Breaking News

યુવતીને 3 બાળકો હોવા છતાં સાસરિયાઓ પિયરેથી કાર લાવવાનું કહીને હેરાન કરતાં પછી કર્યું એવું કે, જાણીને તમારા હાથ-પગ ધ્રુજી જશે..!!

આજના સમયમાં દરેક પરિવારો શિક્ષિત બન્યા છે પરંતુ અમુક પરિવાર હજુ પણ ઘણી નીચી વિચારસરણીમાં જીવતા જોવા મળે છે. અવારનવાર દહેજના નામે બનતી ગંભીર ઘટનાઓ સામે આવી રહી છે. હાલમાં આવી જ એક ઘટના સામે આવી હતી. આ ઘટના શેખપુરા જિલ્લામાં આવેલા રામપુર સિંદે ગામની રહેવાસી મહિલા સાથે બની હતી.

મહિલાનું નામ દિવ્યા દેવી હતું. દિવ્યાની ઉંમર 30 વર્ષની હતી. દિવ્યા લગ્ન પહેલા બરસાના ગામમાં તેમના પિતા ભુપેન્દ્ર કુમાર સાથે રહેતી હતી પરંતુ ભુપેન્દ્ર કુમારે દિવ્યાના લગ્ન 10 વર્ષ પહેલાં સિંદે ગામના રહેવાસી યુવક સાથે કરાવ્યા હતા. આ યુવકનું નામ પીન્ટુ કુમાર છે. પીન્ટુ કુમાર રેલ્વે વિભાગમાં કર્મચારી તરીકે નોકરી કરે છે.

પીન્ટુ કુમાર ઝારખંડ પોતાની ફરજ બજાવે છે. પીન્ટુ કુમારના પિતાનું નામ અર્જુન ઝાના છે. તે નિવૃત્ત એએસઆઈ છે. દિવ્યાના લગ્ન ધૂમધામથી તેમના પિતાએ પીન્ટુ કુમાર સાથે કરાવ્યા હતા. ત્યારબાદ દિવ્યા તેમના સાસરીયાઓ સાથે ખૂબ જ સારી રીતે રહેતી હતી અને સાસરિયાંઓ પણ દિવ્યાને ખૂબ જ સારી રીતે સાચવતા હતા.

લગ્ન પછી દિવ્યા અને પીન્ટુને ત્રણ બાળકો છે જેમાં એક દીકરી છે અને બે દીકરા છે. ત્રણે બાળકોના જન્મ પછી દિવ્યાને અવારનવાર તેમના પિયરીએથી દહેજ લઈને આવવા કહેતા હતા. સાસરિયાંઓ દિવ્યાને અવારનવાર દહેજના નામે મેણાટોણા મારતા હતા. દિવ્યાને પોતાના પિતાના ઘરેથી કાર લઈને આવવાનું કહેતા હતા.

અને અવારનવાર સાસરિયાંઓ દિવ્યા સાથે ઝઘડા કરતા હોવાને કારણે દિવ્યા ખૂબ જ કંટાળી ગઈ હતી. તેણે પોતાના પિતાને પણ આ વાતની જાણ કરી હતી. પિતાએ દિવ્યાને સમજાવીને ફરી સાસરે મોકલી હતી પરંતુ એક દિવસ દિવ્યાના પિતા પર ગામના કોઈ સગા સંબંધીઓએ ફોન કરીને કહ્યું હતું કે તેમની દીકરી ગાયબ થઈ ગઈ છે.

જેના કારણે પિતાએ પીન્ટુ કુમારના ઘરે આવીને દિવ્યાના સાસરીએ આવીને પોતાની દીકરી ક્યાં છે? તેમ પૂછ્યું હતું. ત્યારે સાસરિયાઓએ યોગ્ય જવાબ આપ્યો નહીં. દિવ્યાના પિતા ભુપેન્દ્ર કુમારે બરવિધા પોલીસ સ્ટેશનમાં જઈને પોતાની દીકરીને મારી નાખવાનો આરોપ સાસરિયાઓ ઉપર લગાવ્યો હતો.

પિતાએ સાસરિયાના સાસુ-સસરા, પતિ, ભાભી અને અન્ય સગા સંબંધીઓના નામ આપીને પોતાની દીકરીના ગુમ થયાની વાત જણાવી હતી. પોલીસે ફરિયાદ નોંધીને દિવ્યાની શોધ ખોળ હાથ ધરી હતી. અચાનક જ દિવ્યાની કોઈ ખબર મળી રહી નથી અને સાસરિયાઓએ તેની સાથે ગંભીર ઘટના કરી નાખી હોવાની ભુપેન્દ્ર કુમારની શંકા છે.

તેઓ ખૂબ જ રડી રહ્યા છે અને પોતાની દીકરીને શોધવા માટે પોલીસને વારંવાર વિનંતી કરી રહ્યા છે. પોલીસ પણ પોતાનું કામ કરી રહી છે. અવારનવાર આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે. જેના કારણે મહિલાઓ પોતાના પરિવારથી અને બાળકોથી દૂર થઈ રહી છે. બાળકો માતાની મમતા ગુમાવી રહ્યા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *