Breaking News

આજ રોજ ગુરુ કરશે કુંભ રાશિમા સંક્રમણ, ઘન-સંપત્તિમા થશે વૃદ્ધિ, જાણો તમારી રાશી તો નથી ને ક્યાંક આ યાદીમા..?

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે બધા ગ્રહ તેમના સમય જતા તે બધી રાશિઓ પર તેની અસર જોવા મળે છે. જેને લીધે બધી રાશિના લોકો પર તેની શુભ અને અશુભ અસર થાય છે. ઘણી વખત ગ્રહની સ્થિતિ સારી હોય તો શુભ પરિણામ મળે છે અને ગ્રહની સ્થિતિમાં ફેરફાર થતા તેમના જીવનમાં મુશ્કેલીઓ આવે છે.

છ એપ્રિલ થી ગુરુ મકર રાશી માંથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. દેવ ગુરુ ૧૪ સપ્ટેમ્બર સુધી આ રાશિમાં રહેશે. તે પછી તે પાછા મકર રાશિમાં પ્રવેશ કરશે. તેને લીધે દેવગુરુ બૃહસ્પતિની રાશિના લોકો પર તેની અલગ અલગ અસર જોવા મળશે. તો ચાલો આપણે જાણીશું કે આ ગુરુના સંક્રમણથી થતી શુભ અને અશુભ અસર.

વૃષભ રાશિ : આ રાશિના લોકો માટે આ પરિવર્તન ખુબ જ સારું રહશે. નોકરી કરતા લોકોને લાભ થશે. તમારા કાર્યમાં તમને સફળતા મળશે. આવકના સ્ત્રોતમાં વધારો થશે. સંપતીને લગતી બાબતોમાં લાભ થશે. કોઈ સામાજિક કાર્યમાં લાભ થશે. સામાજિક કાર્યમાં માન સન્માન વધશે.

મિથુન રાશિ : આ રાશિના લોકોને ગુરુનું આ પરિવર્તન સારું રહેશે. તમને તમારા ભાઈ બહેનનો સાથ મળશે. પરિવારનું વાતાવરણ સારું રહેશે. વિદેશ જવાના યોગ બની શકશે. ઘરના વડીલોની સલાહ તમારા માટે ફાયદાકારક રહેશે. સંતાન તરફથી સુખ પ્રાપ્ત થશે. આવકમાં મોટો વધારો થશે. ધાર્મિક કાર્યમાં મન લાગશે. તમારા બધા કાર્ય તમે સારી રીતે પૂર્ણ કરશો. જેનો તમને લાભ થશે.

તુલા રાશિ : આ રાશિના લોકોને ગુરુનું સંક્રમણ તેમના માટે સારું રહેશે. નોકરીના કામમાં લાભ થશે. તમને તમારી બધી બાજુએથી લાભ મળશે. તમારા જીવનમાં કોઈ નવો પ્રસંગ આવી શકે છે. પરિવારના બધા લોકોનો સાથ સહકાર મળશે. તમારા બાળકને લઈ બધી સમસ્યા દુર થશે. તમે તમારા માતા પિતા સાથે સારો સમય પસાર કરશો. તમારા ધંધામાં લાભ થશે.

ધનુ રાશિ : આ રાશિના લોકોને સંતાનને લઈ જે ચિંતા છે તે દુર થશે. ગુરુના આ સંક્રમણને લીધે વિદેશમાં નોકરી કરવા માટેની મહેનત સફળ થશે.તમારી હિમતમાં વધારો થશે. વિદ્યાર્થીઓ ને તેમના અભ્યાસમાં લાભ થશે. ઘર્મમાં કાર્યમાં તમારું મન લાગશે. તમારા કામમાં તમારા આધિકારીઓ તમારા વખાણ કરશે.

મકર રાશિ : આ રાશિના લોકોને આ સંક્રમણથી તેમની આર્થિક સ્થિતિમાં ફાયદો થશે. તે તમારી આર્થિક સ્થિતિને વધુ સારી બનાવશે. જુના ઝગડાનું સમાધાન થશે. ઘરની બધી જરૂરિયાત પૂરી થશે. તે તમારા દુશ્મનથી વિજય મેળવી શકશો. અચાનક કોઈ પ્રવાસ પર જવાનું થઈ શકે છે. જે તમારા માટે લાભદાઈ રહેશે.

કુંભ રાશિ : આ રાશિના લોકો માટે આ સંક્રમણ સારું રહેશે. સમાજિક ક્ષેત્રે લાભ થશે. તમે તમારું બધું કાર્ય સમયસર પૂર્ણ કરશો. ધંધામાં બઢતી જોવા મળશે. વિદ્યાર્થી ઓને અભ્યાસમાં વધુ રસ લાગશે. બળકોને લગતા સારા સમાચાર મળવાની સંભાવના છે. જેને લીધે તમે ખુશ રહેશો.

મેષ રાશિ : આ રાશિના લોકોને આ સમય મિક્સ રહેશે. તમારા માતા પિતા સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેશો. બાળકોને શિક્ષણ ક્ષેત્રે વધુ મહેનત કરવી પડશે. કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં તેને સફળતા પ્રાપ્ત થશે. જે લોકો લગ્ન કરવા માંગે તેને સારા પ્રસ્તાવ મળશે.

કર્ક રાશિ : આ રાશિના લોકોને આ સમય સામાન્ય રહેશે. ગુરુના પરિવર્તનથી તેમના ધંધામાં લાભ થશે. નોકરીના ક્ષેત્રે બઢતી થશે. સામાજિક કાર્યમાં વધુ પૈસા ખર્ચ થશે. તમારે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. બહારની વસ્તુઓ ખાવાનું ટાળવું. અચાનક સંપતીમાં વધારો થશે.

સિંહ રાશિ : આ રાશિના લોકોને આ સંક્રમણમાં સાવચેત રહેવું. તમારે તમારા સ્વાસ્થ્ય અંગે ધ્યાન રાખવું. લાંબી બીમારીને કારણે વધુ પૈસા ખર્ચ થઈ શકે છે. કોઈ શુભ પ્રસંગમાં જોડાઈ શકશો. નોકરીના કામમાં તમને અધિકારીની મદદ મળશે. આ સમય દરમિયાન તમારા ધંધામાં કોઈ પણ ફેરફાર ન કરવા.

કન્યા રાશિ : આ રાશિના લોકોને આ સમય દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડશે. ગુરુના આ પરિવર્તનને લીધે તમારા દુશ્મનોની સંખ્યામાં વધારો થશે. લગ્નમાં બજેટ કરતા વધુ પૈસા ખર્ચ થશે. કામ કરતા લોકોને કામમાં વધુ ભાર રહેશે. ઓફિસના કામમાં મોટા અધિકારી સાથે સારી રીતે વાત કરવી.

વૃશ્ચિક રાશિ : આ રાશિના લોકોને તેમના આ પરિવર્તનથી પરિવારની મુશ્કેલીનો સામનો કરવો પડશે. પરિવારમાં કોઈ વાત ને લઈ પરેશાની રહેશે. તમને તમારા કાર્યમાં અચાનક બઢતી જોવા મળશે. પૂર્વજોની સંપતીમાં લાભ થશે. તમારે તમારા ગુસ્સાને કાબુમાં રાખવો.

મીન રાશિ : આ રાશિના લોકોને આ સમય અસ્વસ્થ રહેશે. કામ સબંધિત દોડધામ કરવી પડશે. કોર્ટ કચેરીની બાબતોમાં દુર રહેવું. ગુરુના આ પરિવર્તનને લીધે તમારું મન વ્યસ્ત રહેશે. તમારા મનમાં અનેક પ્રકારની બાબતો ઉધ્વશે. આરોગ્યને લઈ થોડા ચિંતિત રહેશો. પૈસાની લેવડદેવડ ન કરવી. નહી તો નુકશાન થવાની સંભાવના છે.

About Gujarat Posts Team

Check Also

મમ્મી, ‘હું ગરબા જોવા જાઉં છું’ કહીને ઘરેથી નીકળેલા લાડકા દીકરા સાથે અડધી રાત્રે થયું એવું કે માતાના ડોળા થઈ ગયા અધ્ધર..!

તહેવારના સમયમાં દરેક લોકો ખુબ જ ખુશ ખુશાલ હોઈ છે કારણ કે તહેવારની મજા જ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *