આ વર્ષની સિઝનમાં દરેક પાક ના ભાવ ખૂબ ઊંચા બોલાઇ રહ્યા છે. તેનું એકમાત્ર કારણ એ છે કે, આ વર્ષે વરસાદ માવઠા અને તોફાની પવનના કારણે ખેડુતોને ખેતરો માં ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. જેના પગલે દરેક પાકનું ઉત્પાદન ખૂબ જ ઓછું છે કુદરતીઆફતોને કારણે દરેક પાક બગડી જવાનો અથવા તો બળી જવાનો કેસ નોંધાયો હતો…
સમગ્ર ગુજરાત લેવલ ની વાત કરીએ તો દરેક જિલ્લાઓમાં ગયા વર્ષ કરતાં ઓછી ખેતપેદાશો થઈ છે.. તેમજ માર્કેટયાર્ડમાં દરેક પાકોની માંગ ખૂબ ઊંચી દેખાઈ રહી છે.. જેના પગલે દરેક પાકના ભાવ ખૂબ વધી રહ્યા છે. રાધનપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ની વાત કરીએ તો આ બજારમાં એરંડાના ભાવ ખૂબ ઊંચા બોલાઇ રહ્યા છે.
તેમજ જીરું અને એરંડા જવા પાકની આવક પણ શરૂ થઈ ગઈ છે. ખેડૂતો વહેલી સવારથી જ ખેતપેદાશો લઈને માર્કેટયાર્ડની લાઈનમાં લાગી જતા હોય છે. રાધનપુર માર્કેટ દરેક પાકો થી ભરાઈ ગયું છે. તેમાં હજુ પણ આવકમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. તેમાં એરંડાના ભાવ માં છેલ્લા ઘણા દિવસથી ખૂબ વધારે માત્રામાં તેજી જોવા મળી રહી છે…
છેલ્લા ઘણા દિવસથી એક હજાર કરતાં વધારે બોરીની આવક થઈ રહી હતી. તેવામાં એરંડાના ભાવ ખેડૂતોને પણ પોસાય તેમ છે. એટલા માટે તેઓ વેચાણ કરવા માટે રાધનપુરના માર્કેટયાર્ડ ને પસંદ કરે છે. હાલ એરંડાના ભાવ 1250 થી 1280 રૂપિયા સુધી પહોંચી ગયા છે. જ્યારે જીરાના ભાવ 3000 થી લઈને 3500 સુધી પહોંચી ગયા છે..
પરંતુ એરંડાના ભાવ માં દિવસેને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે. જ્યારે જીરાના ભાવ સ્થિર થઈ ગયા છે. આ સાથે સાથે કપાસ મગફળી અને ચણાના ભાવમાં પણ ખૂબ મોટો ઉછાળો નોંધાયો છે. વિસાવદર, બોટાદ, ગઢડા, ભાવનગર, ઉના, મોરબી, કોડીનાર, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, ગોંડલ, પોરબંદર…
લીમડી, પાટણ, થરાદ, ડીસા, કડી, મહેસાણા, બનાસકાંઠા તેમજ કલોલ ખેતીવાડી ઉત્પન્ન બજાર માં ચણા, કપાસ, ડુંગળી, એરંડા, ગુવાર મગફળી તેમજ જીરાના ભાવમાં નોંધપાત્ર ઉછાળો થતાં ખેડૂતો પોતાની ખેતપેદાશો વેચવા માટે તત્પર થયા છે. આ ઉપરાંત ખેતીવાડી ઉત્પન્ન બજાર ના મુખ્ય વેપારીઓએ જણાવ્યું છે કે…
આ વર્ષે સીઝનના અંત સુધી દરેક પાક ની માંગ ખુબ વધારે રહેવાની છે. જેના પગલે દરેક પાકના ભાવોમાં પણ ખૂબ વધારે તેજી દેખાશે એટલા માટે ખેડૂતો કોઇપણ પાકનો સંગ્રહ કરે અને સમયસર યોગ્ય ભાવ મેળવીને દરેક પાકોને વહેંચી દે તેવી અપીલ પણ કરી છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]