ભારત સરકારની યોજના અંતર્ગત 100 રૂપિયાની બચત તમારી દીકરીને આપી શકે છે 15 લાખ રૂપિયા, જાણો શું છે રીત?

દિકરી સાંપનો ભારો નહી પરંતુ વહાલનો દરિયો હોય છે. આને ખરા અર્થમાં સાર્થક ઠેરવવા કેન્દ્ર સરકારે કમર કસી છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેટી બચાવો અભિયાનને સમર્થન આપવા માટે સુકન્યા સમૃધ્ધિ યોજના અમલમાં મુકી છે. જે દીકરીઓ માટે ભેટ સમાન સાબિત થશે. આ યોજનમાં માતા પિતા ઉપર કન્યાના લગ્ન અને તેના ભણતરનો ભાર હળવો કરવામાં સરકારની સુકન્યા સમૃધ્ધિ યોજનામાં સુરતના ૭૫ જેટલા પરિવારોએ ખાતા ખોલાવ્યા છે.

અને અન્ય દીકરીવાળા પરિવારોને આ યોજનાનો લાભો વિષે માહિતગાર કરી રહ્યાં છે. સુકન્યા સમૃદ્ધિ યોજનાને લોકો ઠેર ઠેર આવકાર આપી રહ્યા છે. 25મી ફેબુઆરીથી ભારતભરની પોસ્ટ ઓફિસમાં શરુ થયેલી આ યોજના કન્યાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા ખુબ ઉપયોગી સાબિત થાય તેમ છે. સુરત શહેરની પોસ્ટ ઓફિસોમાં આ યોજના હેઠળ ખાતું ખોલાવવા અને યોજનાની જાણકારી મેળવવા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સુરત શહેરની ફક્ત નાનપુરા પોસ્ટ ઓફીસમાં જ અત્યાર સુધી આ યોજના હેઠળ 75 જેટલા ખાતા ખુલી ચુક્યા છે. ભારત સરકાર દ્વારા કેટલીય યોજનાઓ બહાર પાડવામાં આવે છે. પરંતુ અડધી જનતાને તેના વિશે ખબર હોતી નથી. જેથી તેઓ આ યોજનાનો લાભ લઇ શકતા નથી. સરકારની યોજનામાંની જ એક એવી યોજના છે, જેના મારફતે દિકરીઓને સહાય મળે છે.

હવે જેના પરિવારમાં દીકરી હોઈ તેમણે તેના ભવિષ્યની ચિંતા કરવાની જરૂર નથી. આ યોજના અંતર્ગત દીકરીઓને  ૬૫ લાખ રૂપિયા મળશે. જો તમારા ઘરમાં દિકરીનો જન્મ થયો છે અથવા જો પહેલાથી તમારા ઘરમાં બાળકી છે તો તેના શિક્ષણ અને લગ્નના ખર્ચા માટેની ચિંતાને છોડી દો. કારણકે કેન્દ્ર સરકારે તેમના માટે ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’ બહાર પડી છે,

જેમાં તમે રોકાણ કરી શકો છો. જો તમારા ઘરમાં બાળકી છે તો તેના માટે તમે રોકાણ કરી શકો છો. આ યોજના ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતી અને 10 વર્ષથી ઓછી વયની દિકરીઓના લગ્ન અને તેના ભવિષ્યના ભણતરના ખર્ચાઓ માટે રોકાણ કરવાની સોનેરી તક છે. નાની રકમથી રોકાણ કરવાની શરૂઆત તમારી દિકરીનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે છે. આ યોજના પાછળનો સરકારનો ઉદ્દેશ ‘બેટી બચાવો બેટી પઢાવોનો’ છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું સગીર બાળ બાળ તરફ લક્ષ્ય છે. માતાપિતા અથવા કાનૂની વાલી દ્વારા છોકરીના નામથી તેના જન્મથી લઈને કોઈપણ સમયે તે 10 વર્ષની થાય તે પહેલાં જ ખાતું ખોલી શકે છે. આ યોજના શરૂઆતના 21 વર્ષથી કાર્યરત છે. એસ.એસ.વાય. ખાતાના બેલેન્સના ટકા સુધી આંશિક ઉપાડને 18 વર્ષની વયની થાય ત્યાં સુધી બાળકીનો શિક્ષણ ખર્ચ પૂરો કરવાની છૂટ છે.

આ રીતે ખોલી શકાશે ખાતું : આ યોજનાની શરૂઆત પીએમ શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ૨૦૧૫માં કરાઈ હતી. ફક્ત ૨૫૦ રૂપિયા ભરીને આ ખાતું ખોલાવી શકાય છે જેમાં દર મહિને અમુક રકમ ભરી આખા વર્ષ દરમિયાન દોઢ લાખ રૂપિયા જમા કરી શકો છો. હાલમાં સરકાર આ યોજનામાં ૭.૬% ના દરે વ્યાજ આપે છે,

જે બેંક અથવા પોસ્ટ ઓફીસમાં કરાવવામાં આવતી ફિક્સ ડિપોઝિટની(FD) સરખામણીએ ઘણું સારું છે. આ યોજનામાં રોકાણ કરવાથી ભવિષ્યમાં મળતી રકમ ટેક્ષ મુક્ત હોય છે. સુકન્યા સમૃદ્ધિ યોજના એવા લોકો માટે ખૂબ જ મદદરૂપ છે જેમની આવક ઓછી છે. જો જરૂર હોય તો ૧૮ વર્ષની ઉંમર પછી સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતામાંથી ૫૦ ટકા રકમ ઉપાડી શકાય છે.

દરરોજ 100 રૂપિયાનિ બચત કરી મેળવી શકો છો 15 લાખ: જો કોઇ વ્યક્તિ દર મહિને 3000 રૂપિયાનું રાકાણ કરે છે. તો એક વર્ષમાં કુલ 36 હજાર રૂપિયા જમા થશે. 14 વર્ષ સુધી ડિપોઝિટ કર્યા બાદ કુલ રોકાણ 9,87,637 રૂપિયા થશે. તેના પર 7.6 ટકાના દરે પણ વ્યાજ મળશે. આ સ્કીમના નિયમ હેઠળ, સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત દીકરીના 21 વર્ષ પૂર્ણ કર્યા બાદ જ તમે રકમ ઉપાડી શકશો. આ પ્રકારે દીકરીના 21 વર્ષ થયા બાદ તમને 15,27,637 રૂપિયા મળશે.

આ સ્કીમમાં રોકાણ કરવાની મર્યાદા શું છે?: આ સ્કીમમાં રોકાણ કરવા માટે તમે પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં ખાતું ખોલાવી શકો છો. આ સ્કીમમાં તમે 250 રૂપીયાથી લઇને 1.5 લાખ રૂપિયા વર્ષના જમા કરાવી શકો છો. જો તમે ન્યૂનતમ રકમ જમા નહીં કરો તો તમારું ખાતું બંધ થઈ જશે.

કોણ ખોલાવી શકે છે સુકન્યા સમૃદ્ધિ સ્કીમમાં ખાતું?  ભારતનો કોઈપણ નાગરીક આ સ્કીમ અંતર્ગત પોતાની દીકરી માટે ખાતું ખાલવી શકે છે.
આ સ્કીમ અંતર્ગત ખાતું પુત્રીની ઉંમર 10  વર્ષથી ઓછી હોવા પર જ ખુલી શકે છે. 18 વર્ષની ઉંમર થયા બાદ પુત્રી જાતે પોતાના ખાતાનું સંચાલન કરી શકે છે. આ સ્કીમ અંતર્ગત 15 વર્ષ માટે રોકાણ કરવામાં આવે છે. આ સ્કીમ અંતર્ગત વધારેમાં વધારે બે દીકરીઓના ખાતા ખોલાવી શકો છો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment