Breaking News

આ માર્કેટ યાર્ડમાં ચણાની ખરીદીએ રેકોર્ડ તોડ્યો, ભાવ સાંભળતા જ ખેડૂતોની આંખો ફાટી નીકળી.. વાંચો..!

શિયાળુ ચણાનો પાક મોટાભાગના ખેતરોમાં તૈયાર થઇ ચૂક્યો છે. જ્યારે અમુક ક્ષેત્રોમાં પાકની અંતિમ પ્રક્રિયા ચાલી રહી છે. દરેક ખેડૂતો લોકલ વેપારીઓને પાક વેચવાને બદલે માર્કેટ યાર્ડમાં પાક વેચવા માટે પડાપડી કરી રહ્યા છે. કારણ કે ચણાના પાકના સૌથી સારા ભાવ લીમડી માર્કેટ યાર્ડમાં મળી રહ્યા છે..

તેમજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટાભાગના માર્કેટયાર્ડમાં ચણાના પાક એવરેજ લેવલ કરતાં વધારે માત્રામાં મળવાથી ખેડૂતો ખુશખુશાલ થયા છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ચણાની ખરીદી મોટાપાયે કરવામાં આવી રહી છે. કારણ કે સમગ્ર ગુજરાતમાં શિયાળો ચણાનું વાવેતર ખૂબ વધારે માત્રામાં થયું હતું..

એટલા માટે ખરીદી પણ ખૂબ મોટા માત્રા માં થશે. તેમજ દરેક ખેડૂત અને ભાવ પણ ખૂબ સારો મળી રહેશે. તેવી માર્કેટના અગ્રણીઓએ જાહેરાત કરી હતી. આ સાથે સાથે લીમડી એ.પી.એમ.સી માર્કેટ યાર્ડ માં કુલ ચાર હજાર ખેડૂતોએ ટેકાના ભાવે ચણા ના વેચાણ માટે રજિસ્ટ્રેશન નોંધાવ્યું છે.

આ ખેડૂતોને એક મણ ચણાના 1050 રૂપિયાના ભાવે વેચાણ કરવા મળશે. એપીએમસીમાં રોજ 5000 મણ ચણાની ખરીદી કરવાની સીમા મર્યાદિત કરી દેવામાં આવી છે. ટેકાના ભાવે ચણા ની ખરીદી શરૂ થતાની સાથે જ માર્કેટયાર્ડમાં ખૂબ વધારે માત્રામાં ટ્રાફિક નો માહોલ સર્જાશે તેમ જ ચણા ભરવા માટે જગ્યા અને વાહનોની પણ ખાસ જરૂર પડશે..

એટલા માટે માર્કેટના અગ્રણીઓ તેમજ પ્રમુખ અને ઉપપ્રમુખે પણ ખેડૂતોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એટલા માટે 30થી 40 વાહનો વધારે બોલાવી લેવામના આદેશો આપી દીધા છે.  રોજ 5000 મણની ઓછામાં ઓછી ચણા ની ખરીદી કરવામાં આવશે. ભાવનગરના ઢસા, ગઢડા, તળાજા, ભાવનગર અને બોટાદ માર્કેટયાર્ડમાં ચણાનો પાક મધ્યમ જોવા મળ્યો છે..

એટલા માટે આ જિલ્લાના ખેડૂતો સુરેન્દ્રનગર અને લીંબડી તાલુકાના માર્કેટ યાર્ડોમાં પાક વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવી દીધું છે. તો બીજી બાજુ મોરબી રાજકોટ, જૂનાગઢ, જામનગર, વિસાવદર, ઉના, અમરેલી, તાલાલા માર્કેટ યાર્ડોમાં ચણાના ભાવ એવરેજ સપાટી કરતાં વધારે નોંધાયા છે..

એટલા માટે આ વિસ્તારના ખેડૂતો મધ્યમ ભાવ મેળવવા માટે પોતાના જ લોકલ માર્કેટ યાર્ડોમાં ચણાનું વેચાણ કરવા જઈ રહ્યા છે. ત્યારે મોટા ખેડૂતો લીંબડી તાલુકાના માર્કેટ યાર્ડ તરફ વળ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ગુજરાતમાં ચોમાસું આગળ વધતું અટકી ગયું, ખેડૂતો વાવણી કરતા પહેલા ખાસ વાંચી લે આ આગાહી…

ગુજરાતમાં કાળઝાળ ગરમી ધીમે-ધીમે ઓછી થવા લાગી છે. જ્યારે ગુજરાતના અમુક જીલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *