આ વર્ષે ગુજરાત રાજ્યમાં વાતાવરણ ખૂબ જ અનિયમિત સાબિત થયું છે. વાવાઝોડું માવઠા જેવા કુદરતી ફેરફારને કારણે ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડી છે. કારણ કે કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ખેડૂતોનો કેટલોક પાક બળી ગયો છે. જ્યારે મોટાભાગનો પાક વાવાઝોડાના કારણે આડો પડી ગયો હતો.
જેથી આ વર્ષે પાકના ઉત્પાદન નું પ્રમાણ ખૂબ જ ઓછું રહ્યું છે. પાકના ઉત્પાદનનું પ્રમાણ ઘટતા બજારમાં તેની માગમાં વધારો થયો છે જેથી આ વર્ષે ખેડૂતોને પોતાના બધા જ પ્રકારના પાકના સારા એવા ભાવ મળી રહ્યા છે. પાકના સારા ભાવ મળતાં ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો છે.
આવામાં જ ચરોતર પ્રદેશના ખેડૂતો માટે ખૂબ જ આનંદના સમાચાર મળ્યા છે. સામાન્ય રીતે ચરોતર પ્રદેશ ના વિસ્તારમાં ખેડૂતો મોટાભાગે તમાકુ નું વાવેતર કરતા હોય છે. અહીંયા અન્ય પાકોની જેમ તમાકુના પાકના ભાવમાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે. તમાકુનું ઉત્પાદન ઓછું થતાં માર્કેટયાર્ડોમાં તેની માંગમાં ખૂબ જ વધારો થયો છે…
APMC માર્કેટ યાર્ડમાં આ વર્ષે તમાકુના ભાવ માં ૨૦ ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. થોડા દિવસો પહેલા માર્કેટયાર્ડમાં હરાજી યોજાઇ હતી. જેમાં ઊંચી કક્ષાના તમાકુનો ભાવ 3500 રૂપિયા સુધી બોલાયો હતો. જ્યારે ગયા વર્ષે તમાકુનો ભાવ 2800 રૂપિયા પ્રતિમણ જોવા મળ્યો હતો…
જે લગભગ આ વર્ષના ભાવ કરતા 700 રૂપિયા જેટલો ઓછો છે. પોતાના પાકનો આટલો ઊંચો ભાવ જોઈને ખેડૂતો માં ખુશીનો પાર રહ્યો નથી. તમાકુનું વાવેતર કરતા ખેડૂતો ઉપરાંત જે ખેડૂતો મગફળી, ચણા, જીરું તેમજ કપાસનું વાવેતર કરે છે. તેમના માટે પણ સારા સમાચાર મળી રહ્યા છે…
ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારના માર્કેટયાર્ડોમાં મગફળી, કપાસ અને ચણા, ઘઉં તેમજ એરંડા જેવા પાકો નો સારો ભાવ મળી રહ્યો છે. પાકોનું ઉત્પાદન ઓછું થવાના કારણે સારો ભાવ મળતાં ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા છે. માર્કેટયાર્ડની બહાર ખેડૂતોની લાંબી લાઈનો લાગી રહી છે.
ખેડૂતોના કહ્યા પ્રમાણે આ વર્ષ પહેલા પોતાના ઉત્પાદનનો આટલો ઊંચો ભાવ તેમને ક્યારેય પણ મળ્યો નથી. જો પાક ની માંગ આવીને આવી રહેશે તો ભાવમાં હજુ પણ વધારો થવાની શક્યતા રહેલી છે. માર્કેટયાર્ડ દ્વારા જાહેર થયેલા પાક ના ભાવ ને જોઈને ખેડૂતોમાં આશા નું પ્રમાણ વધી રહ્યું છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]