Breaking News

૮૦૦ વર્ષ જૂના મંદિર માથી મળી આવ્યો મુગલો નો ખજાનો, ભાગલા પાડવા આખુ ગામ થયુ ભેગું અને પછી…

દેશમા જ્યારે પણ ખોદકામ ચાલતું હોય ત્યારે ઘણી બધી જૂની અને રહસ્યમય વસ્તુઓ મળી છે. જેનો ઇતિહાસ રહસ્યમય ઊંડા જોડાણો ધરાવે છે. મધ્ય પ્રદેશ રાજ્યમાં શિવપુરી માંથી ખોદકામ દરમ્યાન આવી એક વાત સામે આવી છે. તેને જોઈ ત્યાં હાજર લોકો આશ્ચર્ય પામી ગયા હતા. જ્યારે શિવપુરીના રણોદના જૈન મંદિરમાં ખોદકામ દરમિયાન મુઘલકાળ નો ખજાનો મળ્યો હતો.

તે મંદિર આશરે ૮૦૦ વર્ષ પુરાણું છે અને તેમાં ૧૪ ઈંચ જાડી દીવાલ તોડવામાં આવી હતી. આ ખોદકામ દરમિયાન કામદારોને એક બંધ ઘડો મળી આવ્યો હતો. જેમાં સિક્કા હતા અને તે પણ સોના-ચાંદી ના અને તેનું વજન હતું ત્રણ કિલોગ્રામ. તે પછી તમામ કારીગરોએ આ ખજાનાનું પોતાની રીતે જ વિતરણ કરવાનું શરૂ કર્યું. પરંતુ વિતરણ વખતે કામદારોમા ભારે વિવાદ સર્જાયો.

તેના કારણે આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો હતો. પરંતુ હજી સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ ખજાનાનું ક્યા સમય નો છે. પરંતુ એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે આ સોના ચાંદીના સિક્કા મુઘલ સમયના છે. કારણકે સિક્કાઓ ફારસી અને ઉર્દુમાં લખાયેલા છે. તમને જણાવી દઇએ કે આ સ્થળ શિવપુરી જિલ્લા થી આશરે ૬૦ કિલોમીટર દૂર આવેલું છે અને તે કોલારસના નામે જાણીતું હતું.

તે મધ્યયુગમાં એક મહત્વપૂર્ણ શહેર હતું. તેનો ઉલ્લેખ મોગલ કાળના સૌથી વિશ્વાસનીય દસ્તાવેજ એવા આઈના-એ-અકબરીમાં પણ છે. ઈતિહાસકારો ના મતે દક્ષિણ ભારત જવાનો રસ્તો રણોદ પાસે થી પસાર થતો હતો. આ સમયે મોહમ્મદ ઘોરી, અલાઉદ્દીન ખીલજી, શેરશાહ સૂરી, બાબર, ઔરંગઝેબ જેવા મુઘલ બાદશાહોએ દક્ષિણ ભારતમાં પોતાના આક્રમણ સમયે પોતાની સેનાને રનોદ પાસે આરામ આપ્યો હતો.

આજ ઇતિહાસ અનુસાર રનોદની જાગીર મોગલ સમયમાં પિંડારીઓને આપવામાં આવી હતી. એ સમયે પિંડારી ઓ જૈન ધર્મના અનુસાર અનુયાયી હતા. આ જાગીર ૨૦૦ વર્ષોથી જૈનોના કબ્જા મા રહી હતી. તેમના નિયંત્રણ નીચે તેનું શાસન થતું હતું અને તેમના વંશજો હજી પણ અસ્તિત્વમાં છે. એટલા માટે રોજના પ્રાચીન મંદિરો દેવાલય મસ્જિદ, દરગાહ આજે પણ તેનું મહત્ત્વ ઘણું છે. તેમની સાથે જોડાયેલી ઘણી રહસ્યમય કથાઓ નો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *