Breaking News

આ દેશમાં સંતરાથી બનાવવામાં આવે છે વીજળી…જાણો કેવી રીતે?

પાણી, કોલસા, હવા અને લહેરોથી વીજળી પેદા થતા તો તમે સાંભળ્યું અને જોયું હશે. શું ક્યારેય સંતરાથી વીજળી પૈદા થતા સાંભળ્યું છે. સ્પેનના એક શહેરમાં જ્યાં સંતરાનું ઉત્પાદન ખુબ વધારે અને ગુણવત્તાપૂર્ણ રીતે કરવામાં આવે છે. હવે ત્યાં પર સંતરાથી વીજળી બનાવવામાં આવી રહી છે. આવો જાણીએ કેવી રીતે સંતરાથી વીજળી બનાવવામાં આવે છે.

સ્પેનના સવીલ શહેર આંતરરાષ્ટ્રીય સ્તર પર તમે સંતરાના ઉત્પાદન માટે જાણીતું છે. અહીંયા ગુણવત્તાપૂર્ણ સંતરાના કારણે માર્માલેડ, કોન્ટ્રિયુ અને ગ્રાંડ મરીનર જેવા ડ્રિકંસ બને છે. અહીંયા સંતરા તાજા, ખુશબુદાર અને ખુબ જ એસિડિક ફ્લેવર વાળા હોય છે. પરંતુ આ માત્ર એટલું જ કામ નથી કરતા. તેનો ઉપયોગ હવે વીજળી બનાવવામાં કરવામાં આવી રહ્યો છે. તે પણ મોટી માત્રામાં…

સવીલ શહેરની મ્યુનિસિપલ વોટર કંપની Emasesaએ થોડા દિવસો પહેલા પ્રસ્તાવ રાખ્યો કે જે સંતરા ખરાબ થઇ જાય છે. તેનાથી વીજળી પેદા કરી શકાય છે. પહેલા તો લોકોને સમજાતુ ન હતું પરંતુ કંપનીએ જણાવ્યું કે અમે ખરાબ કડવા સંતરાનો જ્યુસ નીકાળી લઇશું.

એ બાદ બચેલા ભાગમાં કમ્પોસ્ટ ખાદ બનાવીશું. પછી તેનો ઉપયોગ ખેતીમાં કરી શકાય છે. સવીલના રસ્તા પર પડેલા, ગલિયોમાં ફેકેલા, બજારોમાં પડેલા અને ખેતરોમાં પડેલા 35 ટન ખરાબ સંતરાનો ઉપયોગ આ કામ માટે કરી શકાય છે.

જે જ્યુસ નીકાળવામાં આવશે તેને EDAR Copero Wastewater Treatment Plantમાં મોકલવામાં આવસે. તે તેને બાયોફ્યૂલ એટલે કે જૈવિક ઇંધણમાં બદલીને તેમાંથી વીજળી ઉત્પન્ન કરશે. સંતરાના જ્યુસથી 1500kwh વીજળી પેદા થવાની ઉમ્મીદ છે. તેનાથી 150 ઘરોમાં વીજળી સપ્લાય થશે. હવે સવીલના પ્રશાસને તેના માટે 2.50 લાખ યુરો એટલે કે 22.12 લાખ રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. ઉદાહરણ માટે નાના સ્તર પર ખરાબ સંતરાથી વીજળી બનાવીને બતાવવામાં આવી છે.

સવીલના મેયર જુઆન એસ્પાડાસ સેઝસે આ પ્રોજેક્ટની શરૂઆત કરતા સમયે મીડિયાને કહ્યું હતું કે હવે સ્પેનમાં Emasesaને રોલ મોડેલની જેમ જોવામાં આવશે. કારણ કે આ કંપની ક્લાઇમેન્ટ ચેન્જથી લોકોને બચાવી રહી છે. આપણા જ ઉત્પાદનથી અમને વીજળી અને ખાદ બનાવીને આપી રહી છે. આ ખુબ જ અનોખો પ્રોજેક્ટ છે.

સ્પેન વર્ષ 2018માં યોજના બનાવી હતી કે તે 2050 સુધી આખા દેશમાં વીજળી ઉત્પાદનને રીન્યુએબલ એનર્જીમાં બદલી દેશે. જેથી આખી અર્થવ્યવસ્થાથી કાર્બન ફુટપ્રિંટ્સને ઓછું કરી શકાય. હવે સ્પેનમાં કોલસા, તેલ અથવા હાઇડ્રોકાર્બન શોધવા માટે ડ્રિલિંગ અથવા કુવા ખોદવાના કામ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.

વર્ષ 2020માં સિડની યુનિવર્સિટીના સાયન્ટિસે ટકીલાથી બાયોફ્યૂલ બનાવ્યો હતો. તેનાથી કાર ચાલી શકે છે. તે ટકીલાના મેક્સિકોના નેટિવ પ્લાન્ટ છે. મીઠુ અને લીંબુના રસની સાથે લેવાની જગ્યાએ તેનું બાયોઇંધણ પણ બનાવી શકાય છે.

આ વર્ષે ફેબ્રુઆરીમાં અમેરિકી કંપની બ્લૂશિફ્ટે બાયોપ્યૂલથી ઉડતા રોકેટ સ્ટારડમ બનાવ્યું હતું. તેનું સફળ પરીક્ષણ કર્યું. સ્ટારડમ રોકેટ આ ઇંધણની સાથે 1219 મીટરની ઉંચાઇ સુધી ગયા. રોકેટ 6 મીટર ઉંચું હતું. તેનું વજન 250 કિલોગ્રામ હતું. આ અંતરીક્ષની ઉડાનનો સસ્તા માધ્યમ બની શકે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) : [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *