Breaking News

બોલીવુડ ગીત ઉપર ઠુમકા લગાવ્યા જાપાનીસ યુવતીઓ એ, વિડીયો પરથી નજર નહી હટે તમારી..!

બોલીવુડ ગીત ઉપર તો આખી દુનિયા ફિદા છે. શોર્ટ વિડીયો જેવા કે ટીકટોક અને રીલ્સ જેવા પ્લેટફોર્મને કારણે બોલીવુડ સોંગ ખુબ જ ચર્ચામાં રહેતા હોઈ છે તેમજ ક્રીએટર લોકો બોલીવુડ સોંગના તાલે ઠુમકા પર મારતા હોઈ છે. બોલિવૂડના સુપરહિટ ગીતો એવા છે કે દરેક વ્યક્તિ તેના પર ડાન્સ કરવા મજબૂર થઈ જાય છે.

બોલિવૂડના ગીતો પર ડાન્સ કરવા માટે ઘણા લોકો આગળ વધે છે. માત્ર ભારતમાં જ નહીં પણ બહાર પણ એવી કેટલીક જગ્યાઓ છે જ્યાં આ ગીતો એટલાં પસંદ કરવામાં આવે છે કે લોકો તેને સાંભળતા રોકી શકતા નથી. આવી સ્થિતિમાં, આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.

જેમાં વિદેશી ડાન્સર્સ ભારતીય ગીતો પર ડાન્સ કરતા જોવા મળે છે. હાલમાં પણ ઈન્ટરનેટની દુનિયામાં એક ખૂબ જ ક્યૂટ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે તમે અહીં જોઈ શકો છો. આ વીડિયોમાં તમે જાપાની યુવતીઓને બોલીવુડના ગીતો પર ડાન્સ કરતી જોઈ શકો છો. આ સમયે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે આયાકા અને ચી નામની બે યુવતીઓ ફિલ્મ રઈસના ગીત પર ડાન્સ કરી રહી છે. આ વીડિયોમાં બંને યુવતીઓ ગરબા સ્ટેપ કરતી જોવા મળી રહી છે. હવે લોકો આ ડાન્સ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરી રહ્યા છે. જાપાની યુવતીઓનો ડાન્સ જોયા બાદ એક યુઝરે તો ત્યાં સુધી કહ્યું કે, ‘બોલિવૂડની અસર દુનિયામાં દરેક જગ્યાએ જોવા મળશે.’

આ સાથે અન્ય એક યુઝરે કહ્યું કે, ‘ખરેખર આ બોલિવૂડ ક્રેઝનો નશો છે.’ તમને જણાવી દઈએ કે આયાકા અને ચી પોતાને જાપાની બોલિવૂડ ડાન્સર ગણાવે છે અને તેઓ ટોક્યોમાં બોલિવૂડ ફિટનેસ સ્કૂલ ચલાવે છે, જેનું નામ bollyque_jp છે. બંને પાસે 6.4k ફોલોઅર્સ સાથે YouTube ચેનલ છે. સોશિયલ મીડિયાના લોકો પણ બંનેનો પ્રેમ લુંટવામાં આગળ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *