Breaking News

એશિયાનું સૌથી મોટું સીતાફળનું ફાર્મ – પાકનો ફાલ જોઈને આજે જ કરવા માંડશો બાગાયતી ખેતી..!

સીતાફળનું નામ સાંભળતા જ કેટલાયના મોઢામાં પાણી આવી ગયું હશે. સીતાફળને ખાવામાં થોડી વાર જરૂર લાગે છે પરતું તેનો સ્વાદ એકદમ મધુર હોઈ છે. સૌથી મીઠામાં મીઠું ફળ હોઈ તો તે સીતાફળ છે. કેરી પણ અંતે ક્યારેયક ખાટી નીકળે છે પરતું સીતાફળ હંમેશા સ્વાદમાં ગળ્યા જ હોઈ છે. સીતાફળની ખેતી કરવી તે ખુબ જ મુશ્કેલી ભર્યું કામ છે. સીતાફળની ખેતીમાં એક ખેડૂત કરે છે કરોડો રૂપિયાની કમાણી…

છત્તીસગઢ રાજ્યના દુર્ગ જિલ્લાના ધૌરાભાઠા ગામમાં એશિયાનું સૌથી મોટું સીતાફળ ફાર્મ આવેલું છે. ત્યાં સીતાફળની મોટા પાયે ખેતી કરવામાં આવે છે. આ ફાર્મ લગભગ 400 એકરમાં ફેલાયેલું છે. તેમાં જુદા-જુદા 16 પ્રકારના ફળની ઓર્ગેનિક ખેતી કરવામાં આવે છે. આ ફાર્મના માલિક અનીલ અને વઝીર નામના બે વ્યક્તિઓ છે. તેઓએ આ ફાર્મની શરૂઆત 2014માં કરી હતી. જે આજે સીતાફળના સર્વોચ્ચ ઉત્પાદન સાથે પ્રથમ ક્રમાંકે છે.

અનિલ શર્મા જણાવે છે કે, આ ફાર્મ શરૂ કરવા માટે તેમને 2005માં જમી ખરીદવાનું શરૂ કર્યું. કેમ કે તે સમયે આ વિસ્તારમાં જમીન ખૂબ સસ્તી મળતી હતી. બાદમાં 2014માં જમીનને સમથળ કરીને ખેતર તૈયાર કરયું. હાલ આ ફાર્મમાં 16 પ્રકારના ફળ ઉગાડવામાં આવે છે.

આ ફાર્મ સીતફળ ઉત્પાદન માટે એશિયાનું સૌથી મોટુ ફાર્મ છે. અહીં 180 એકરમાં સીતાફળની ખેતી કરવામાં આવે છે. આ સાથે જ જામફળ પણ અહીં થાય છે. ઉપરાંત ડ્રેગન ફ્રૂટના ઉત્પાદન માટે અહીં ભારતનું સૌથી મોટુ ફાર્મ છે. 25 એકરમાં આંબા લાગેલા છે. આ ઉપરાંત ચીકુ, મૌસંબી, લીંબુ સહિત અન્ય ફળના ઝાડ પણ લગાવેલા છે.

અનિલ શર્મા જણાવે છે કે, તેમના દાદાજી ખેડૂત હતા. પિતાજી પણ સરકારી શિક્ષક અને ખેડૂત હતા. પોતે બિઝનેસ કરતો હતો. તેમણે જણાવ્યુ કે, તે માઈનિંગનો બિઝનેસ કરતો હતો. તે જાણતો હતો કે, માઈનીંગથી પ્રદૂષણ થાય છે. તેનાથી તેને વિચાર આવતો કે, જો ક્યાંય ભગવાન છે અને ધરતી પર આ જીવન પુરૂ કરીને જવાનું છે. આવા સમયે જો તે ઉપર આપણને પુછશે કે, તમે સારામાં સારૂ કામ શું કર્યુ જે ધરતી પર મોકલ્યા હતા.

એટલા માટે મારા મનમાં આ વિચાર આવ્યો કે, આપણે જે પ્રદૂષણ ફેલાવી રહ્યા છીએ તેને ઓછુ કરવા માટે શું કરી શકાય. એટલા માટે અહીં દોઢ લાખ ઝાડ લગાવામાં આવ્યા છે. જેથી પ્રદૂષણ ઓછુ કરી શકાય. ફળ ઉપરાંત અહીં ગીર પ્રજાતિની 150 ગાયો પણ પાળવામાં આવી છે. તેમના ચારા અને ફાર્મમાં જ શેરડી, મકાઈ અને નેપિયર ઘાંસની ખેતી કરવામાં આવે છે. સાથે જ ગાયના ગોબર અને ગૌમૂત્રથી જૈવિક ખેતી કરવામાં આવે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ગુજરાતમાં ચોમાસું આગળ વધતું અટકી ગયું, ખેડૂતો વાવણી કરતા પહેલા ખાસ વાંચી લે આ આગાહી…

ગુજરાતમાં કાળઝાળ ગરમી ધીમે-ધીમે ઓછી થવા લાગી છે. જ્યારે ગુજરાતના અમુક જીલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *