Breaking News

બબીતાજી એક એપિસોડના લેતી હતી માત્ર 125 રૂપિયા, હવે છે કરોડોની માલકિન – જુવો તેની જાહોજલાલી..

તારક મહેતા સીરીયલની બબીતાજી 13 વર્ષથી ચાહકોના દિલ પર રાજ કરે છે. બબીતાજી જયારે તારક મહેતા શરૂ થયું હતું ત્યારથી તેમાં કામ કરે છે. એ પેહલા પણ તે મોડેલીંગ કરતી હતી. તેને સૌથી પેહલું કામ માત્ર 6 વર્ષની ઉમરમાં જ કર્યુ હતું. બબીતાના ચાહક માત્ર જેઠાલાલ જ નથી પરતું આખું ઇન્ડિયા છે.

બબીતાજી એટલે કે મુન મુન દત્તા તેના ગરમ લુકના કારણે હંમેશા ચર્ચામાં હોઈ છે. મુનમુન દત્તા પોતાની ખુબસુરતી, સ્ટાઇલ અને એક્ટિંગને લઇ લાઈમલાઈટમાં રહે છે. હાલ મુન મુન અને રાજ અનાડકટના રીલેશનની ચર્ચાઓ વેગ પકડી રહી છે. સોશિયલ મીડિયા પર જાત જાતના મીમ્સ બનવા લાગ્યા છે. બબીતાજી સોશિયલ મીડિયા પર જુદા જુદા લુકના પોઝ સાથે હંમેશા વાયરલ હોઈ છે.

જયારે બબીતાજી એ પેહલુ કામ 6 વર્ષની ઉંમરે કર્યુ હતું ત્યારે તે ફક્ત 125 રૂપિયામાં જ મળ્યા હતા. મુનમુન દત્તાએ ટીવી સીરીયલમાં 2005માં ડેબ્યુ કર્યુ હતું. ત્યારે તેને કોઈ ઓળખતું પણ નોહ્તું અને તેની પાસે વધારે કામ પણ નોહતા આવતા.

6 વર્ષની ઉંમરે રેડિયો પર ગાયું: એક મુલાકાતમાં મુનમુને કહ્યું કે જ્યારે તે માત્ર 6 વર્ષની હતી ત્યારે તેને આકાશવાણીમાં ગાવાની તક મળી. તેમને કલકત્તા ઓલ ઇન્ડિયા રેડિયો પર ગાવા માટે 125 રૂપિયા મળ્યા, જે તેમની પ્રથમ કમાણી પણ હતી.

આજે બબીતાજી પોતાના લુકના કારણે લોકપ્રિય બની ગયા છે. નાના ટેણીયાના મોઢા પર પણ બબીતાજી બબીતાજી નામ હોઈ છે. આજ ની તારીખમાં મુન મુન દત્તા ટીવી સીરીયલની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રીઓ માંથી 1 છે. અત્યારે તે એક એપિસોડના 35 હજાર થી ૫૦ હજાર સુધીની ફી લે છે.

અહેવાલ મુજબ મુન મુનની કુલ સંપતિના આંકડા ખુબ જ વધારે છે. તે આશરે 15 કરોડની માલકિન છે.આટલી મોટી સેલેબ્રીટી બન્યા પછી તે ખુબ જ વૈભવશાળી જીવન જીવવા લાગી છે.

મુનમુન દત્તાને નોહતું બનવું બબીતા​જી : અહેવાલો અનુસાર, જ્યારે મુનમુન દત્તાને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતા ​​જીની ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી, ત્યારે તેમણે અય્યરની પત્ની બનવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. જોકે, જ્યારે જેઠાલાલ એટલે કે દિલીપ જોશીએ તેમને સમજાવ્યા ત્યારે મુનમુન ના પાડી શક્યા નહીં.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

તારક મહેતાની નવી દયાભાભીની રંગીન તસ્વીરો આવી સામે, દિશા વાંકાણી નહી પરતું આ અભિનેત્રી બનશે નવી “દયાભાભી”.. જાણો..!

ટીવી જગતના સૌથી પ્રચલિત શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં છેલ્લા ઘણા સમયથી લોકો દયા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *