Breaking News

કોરોનામાં માતા કે પિતા ગુમાવનાર બાળકને મહીને મળશે આટલા રૂપિયાની સહાય.. ભરી દો આ રીતે ફોર્મ..

કોરોનાએ કોઈને કોઈકના નજીકના સદસ્યને છીનવી લીધા છે. કોઈકની માતા તો કોઈકના પિતા , કોઈકની પત્ની તો કોઈકના પતિ.. અંતે બાળકોને પણ બાકી નથી મુક્યા.. માતા-પિતા કોરોનામાં ચાલ્યા જાય તો બાળકો નિરાધાર બની જાય છે. તેને સાચવવા વાળું કોઈ રેહતું નથી. તેથી સરકારે બાળ સેવા યોજના શરુ કરી છે.

આ યોજના હેઠળ સરકાર કોરોનાની પેહલી અને ઈજી લહેર દરમિયાન જે પણ બાળકોએ તેમના માતા કે પિતા ગુમાવ્યા હોઈ અથવા તો માતા-પિતા બને ગુમાવ્યા હોઈ તેને મહીને મહીને આર્થિક સહાય પૂરી પાડશે. ૦થી ૨૧ વર્ષ સુધીના બાળકો-યુવાનોને માસિક ૪,૦૦૦ સુધીની આર્થિક સહાય કરવા સરકારે બાળ સેવા યોજના અમલમાં મૂકી હતી. ૭ જુલાઇના રોજ યોજના અમલમાં મૂકતાની સાથે સંવેદનશીલ સરકારના અતિસંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૃપાણીએ જાહેરાતના માધ્યમથી ભરપૂર વાહવાહી લૂંટી હતી.

આ યોજનાને અમલ માં મૂકી તેના 2 મહિના થઈ ગયા છે છતાં પણ બાળકોને સહાય મળી નથી. બાળ સેવા યોજનાનું બાળમરણ થઈ ચુક્યું છે. સુરતમાં તો અધિકારીઓ એ હદ વટાવી દીધી છે. આ યોજના માટે લોકો ફોર્મ ભરીને જયારે સબમિટ કરાવવા માટે ગયા તો ખબર પડી કે છેલ્લા 10 દિવસથી આ યોજના અ ફોર્મ લેવાનું જ બંધ કરી દેવામાં આવ્યું છે.

કોઇપણ પ્રકારની આવક મર્યાદા નહીં હોવાથી આ યોજનાનો લાભ લેવા  રાજ્યભરમાં ફોર્મ ભરવાનો આરંભ થયો હતો. જેમાં સુરતમાંથી જ અંદાજે ૧૦૦૦થી વધુ ફોર્મ ભરાયાં છે. હજુ પણ ફોર્મ ભરવા માટે જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરીમાં લોકો ધક્કા ખાઇ રહ્યા છે, પરંતુ સરકારે એકાએક યોજનાના ફોર્મ સ્વીકારવા પર બ્રેક મારી દેતાં સંખ્યાબંધ લોકો અટવાઇ રહ્યા છે.

આ પ્રકારની મુશ્કેલી સર્જાતા લોકોએ આ યોજના બંધ કરવા અંગે લોકો બાળ સુરક્ષા અધિકારીને સવાલો કરી રહ્યા છે, પરંતુ તેઓ યોગ્ય ઉત્તર આપતા નથી. મોટા ઉપાડે રાજ્ય સરકારે ૭મી જુલાઇના રોજ બાળ સેવા યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના અંતર્ગત કોરોનાના મહામારીથી માતા-પિતા બંને ગુમાવનારા ૦થી ૨૧ વર્ષ સુધીનાને દર મહિને ૪૦૦૦ રૃપિયાની આર્થિક  સહાય જ્યારે માતા-પિતા બંનેમાંથી એકને ગુમાવનારાને માસિક ૨૦૦૦ રૃપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી.

  • અહીંથી કરો ફોર્મ ડાઉનલોડ : બાળ સેવા યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરવા માટે  ⇒ અહી ક્લિક કરો  

“મુખ્યમંત્રી બાળ સેવા યોજના” અરજી સાથે જોડવાના પુરાવાઓ :  બાળકના જન્મનો દાખલો/શાળા છોડયાનું પ્રમાણપત્ર , બાળકના પિતાના મરણનું પ્રમાણપત્ર , બાળકના માતાના મરણનું પ્રમાણપત્ર , અરજી કર્યાના ત્રણ માસ સુધીમાં જમા કરવાના થતાં ડૉક્યુમેન્ટ.

તેમજ બાળકના આધાર કાર્ડની નકલ , બાળક અથવા અરજદાર વાલીના બેંક ખાતાની પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા ચેકબુકનું રદ કરેલ પાનું , અરજદાર પાલક વાલીના આધાર કાર્ડની નકલ બાળક હાલમાં જે ધોરણમાં અભ્યાસ કરતો હોય તે અંગેનું શાળા/આંગણવાડીનું પ્રમાણપત્ર .

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સરકારની આ યોજનાથી દીકરીના લગ્ન માટે મળશે 65 લાખ રૂપિયા, આજે જ જાણી લેજો આ યોજનાની માહિતી..!

દરેક માતા પિતા પોતાના બાળકોને લગ્નને લઈને હમેશા ચિંતિત હોઈ છે. તેમાં પણ મધ્યમ અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *