Breaking News

આ રીતે બનાવો પનીર શેઝવાન ફ્રાઈડ રાઈસ, સ્વાદ છે એકદમ સરસ..

આજે અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ એક નવી રેસીપી જે અજમાવતાની સાથે જ તમારા કિચનની શોભા વધી જશે. ચારેય બાજુ નવી રેસીપીથી બનાવેલા સ્વાદિષ્ટ ખાણાની સુગંધ પ્રસરી જશે. તો ચાલો જાણીએ આ નવી અને સરળ રેસીપી વિશે…

તમે અત્યાર સુધી ઘણા પ્રકારના ફ્રાઈડ રાઈસ બનાવ્યા હશે પણ કદાચ તેને ચાઈનીઝ સ્ટાઈલ એટલે શેજવાનની સાથે બનાવ્યુ હશે. શેજવાન અને પનીરના સાથે બનાવેલ આ ફ્રાઈડ રાઈસ ખાવામાં ખૂબજ સરસ લાગે છે.

  • 1 વાટકી ચોખા
  • 1 ડુંગળી
  • 1 લીલા મરચાં
  • 5-6 ટુકડા પનીર
  • 1/4 ટીસ્પૂન રાઈ
  • 2 ટીસ્પૂન શેજવાન સૉસ
  • મીઠુ સ્વાદપ્રમાણે
  • તેલ

વિધિ :  – સૌથી પહેલા મધ્યમ તાપમાં એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકો. – તેલ ગરમ થતા જ રાઈ નાખવી – રાઈ તડકતા જ ડુંગળી, લીલા મરચાં અને પનીર નાખી શેકવું.

– પનીરના હળવા ગોલ્ડન બ્રાઉન થતા જ શેજવાન સૉસ નાખી 2-4 મિનિટ શેકવું. – હવે ચોખા અને મીઠું નાખી સારી રીતે મિક્સ કરી લો. – તૈયાર છે પનીર શેજવાન ફ્રાઈડ રાઈસ.

અમે આશા રાખીએ છીએ કે તમને આ રેસીપી ખુબ જ રસપ્રદ લાગી હશે . તમે એકવાર જરૂર ને જરૂર ટ્રાય કરજો આ રેસીપી અને ત્યાર બાદ સ્વાદ કેવો લાગ્યો એ બાબત કોમેન્ટ કરીને જરૂર બતાવજો જેથી કરીને અમારા અન્ય વાચક મિત્રોને તમારો રીવ્યુ સરળતાથી મળી રહે અને સૌ કોઈ સુધી આ સ્વાદિષ્ઠ રેસીપી પહોચી રહે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

જાણી લો અનોખી કચુંબરની રેસીપી : ડુંગળી કાચી કેરી, કોથમીર અને મરચાનો કંચુબર…

આજે અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ એક નવી રેસીપી જે અજમાવતાની સાથે જ તમારા કિચનની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *