આ શખ્સે લાડકામાંથી બનાવ્યું રોયલ એનફીલ્ડ બુલેટ, પહેલા પણ કરી ચૂક્યો છે આવા કારનામા…

આપણા દેશમાં ટેલેન્ટેડ લોકોની કોઇ અછત નથી. દેશના દરેક ખુણામાં કોઇને કોઇ કલાકાર જરૂર મળી જશે, આ કલાકારો વિશે તમે અનેક વાર વાંચ્યુ હશે અને સાંભળ્યું હશે. આ લોકો પોતાના ટેલેન્ટથી પુરી દુનિયાને ચોંકાવી દે છે. અનેક લોકો બાઇકના દીવાના હોય છે. આજે તમને એક એવા શખ્સ વિશે જણાવવા જઇ રહ્યાં છીએ.

જેને બુલેટથી ખુબ લગાવ છે. આ વ્યક્તિએ બુલેટ પ્રતિ એવી દીવાનગી છે. કે તેમને તેની રોયલ એન્ડફીલ્ડ બુલેટ તૈયાર કરી લીધી છે. પહેલી વારમાં જોવા જઇએ તો કોઇપણ ભૂલ ખાઇ જશે. આ અનોખું કારનામું કેરલમાં રહેતા એક વ્યક્તિએ કર્યું છે.

2 વર્ષનો લાગ્યો સમય : એક રિપોર્ટ અનુસાર કેરળથી સંબંધ રાખતો જિદહિન કરૂલાઇએ લાકડાની યુનિક અને ખુબસૂરત બાઇક બનાવી લીધી છે. જિદહિન વ્યવસાયથી ઇલેક્ટ્રીશિયન છે. તેને રોયલ એનફીલ્ડ બુલેટનું મોડેલને લઇને લાકડા બનાવ્યું છે. તેને લગભગ 2 વર્ષ પહેલા લાકડાની બુલેટ બનાવવાની શરૂ કરી હતી. આ લાકડાની બુલેટ જોઇને દરેક કોઇ હેરાન છે. સોશિયલ મીડિયા પર આ બાઇકના વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યાં છે.

અલગ-અલગ લાકડાનો કર્યો ઉપયોગ : તમને જણાવી દઇએ કે આ વ્યક્તિએ આ પ્રોજેક્ટ પર 2 વર્ષ સુધી કામ ચાલ્યું હતું. આ લાકડાના બુલેટને ત્રણ અલગ અલગ લાકડામાંથી તૈયાર કરવામાં આવ્યું છે. ટાયરોમાં તેને મલેશિયાઇ લાકડાનો ઉપયોગ કર્યો. જ્યારે ફ્યૂલ ટેન્ક અને બાકી અન્ય પેનલોમાં રોઝવુડ અને ટીકનો ઉપયોગ કર્યો છે. પહેલી નજરમાં બાઇક જોઇને નથી લાગતું કે આ લાકડાનું હશે.

સાચા બુલેટ બાઇક જેટલો ખર્ચ :  એક ઇન્ટરવ્યૂમાં તેને કહ્યું કે જ્યારે જ્યાં સુધી લાકડાની બુલેટ તૈયાર થઇ તો તેનો ખર્ચ સાચા બુલેટ બાઇક જેટલો થઇ ગયો. રિયલ બુલેટની સાથે આ લાકડાના બુલેટને પણ રાખ્યું છે. દૂર દૂરથી લોકો તેના ઘરે લાકડાના બુલેટને જોવા આવી રહ્યાં છે. આ પહેલાવાર નહીં જ્યારે તેને લાકડાની બાઇક બનાવી હતી. આ પહેલા પણ તે રોયલ એનફીલ્ડ બુલેટનો એક નાનુ મોડેલ બનાવ્યું છે. જેને લઇને ખુબ વખાણ થયા હતા.

Leave a Comment