Breaking News

આ તારીખથી માર્કેટયાર્ડોમાં શરુ થશે તલની હરાજી, ખુલતા વેંત જ ભાવ બોલાયા આટલા હજારને પાર..!

સામાન્ય રીતે શિયાળાની ઋતુ દરમિયાન તલનું વાવેતર ખૂબ જ સાહસ ભરેલું હોય છે. કારણ કે શિયાળા દરમિયાન તલમાં ખૂબ વધારે રોગો દેખાઈ આવે છે. તેમજ તલના ભાવ પણ ખૂબ જ ઓછા મળે છે. આ સાથે સાથે ઉતારો પણ ખૂબ ઓછો નોંધાતા મોટાભાગના ખેડૂતો તલનો પાકનું વાવેતર ઉનાળામાં કરતા હોય છે..

ઉનાળુ તલમાં શિયાળા તલની સરખામણીમાં રોગચાળો ખૂબ જ ઓછો જોવા મળે છે. તેમજ ઉતારો પણ ખૂબ જ વધારે આવે છે. આ વર્ષે ઉનાળા તલનું વાવેતર ખૂબ વધારે માત્રામાં થયું છે. એટલા માટે ઉનાળુ તલની હરાજી શરૂ થતાની સાથે જ ભાવ આસમાનની ઉંચાઈઓ અડકી જાય તેવી શક્યતાઓ રહેલી છે.

વધારે પડતી ઠંડી તેમજ ગરમીની સાથે સાથે અનિયમિત આબોહવાને કારણે તલનું ઉત્પાદન પાછળના કેટલાક વર્ષો કરતાં 30 ટકા જેટલું ઓછુ થશે તેવી શક્યતા રહેલી છે. એટલા માટે તલના ભાવ આ વર્ષે પાછળના વર્ષોમાં કરતાં વધારે રહેશે. આ વર્ષે કુલ 25 હજાર ટનનુ વાવેતર થયું છે..

જ્યારે તેમાંથી માત્ર 15 ટકા જેટલા જ તલ એકદમ ઉત્તમ ગુણવત્તાવાળા દેખાશે. જ્યારે બાકીના તલ તેલ કાઢવાની ક્વોલિટીમાં ચાલે તે પ્રકારના ઉત્પન્ન થશે. હાલ સફેદ તલ નો ભાવ 2200 રૂપિયા થી 2500 રૂપિયા સુધી નોંધાયો છે. જ્યારે કાળા તલનો ભાવ 2200 રૂપિયા થી 2600 સુધી અડી ગયો છે..

તલ ના મોટા વેપારી રજનીભાઈએ જણાવ્યું છે કે તલના વાવેતરમાં સરકારી આંકડાઓ મુજબ પાછળના વર્ષે ૯૧ હજાર હેક્ટરમાં વાવેતર થયું હતું. એ વખતે ૧.૫૦ લાખ ટન સફેદ તલ તેમજ 25 હજાર ટન કાળા તલનૂ ઉત્પાદન થયું હતું. એટલે કે એક હેક્ટરે સવાર ટન તલનું ઉત્પાદન ની સરેરાશ આવી હતી.

પરંતુ આ આંકડાઓ કોઈ પણ કારણે મગજમાં બેસે તેવા નથી. આ સાથે સાથે તેઓએ જણાવ્યું છે કે તલના નવા પાકમાં ખૂબ જ ઓછી આવક થઈ છે. માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી જે તલની આવક થઇ છે તેમાં મોટાભાગના તલ ની ગુણવત્તા મધ્યમ દેખાઈ આવી છે. સફેદ તલ ના 2200 રૂપિયા જ્યારે કાળા તલના 2500 રૂપિયા ભાવ મળ્યા હતા..

આ વર્ષે પણ ઉનાળુ તલમાં સારી ગુણવત્તાના તલ ખૂબ જ ઓછા જોવા મળશે. કારણ કે ખેતરોમાં અનુકૂળ આબોહવા ન મળવાને કારણે જોઈએ તેવા તલનું વાવેતર થયું નથી. જ્યારે માર્કેટયાર્ડમાં ઉનાળુ તલની હરાજી શરૂ થશે ત્યારે ખેડૂતોની વેચવા માટે પણ પડાપડી બોલી જશે કારણ કે આ વર્ષે ઉત્પાદન ઓછું થયું હોવાથી તેમજ સારી ગુણવત્તાના તલ ખૂબ જ ઓછા ખેડૂતો પાસે હોવાથી ભાવમાં મોટો વધારો નોંધાશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ગુજરાતમાં ચોમાસું આગળ વધતું અટકી ગયું, ખેડૂતો વાવણી કરતા પહેલા ખાસ વાંચી લે આ આગાહી…

ગુજરાતમાં કાળઝાળ ગરમી ધીમે-ધીમે ઓછી થવા લાગી છે. જ્યારે ગુજરાતના અમુક જીલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *