Breaking News

આ દુકાનદાર વહેચે છે માત્ર ૫૦ પૈસામાં એક ટી-શર્ટ, જાણો શા માટે..? લેવા વાળાની 2 કિમી લાંબી લાઈન લાગી…

આજકાલ વેશભૂષા માટે નો ખર્ચ ખૂબ જ વધી ગયો છે. કપડા પહેર્યા વગર તો ચાલતું નથી તેથી સૌ કોઈ લોકો કપડાની ખરીદી તો કરવાના જ છે. પરંતુ કપડાના ભાવમાં અસહ્ય ભાવવધારો થતાં લોકો જૂના કપડાં જ રોડવી લેવાની મજબૂરીમાં બંધાઈ ગયા છે. યુવાનોના કપડાંની સાથે સાથે બાળકોને કપડાના ભાવમાં પણ આટલો મોટો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે કે જેની ન પૂછો વાત.

તમને જાણીને આશ્ચર્ય થશે કે તમિલનાડુની એક કાપડ દુકાનના માલિકે એક અનોખી સ્કીમ જાહેર કરી હતી. જેના લીધે તેની દુકાનની બહાર બે કિલોમીટર જેટલી લાંબી લાઈનો લાગી હતી.

તમિલનાડુના તીરુચી જીલ્લાના ના માણપરાઈમાં મોહમ્મદ હકીમ નામનો યુવક કપડાની દુકાન નું ઓપનિંગ કરવા જઈ રહ્યો હતો. ત્યારે તેણે ઉદ્ઘાટનમાં સ્કીમ રાખી હતી કે તેની દુકાન માંથી કોઈપણ ટીશર્ટ માત્ર ૫૦ પૈસામાં ખરીદી શકાશે. તેમજ આ સ્કીમને પોસ્ટરમાં છપાવીને રાજ્ય માં જુદા-જુદા જિલ્લાઓમાં જાહેર કરી દેતા સવારે નવ વાગ્યાથી એક વાગ્યા સુધી લોકોએ ખરીદીમાં ભારે હંગામો મચાવી દીધો હતો.

લોકો કાઉન્ટર 50 પૈસા ચૂકવીને ટીશર્ટ લેવા માટે પડાપડી કરી રહ્યા હતા. પરંતુ તમિલનાડુ રાજ્યમાં કોરોના ના કેસો માં રાફડો ફાટી નીકળ્યો છે. તેથી ત્યાંની પોલીસે કોરોના નિયમોને ખાસ પાલન કરાવવા માટે દુકાનના માલિક પાસે દુકાન બંધ કરાવી હતી.

તેમજ 12:00 વાગ્યા પછી દુકાનો ખોલવામાં આવે તેવી મંજૂરી આપી હતી. દુકાનના માલિકે મીડિયાને જણાવ્યું હતું કે તેણે હજારથી વધારે કોટન t-shirt નો સ્ટોક કર્યો હતો. પરંતુ લોકોની ભીડમાં હંગામો અને પોલીસની કામગીરીને લીધે માત્ર ટીશર્ટ વેચાયા હતા. બપોરે એક વાગ્યા પછી દુકાન ખૂલી ત્યારે પણ ઘણા લોકો પચાસ પૈસાના સિક્કા લઈને દુકાનમાં ખરીદી કરવા માટે આવ્યા હતા.

પરંતુ બપોર નો સમયગાળો પૂરો થઇ જતાં તેમને નિરાશ થઈને પરત ફરવું પડયું હતું આ સ્કીમ પાછળ નું એક ગૂઢ રહસ્ય એવું છે-કે અત્યારે લોકોને ગુણવત્તા કરતા સસ્તા માં વધારે મન બેસે છે. તેથી તેણે દુકાન ના ઉદઘાટન વખતે જ સસતા ભાવ કરીને ગ્રાહકોને આકર્ષવાનો મોકો ઝડપી લીધો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *