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોહનલાલ, ફહદ ફાસિલ જેવા સિતારા છે. આ સ્ટાર સૌથી પોપ્યુલર હોવાની સાથે સાથે સાઉથમાં સૌથી મોંઘી લાઇફસ્ટાઇલ પણ જીવે છે. તેની પાસે લક્ઝરી ગાડીયો, વેનિટી વેન્સ જેવી તમામ વસ્તુઓ છે. વિજય દેવરાકોંડા પાસે એક ખુબસૂરત ઘર છે. અને એ પ્રકારે તમામ સ્ટાર પાસ્ કેટલીક આલીશાન વસ્તુઓ છે. ચાલો જાણીએ એવા કલાકારો વિશે.

તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જૂને વર્ષ 2019માં પોતાની આલીશાન વેનિટી વેનની તસવીરો પબ્લિક કરી હતી. તેમને પોતાના ઇસ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીરો શેર કરી હતી. તેની વેનિટી વેનનું નામ તેમને ફેલ્કન રાખ્યું અને તેની કિંમત લગભગ 7 કરોડ રૂપિયા હતી.

મમૂટીના દીકરા દુલકર સલમાન પાસે અનેક આલીશાન ગાડીઓ અને વાઇક્સ છે. તેને ટ્રાવેલ કરવાનું પસંદ છે. અને તેની પાસે મીની કપૂર, મર્સડીઝ બેંઝ SLS AMG અને એક મર્સિડીઝ ઇ-ક્લાસ પણ છે. બાઇક્સની વાત કરીએ તો તેની પાસે Triumph Bonneville અને BMW R1200 GS જેવી કમાલની બાઇક્સ પણ છે.

ફહદ ફાસિલને મલયાલમ સિનેમાના સોથી કમાલના અભિનેતામાં ગણવામાં આવે છે. તેમની પાસે ઓડી-A6, મર્સિડીઝ બેંઝ અને રેંજ રોવર જેવી ગાડીઓ છે.

મલયાલમ સિનેમાના સુપરસ્ટાર મોહનલાલને નંબર 9થી ખુબ પ્રેમ છે. અને તમને જાણીને દિલચસ્પી થશે કે તેમની તમામ ગાડીઓ પર તેમને આ નંબર મળશે. મોહનલાલની ગાડીઓની વાત કરીએ તો તેમની પાસે Mercedes Benz W221, Pajero Sport, Mercedes Benz S Class અને Mercedes Benz GL 350 જેવી ગાડીઓ છે.

એક રિપોર્ટ અનુસાર સુપરસ્ટાર પ્રભાસની પાસે આલીશાન ગાડીઓની એક આખી રેંજ છે. 9 કરોડ રૂપિયાની રોલ્સ રોયસ ફેંટમ સિવાય તેમની પાસે જેગુઆર XJL કાર પણ છે. જેની કિંમત લગભગ 2 કરોડ રૂપિયા છે.

મીડિયા રિપોર્ટનું માનીએ તો સાઉથના સૌથી મોટા સુપર સ્ટાર રજનીકાંત Lamborghini Urus ચલાવે છે. twin-turbo V8 એન્જીનથી લેસ આ કારની કિંમત લગભગ 3 કરોડ રૂપિયા છે.

અભિનેતા વિજય દેવરાકોંડા અને તેમનો પરિવાર હૈદરાબાદના એક આલીશાન બંગલામાં રહે છે. જાણકારી અનુસાર જુબલી હિલ વિસ્તારમાં સ્થિત વિજયના ઘરની કિંમત લગભગ 15 કરોડ રૂપિયા છે.

કન્નડ ફિલ્મોના સુપર સ્ટાર અને KGF હીયો યશ ખુબ જ મોંઘી ગાડીઓના માલિક છે. તેની પાસે 5 આલીશાન ગાડીઓ છે. જેમાં Audi Q7, BMW 520D, Mercedes Benz DLS 350D, Mercedes GLC 250D Coupe અને Pajero Sport સામેલ છે. આ તમામ ગાડીઓની કિંમત લાખોમાં છે. Mercedes Benz DLS 350Dની કિંમત 1.5 કરોડથી શરૂ થાય છે. આ યશની પસંદગીની કાર છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) : [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

તારક મહેતાની નવી દયાભાભીની રંગીન તસ્વીરો આવી સામે, દિશા વાંકાણી નહી પરતું આ અભિનેત્રી બનશે નવી “દયાભાભી”.. જાણો..!

ટીવી જગતના સૌથી પ્રચલિત શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં છેલ્લા ઘણા સમયથી લોકો દયા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *