અચાનક જ 11 વાઘની સામે કુદી પડ્યો આ યુવક, અને પછી જે થયું…! જુવો વિડીયો..

જો આપડી સામે કોઈપણ જંગલી પ્રાણી કે ખૂંખાર જાનવર આવી જાય તો વિચારીને જ આપડા મોતીયા મરી જતા હોઈ છે. એવામાં આ યુવકની સામે એક નહીં બે નહીં પરંતુ 11 સફેદ વાઘ થોડાક જ અંતરે ઉભા હતા. છતાં પણ તે મોતના મુખમાંથી બચી ગયો અને બહાર નીકળી આવ્યો છે.

હકીકતમાં આ વાત ચીનની રાજધાની બેઇજિંગ ના પ્રાણી સંગ્રહાલયની છે. જયા એક યુવક પ્રાણી સંગ્રહાલયની મુલાકાતએ ગયો હતો. તે પ્રાણી સંગ્રહાલયની ટુર સેલ્ફ ડ્રાઇવિંગ દ્વારા કરવાનો હતો. પરંતુ કોઇ કારણસર પ્રાણી સંગ્રહાલયમાં જીપ ચલાવતી વખતે તે કારમાંથી નીચે પડી ગયો હતો..

ખૂંખાર પ્રાણીઓ ની સામે પહોંચી ગયો હતો. એ વખતે તેની સામે ૧૧ વાઘ હતા. જેમાંથી કોઇપણ વાઘ ક્યારેય પણ હુમલો કરશે જે કશું જ કહી શકાય નહીં. પરંતુ આ યુવકે મગજ વાપરી અને વાઘ ની સામે ક્યારેક ઊભો થઈ જતો ત્યારે નીચે બેસી જતો. એમ સ્ટંટ કરવા લાગ્યો. જ્યારે પ્રાણીસંગ્રહાલયના લોકોને લાગ્યું કે હવે વાઘ યુવકનો જીવ લઇ લેશે..

ત્યારે તેઓએ મગજ વાપરી ને વાઘ નું ધ્યાન હટાવવા માટે ખાવાની વસ્તુઓ ફેંકવાની શરૂ કરી છે જેથી વાઘનું ધ્યાન ખાવામાં રહે અને તેઓ આ યુવકને સરળતાથી બચાવી શકે. હેમ ખેમ રીતે આ યુવકને તે પ્રાણી સંગ્રહાલય માંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

આ યુવકની હિંમત ને સલામી દેવી પડે. કારણ કે તે 11 વાઘો તેની સામે હતા છતાં પણ તે મોતના મુખમાંથી બચી ને પાછો આવ્યો છે. આ યુવકે જે સ્ટંટ કર્યો તેનો વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ તેમાં નવીન પ્રકારની ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે અને વીડિયોને વધુમાં વધુ શેર કરી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment