Breaking News

આ ખેડૂતે ઓછી મહેનત અને ઓછા રોકાણ મા કમાયા વધુ રૂપિયા, પી.એમ. મોદીજીએ પણ કરી પ્રશંસા, જાણો તેમના વિશે…

ડ્રેગન ફ્રુટ જેનું નામ સાંભળતા જ ઘણા વ્યક્તિઓ ને ડ્રેગન મગજમાં આવે છે. પરંતુ તે દેખાવે અત્યંત સુંદર અને આકર્ષક હોય છે અને ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. ડ્રેગન ફ્રુટ મૂળ તો થાઇલેંડ ના ગણાય છે. તેની ખેતી વડોદરા જિલ્લાના મોટા હબીપુરા ગામના ખેડૂતે કરી છે. જેનું નામ છે હરમાનભાઈ તેની આવક બે ગણી નહિં પરંતુ ૧૦ ગણિ થઈ છે. આ એ જ હરમન ભાઈ છે જેમની વાત આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કરી હતી. આ ફ્રુટ નો ઉપયોગ કેન્સર ડેન્ગ્યુ અને સ્વાઇન ફ્લુ જેવા રોગોને અટકાવવા માટે થાય છે.

સંપૂર્ણ રીતે ઓર્ગેનિક આ ફ્રુટ ની માંગ ખૂબ જ વધારે છે. હરમણભાઈની ખેતી અને આવક જોઈને બીજા ઘણા ખેડૂતોએ ડ્રેગન ફ્રુટ ની ખેતી શરૂ કરી છે. આવા જ પ્રગતિશીલ ખેડૂત એવા હરમાનભાઈ પટેલ જણાવ્યું કે તે એપલ બોરની ખેતી ની માહીતી મેળવવા માટે મહારાષ્ટ્રમાં ગયા હતા ત્યાંથી તેમને ડ્રેગન ફ્રુટ ની ખેતી ની જાણકારી મળી. અને તેમણે મહારાષ્ટ્ર નંદુરબાર માથે એક રોપના 60 રૂપિયા એવા ચારસો રોપાની ખરીદી કરી. તેને ટપક સિંચાઇ પદ્ધતિથી ખેતી કરવાની શરૂ કરી.

મને પ્રથમ શ્રેણીમાં વધારે આવક થતા ત્યારબાદ બીજા ૨૮૦૦સો છોડ વાવ્યા ડ્રેગન ફ્રુટ તૈયાર થાય ત્યારે એકનું વજન ૩૦૦ ગ્રામ થાય છે. અને તે દેખાવ ઉપરથી લાલ સફેદ અથવા પીળા કલરનો દેખાય છે. આનું એક માત્ર કારણ છે. કે તેમનું બિયારણ ત્રણ કલર માં આવે છે. આ ફળ ની ખાસિયત છે કે તેમાં તેને ખાવાથી પુષ્કળ પ્રમાણમાં કેલેરી મળે છે. જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. અને કેન્સર ડેન્ગ્યુ અને સ્વાઇન ફ્લુ જેવા રોગો સામે દવા તરીકે કામ આવે છે.

આ ઉપરાંત તે કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે એટલે કે શરીરમાં રહેલા વધારાની ચરબી દૂર કરવા માટે હિમોગ્લોબીન વધારવા માટે લોહીને ઉત્તમ કરવા માટે અને હૃદયરોગના દર્દીઓ માટે અને વાળની સમસ્યા ધરાવતા લોકો માટે તેનો ઉપયોગ થાય છે. તે ચાર વર્ષથી આ ફળની ખેતી કરે છે અને સારી કમાણી કરે છે. તેનો અભ્યાસ આઠમા ધોરણ સુધીનો રહ્યો છે અને તેમની પાસે ૫૫ વીઘા જમીન છે. તેમાંથી છ વીઘા માં તેઓ ડ્રેગન ફ્રુટ ની ખેતી કરે છે. તેમની આ સફળતા જોઈ અને બીજા ખેડૂતોને પણ પ્રેરણા મળી છે. આ ખેતીમાં ઓછો ખર્ચ અને ઓછી મહેનત સાથે સારી ઉપજ મળે છે.

એનો ભાવ પણ સારો આવે છે. આ ડ્રેગનની ખેતી જોવા માટે બધા ખેડૂતો લાઇન લગાવે છે. અને સરકારે પણ તેમની આ નોંધ લીધી છે. આ સિવાય નરેન્દ્ર મોદી સાહેબ મનકી બાત કાર્યક્રમમાં ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો ના નામ સાથે હરમનભાઈનું પણ નામ લીધું અને તેમના વખાણ કર્યા હતા. શરૂવાતના સમયમાં એક વર્ષ માટે દર વર્ષે એક જ ફળ આપે છે.

તે પણ ઓગસ્ટ મહિનામાં અથવા જ્યારે છોડવા આવ્યો હોય તે પછી એક વર્ષ માટે પછી તે ફળ આપવાનું શરૂ કરે છે. પરંતુ કેરીના પાક ની જેમ ત્રીજા કે ચોથા વર્ષે તેના ઉત્પાદનમાં વધારો અને બજારમાં ડ્રેગન ફ્રુટ ૧ નંગ નો ભાવ રૂપિયા ૮૦ છે. અને લોકો તેણે ૪૦૦ રૂપિયા કિલો ખરીદે છે. આમ સાવ ઓછી મહેનત થઈ છે. ઓછું રોકાણ થાય છે. અને સારી એવી ઉપજ પણ મળે છે. અને બજારમાં તે વેચાય પણ જાય છે. આમ આ 6 વિઘાની ખેતી કરી આ ખેડૂત વર્ષે ૬ લાખની કમાણી કરે છે. એ પણ વિના ઓછો ખર્ચ થશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About admin

Check Also

આ ટપાલી રોજ 15 કિમી જંગલ ચાલીને પાર કરી ચિઠ્ઠી પહોચાડે છે, લોકો કરે છે ભાત રતન આપવાની માંગ!

દી. શિવાન તમિલનાડુ રાજ્યના છે! તે એક સરળ પરિવારમાંથી આવે છે! તેઓ તમિલનાડુ રાજ્યમાં પોસ્ટમેન …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *