Breaking News

46 વર્ષીય ઐય્યર રિયલ લાઈફમાં હજી સુધી છે કુંવારો,લાઈફ પાર્ટનર તરીકે શું બબીતાજી જેવી મળશે?

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લાં 13 વર્ષથી ચાહકોનું મનોરંજન કરે છે. શોના તમામ પાત્રોએ ચાહકોના મનમાં અલગ જ સ્થાન બનાવ્યું છે. હાલમાં આ શોમાં કોરોનાના બ્લેક માર્કેટિંગ પર ફોકસ કરવામાં આવ્યું છે. શોમાં બબીતાના પતિનો રોલ કરતો મિસ્ટર કૃષ્ણન ઐય્યર પણ ચર્ચામાં રહે છે.

ઐય્યરનું રિયલ નામ તનુજ મહાશબ્દે છે. તેનો જન્મ 1974માં મધ્યપ્રદેશના દેવાસમાં થયો છે. એક્ટર ઉપરાંત તનુજ રાઈટર પણ છે. તેણે ટીવી સિરિયલ ‘યે દુનિયા હૈ રંગીન’થી કરિયરની શરૂઆત કરી હતી.

તનુજ મહાશબ્દેએ ‘તારક મહેતા..’ના પણ કેટલાંક એપિસોડ લખ્યા છે. તનુજે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સિરિયલમાં તમિળનો રોલ ભજવવો તેના માટે ઘણું જ મુશ્કેલ હતું. તે મરાઠી પરિવારમાંથી આવે છે. આથી તેણે સૌ પહેલાં તમિળ કલ્ચર અંગે તમામ માહિતી જાણી હતી. તેણે તમિળ લોકોની બૉડી લેંગ્વેજથી લઈ કપડાં કેવી રીતે પહેરે છે, કેવી રીતે હસે છે, બોલે છે, ગુસ્સો કેમ કરે છે, આ તમામ બાબતો પર ધ્યાન આપ્યું હતું.

તનુજે કહ્યું હતું કે તેના મતે તેના રંગે તેને સાથ આપ્યો હતો. બાકી તેની પાસે કંઈ જ નથી. તનુજે એક ઈન્ટરવ્યૂમાં હસતા હસતા કહ્યું હતું કે સિરિયલમાં તો પોપટલાલના લગ્ન નથી થયા, પરંતુ રિયલ લાઈફમાં તેના લગ્ન થયા નથી. તે તમામ કામ જાતે કરે છે.

કેવી યુવતી સાથે લગ્ન કરવા છે? : તનુજને કોઈ દેખાવડી યુવતી સાથે નહીં, પરંતુ જેનો સ્વભાવ સારો હોય તેવી યુવતી સાથે લગ્ન કરવાની ઈચ્છા છે. તન નહીં, પરંતુ મન સુંદર હોય તેવી યુવતી તેને ગમે છે.

એક સમયે મુનમુન સાથેના લગ્નની અફવા ઉડી હતી : 46 વર્ષીય તનુજ અપરિણીત હોવાથી ગયા વર્ષે તેના તથા મુનમુનના લગ્નની અફવા ઉડી હતી. તે સમયે તનુજે કહ્યું હતું કે તેમની વચ્ચે માત્રને માત્ર પ્રોફેશનલ સંબંધો છે અને બીજું કંઈ જ નથી.

તનુજ લોકપ્રિય બને તેવી ઈચ્છા : તનુજને એ વાતનો અફસોસ છે કે ચાહકો તેને ઐય્યર તરીકે ઓળખે છે પરંતુ તનુજ તરીકે કોઈ ઓળખતું નથી. ઐય્યર લોકપ્રિય છે, તનુજ નહીં. તે ઈચ્છે છે કે તનુજ લોકપ્રિય થાય. તેને ખ્યાલ છે કે ઐય્યર બહુ જ મોટું પાત્ર છે અને તેથી જ લોકપ્રિય છે, પરંતુ લોકોને ખ્યાલ હોવો જોઈએ કે ઐય્યરનું પાત્ર તનુજ મહાશબ્દે નામનો વ્યક્તિ ભજવી રહ્યો છે.

2021માં લગ્ન કરવાની વિચારણા : તનુજ મહાશબ્દે 2021માં લગ્ન કરવાનું વિચારે છે. જોકે, હજી સુધી તનુજને કોઈ યોગ્ય યુવતી મળી નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About admin

Check Also

અલીયા ભટ્ટને એક જ કપડા 175 વાર પેહરવા પડ્યા, કારણ જાણીને પગ નીચેથી જમીન ખસકી જશે.. જાણો..!

આલિયા ભટ્ટ બોલીવુડની આવી યુવાન હિરોઈન બની ગઈ છે, જે મજબૂત ભૂમિકા કરી રહી છે. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *