Breaking News

બનાસકાંઠાના ખેડૂતો વિદેશી પાકોની ખેતી કરી ને કમાય છે લાખો રૂપિયા, 1 લીટર તેલના મળે છે 14 હજાર રૂપિયા.

ખેડૂતોની સાહસિકતા (Entrepreneurship) અને પ્રયોગશીલતા હંમેશા નવા પાકો અને પરિણામો આપે છે. આપણે આજે એક એવા ખેડૂતની વાત કરી રહ્યા છીએ જેઓએ વિદેશમાં થતી જિરેનિયમની (Geranium) ખેતી કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા છે.

ખેડૂતો ખેતીને સફળ બનાવવા માટે હંમેશા નવા-નવા પ્રયોગો કરતા રહે છે. તેના લીધે જ કચ્છ જેવા સૂકા અને મોટે ભાગે રેતાળ પ્રદેશ (Sandy Region) માં કેસરની ખેતી  થાય છે અને જામનગર જિલ્લામાં વિદેશી ફળ ગણાતા  ડ્રેગન ફ્રૂટની (Dragon Fruit) ખેતી થાય છે.  ઉપરાંત ઉત્તર ગુજરાતના ખેડૂતો પણ કેસર (Saffron) ઉગાડવાના પ્રયાસો કરીને સફળ થયા છે.

બનાસકાંઠા જિલ્લાના ડીસાના ભોયણ ગામના ખેડૂત શ્રીકાંતભાઇ પંચાલે તેમના સાત વિધાનાં ખેતરમાં વિદેશમાં થતી જિરેનિયમની ખેતી કરીને લાખોની આવક મેળવી છે. તેણે જણાવ્યું હતું કે, તેઓ જિરેનિયમનાં ફુલોમાથી તેલ કાઢે છે, જેનાં લિટરનાં લગભગ 14 હજાર જેટલા ભાવ મળી રહ્યા છે.

ગુજરાત મુખ્યત્વે હીરા, ટેક્સટાઈલ (Textile) જેવાં ક્ષેત્રોમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. ત્યારે હવે ગુજરાત ખેતીમાં પણ પોતાનું જોર બતાવી રહ્યું છે. સફરજન, દાડમ, ખજૂર અને દ્રાક્ષ પછી હવે ગુજરાતના ખેડુતો વિદેશોમાં (Foreign) થતી જિરેનિયમની ખેતી કરીને પોતાની આગવી ઓળખ બનાવી રહ્યા છે. બનાસકાંઠાનાં ખેડૂત શ્રીકાંતભાઇ પંચાલે જિરેનિયમની ખેતીની સાથે જિરેનિયમનાં ફુલોમાંથી તેલ કાઢવા માટે પ્લાન્ટ (Plant) પણ બનાવ્યો છે.

ગરીબોનું ગુલાબ ગણાય છે જિરેનિયમ : ગરીબોનું ગુલાબ ગણાતું જિરેનિયમ એક પ્રકારનો સુંગધિત છોડ (Aromatic Plants) છે. સામાન્ય રીતે જિરેનિયમનાં ફુલોમાંથી તેલ કાઢવામાં આવે છે. આ તેલની આજકાલ બજારમાં ખુબ માગ (Demand) જોવા મળી રહી છે. જિરેનિયમ ઔષધિ (Medicine) ઉપરાંત અન્ય કામમાં પણ ઉપયોગી બને છે. જિરેનિયમનાં તેલમાંથી ગુલાબ જેવી સુંગધ આવે છે. જેનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધન (Beauty Product) અને સુંગધિત સાબુ બનાવવા માટે ઉપયોગ થાય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ગુજરાતમાં ચોમાસું આગળ વધતું અટકી ગયું, ખેડૂતો વાવણી કરતા પહેલા ખાસ વાંચી લે આ આગાહી…

ગુજરાતમાં કાળઝાળ ગરમી ધીમે-ધીમે ઓછી થવા લાગી છે. જ્યારે ગુજરાતના અમુક જીલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *