Breaking News

આને કેહવાઈ સાચી વફાદારી ! માલિકના મોત બાદ કુતરાએ જે કર્યું તે જોઈને સૌ કોઈની આંખો ભરાઈ આવી..

લોકો વિવિધ પ્રકારના પાલતુ જાનવરોને પાળે છે. પરંતુ મોટાભાગના લોકો પાલતુ જાનવર તરીકે કુતરા ને પસંદ કરે છે. કારણકે કૂતરો એ પોતાના માલિક પ્રત્યે સમ્પૂર્ણપણે વફાદારી દાખવે છે. સામાન્ય રીતે કૂતરાને સૌથી વફાદાર જાનવર માનવામાં આવે છે. સોશિયલ મીડિયા પર કુતરા ની વફાદારી ના ઘણા કિસ્સાઓ જોવા મળે છે.

આ દરમિયાન ઇન્ટરનેટ પર તુર્કીના એક પાલતુ કુતરા ની તસવીરો વાયરલ થઇ રહી છે. પોતાના માલિકના મોત બાદ પણ તે કૂતરો માલિકની કબ્ર પાસે ઉદાસ બેસી રહે છે. ઇન્ટરનેટ પર તસવીર જોઈને લોકો ખૂબ જ ભાવુક થાય છે.

આ ઉપરાંત તે કુતરા એ ત્રણ ચાર દિવસોથી ખાવા-પીવાનું પણ બંધ કરી દીધું છે. મળતી જાણકારી મુજબ, તુર્કીના કાયમાકલી જિલ્લામાં રહેતા એક ઓમર ગુવે નામના યુવકની પત્નીની નું આશરે ૧૨ વર્ષ પહેલા મૃત્યુ થયું હતું. આ યુવક પ્રાણીપ્રેમી હોવાથી તેની પત્નીના મૃત્યુ બાદ ઓમરે રખડતી બિલાડીઓ અને કૂતરાઓને પાડવાનું શરૂ કર્યું.

ઓમરે ને તેમના વિસ્તારના લોકો પશુ પ્રેમી તરીકે ઓળખે છે. ઓમરે આજથી ૧૧ વર્ષ પહેલા એક જર્મન શેફર્ડ પ્રજાતિના કૂતરાની સાર સંભાળ શરૂ કરી હતી. જેનું નામ ફેરો રાખ્યું હતુ. ઓમરએ કુતરા ની સારી રીતે દેખભાળ કરતો હતો. ઘણા લાંબા સમયગાળા બાદ ઓમર અને કુતરા વચ્ચે ગાઢ મિત્રતા થઇ ગઈ હતી.

પરંતુ અચાનક થોડા દિવસો પહેલા ઓમર બીમાર થઈ ગયા જેથી તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમ્યાન તેમનું નિધન થયું હતું. ઓમરે પોતાના જીવનકાળમાં 92 વર્ષોમાં થી 11 વર્ષો ફેરો સાથે વિતાવ્યા હતા.

મૃત્યુ બાદ ઓમરને જ્યારે તાબુદ રાખવામાં આવ્યો ત્યારે તેનો વફાદાર કુતરો તાબૂદની પાસે જ ઉભો રહી ગયો અને પોતાના માલિકની દેખરેખ રાખવા લાગ્યો. જ્યારે તેના સબ દફનાવવામાં આવ્યો ત્યારે પણ ફેરો કબ્ર પાસે જ બેસી રહ્યો. જ્યારે સૌ કોઈ લોકો પોતાના ઘરે પરત ફરી ગયા તોપણ ફેરો પાસેથી હટ્યો નહિ.

તે ઉંમરની પાછા આવવાની રાહે ત્યાં જ બેસી રહ્યો. જ્યારે ઓમરની દીકરીને આ કિસ્સા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું કે મારા પિતા શેરો ને ખુબ જ પ્રેમ કરતા હતા પરંતુ જ્યારે મારા પિતાનું નિધન થયું ત્યારે ફેરો ખૂબ જ ઉદાસ થઈ ગયો હતો. તેણે બે ત્રણ દિવસથી કંઈ ખાધું પણ ન હતું. મારા પિતાની ફેરો સાથે એક લાગણી જોડાયેલી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *