Breaking News

આ સીઝનમાં દરેક APMCમાં કપાસના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી, સારા ભાવ જોઈ ખેડૂતો થયા રાજીના રેડ, જાણો તાજા ભાવ..

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં કપાસના ભાવમાં અતિશય તેજી જોવા મળી રહી છે. મોટા મોટા વેપારીઓ અને APMC અગ્રણીઓ પણ જણાવ્યું છે કે કપાસમાં આટલી સારી તેજી પહેલી વાર નોંધાઈ છે. કપાસનો મોટા ભાગનું ઉત્પાદન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જીલ્લાઓમાં થાય છે.

આ જીલ્લામાં આ વર્ષે ખેતીમાં સતત મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ પણ ઉત્પાદન થોડું ઘણું થયું છે. માવઠા અને કમોસમી વરસાદ તેમજ પવનની આંધીએ બધું વેર વિખેર કરી નાખ્યા બાદ કપાસમાં ભારે નુકસાની થઇ હતી. પરતું ત્યારબાદ પણ કપાસનું થોડું ઘણું ઉત્પાદન થતા ભાવમાં ભડકા થઇ રહ્યા છે.

ઓછા ઉત્પાદનના પગલે ભાવમાં ખુબ મોટો ઉછાળો નોંધાયો છે. કારણ કે કોટન મિલ અને જીનમાં કપાસની ખુબ જ જરૂર છે. તેમજ સારી ગુણવતા વાળા કપાસની માંગ આસમાનના લેવલે બોલાઈ રહ્યા છે. કપાસ ઉત્પાદન ભલે ઓછું થયું હોઈ પરતું ભાવ સારા મળી રેહતા ખેડૂતોને સંતોષકારક કમાણી થઇ રહી છે..

છેલ્લા એક અઠવાડિયામાં કપાસની વેચાલી ખુબ જ થઇ રહી છે. ભાવ સારા મળવાને કારણે દરેક ખેડૂતો કપાસનો સંગ્રહ કર્યા વગર જ સીધો વેચી દે છે. જેના પગલે દિવસે દિવસે રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ રહી છે. અમુક અમુક APMC માર્કેટ યાર્ડોની બહાર તો પાક વેચવા માટે ટ્રક અને ટ્રેકટરોની લાઈન લાગી રહી છે.

ઢસા માર્કેટિંગ યાર્ડમાં 1400 થી 2120, ધારી 1400 થી 2200, ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં 1600 થી 2150, તળાજા માર્કેટિંગ યાર્ડમાં 1270 થી 2110, હળવદ માર્કેટિંગ યાર્ડમાં 1700 થી 2180, રાજુલા માર્કેટિંગ યાર્ડમાં 1365 થી 2075, મોરબી માર્કેટિંગ યાર્ડમાં 1485 થી 1905, તેમજ બાબરા માર્કેટિંગ યાર્ડમાં 1610 થી 2095 સુધીના ભાવ નોંધાયા છે.

જામનગર માર્કેટિંગ યાર્ડમાં 1400 થી 2070, કાલાવાડ માર્કેટિંગ યાર્ડમાં 1540 થી 2010, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 1250 થી 2115, મહુવા 1235 થી 2075, જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં 1550 થી 2040, સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં 1570 થી 2280, અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 1380 થી 2060 સુધીના ભાવ નોંધાયા છે.

વિસનગર માર્કેટિંગ યાર્ડમાં 1230 થી 2085, ધ્રોલ માર્કેટિંગ યાર્ડમાં 1780 થી 1950, કડી માર્કેટિંગ યાર્ડમાં 1500 થી 2300, હિમ્મત નગર માર્કેટિંગ યાર્ડમાં 1600 થી 2210, મોડાસા માર્કેટિંગ યાર્ડમાં 1760 થી 2180, પાટણ માર્કેટિંગ યાર્ડમાં 1670 થી 2265, વિરમગામ 1420 થી 2175 સુધીના ભાવ નોંધાયા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ગુજરાતમાં ચોમાસું આગળ વધતું અટકી ગયું, ખેડૂતો વાવણી કરતા પહેલા ખાસ વાંચી લે આ આગાહી…

ગુજરાતમાં કાળઝાળ ગરમી ધીમે-ધીમે ઓછી થવા લાગી છે. જ્યારે ગુજરાતના અમુક જીલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *